ભગવતીપ્રસાદ પંડ્યા
મિત્રાવરુણૌ
મિત્રાવરુણૌ : બે પ્રાચીન ભારતીય વૈદિક દેવો. વૈદિક દેવોમાં કેટલાક દેવો યુગલ રૂપે પ્રસિદ્ધિ પામ્યા છે. ઋગ્વેદનાં કુલ સાઠ સૂક્તોમાં આવા બાર દેવોની સ્તુતિ મળે છે. તે પૈકી સૌથી વધુ સૂક્તો (23) મિત્રાવરુણૌનાં છે. તે ઉપરાંત, કેટલાંક સૂક્તોમાં આંશિક રૂપે પણ આ દેવોને સંબોધ્યા છે. ‘દ્યાવાપૃથિવી’ પછી વિશેષ ઉલ્લેખાયેલા યુગ્મદેવો…
વધુ વાંચો >વાક્ – 1 (વૈદિક)
વાક્ – 1 (વૈદિક) : વૈદિક ખ્યાલ. વૈદિક વિચારધારામાં वाक्(વાણી)નું અત્યંત મહત્વપૂર્ણ નિરૂપણ થયેલું છે. સંસ્કૃતના वच (વચ્) ધાતુ ઉપરથી બનેલ ‘वाक्’ શબ્દનો અર્થ ‘વાણી’ એમ થાય છે. મહર્ષિ યાસ્કન ‘નિરુક્ત’ના આરંભમાં ‘નિઘણ્ટુ’ નામના ગ્રંથમાં वाक् (વાક્) માટે 57 જેટલા પર્યાયો આપેલા છે. સૌપ્રથમ તો ‘વાક્’ માટે ઋગ્વેદના દશમ મંડલમાં…
વધુ વાંચો >વાક્ – 2 (વ્યાકરણ)
વાક્ – 2 (વ્યાકરણ) : સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રનો એક પદાર્થ કે જે શબ્દબ્રહ્મનો પર્યાય છે. વ્યાકરણ(શબ્દશાસ્ત્ર)ના દાર્શનિક સ્વરૂપના ચિન્તક ભર્તૃહરિએ ‘વાક્યપદીય’ નામના ગ્રંથમાં ‘વાક્’ની વ્યાપકતાનું નિરૂપણ કરતાં તેની ‘બ્રહ્મરૂપતા’ દર્શાવી છે. આ જ બ્રહ્મરૂપતાનો નિર્દેશ મહાન આલંકારિક દંડીએ તેમના ‘કાવ્યાદર્શ’(1/34)માં આપતાં જે કહ્યું છે તે પ્રમાણે ‘જો શબ્દરૂપી જ્યોતિ આ સંસારમાં…
વધુ વાંચો >વાક્ય
વાક્ય : વાગ્વ્યવહારનો એકમ. સામાન્ય રીતે તે જુદાં જુદાં પદોના સમૂહનો બનેલો હોય છે. માનવમાત્રના મનોગત વિચારો અને ભાવોનું પ્રદાન કરવામાં વાક્ય અત્યંત મહત્વનું સાધન છે. વાક્યની વ્યાખ્યા અને સ્વરૂપ અંગે સંસ્કૃત વાઙ્મયમાં વ્યાકરણ અને સાહિત્ય ઉપરાંત ન્યાય, મીમાંસા આદિ શાસ્ત્રોમાં વ્યાપક ચિંતન થયેલું છે. તેમાંય વળી વ્યાકરણક્ષેત્રે મહાવૈયાકરણ અને…
વધુ વાંચો >શબ્દ-બ્રહ્મ
શબ્દ–બ્રહ્મ : સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રની એક આગવી વિભાવના. વૈયાકરણોએ ‘શબ્દ’ના દાર્શનિક સ્વરૂપને મહત્ત્વ આપતાં ‘શબ્દ એ જ બ્રહ્મ છે’ એવા શબ્દબ્રહ્મના સિદ્ધાંતને પ્રતિષ્ઠાપિત કર્યો છે. સુપ્રસિદ્ધ વૈયાકરણ અને વ્યાકરણશાસ્ત્રની એક વિશિષ્ટ દર્શન તરીકે પ્રતિષ્ઠા કરનાર ભર્તૃહરિએ તેમના ‘વાક્યપદીય’ નામના ગ્રન્થમાં શબ્દની બ્રહ્મ તરીકેની પ્રતિષ્ઠા વિસ્તારપૂર્વક કરી છે. આ ગ્રન્થની સૌપ્રથમ કારિકા…
વધુ વાંચો >સમાસ
સમાસ : વ્યાકરણશાસ્ત્રનો એક ખ્યાલ. એકથી વધુ જુદાં જુદાં પદો ભેગાં થઈ એક પદરૂપ બની જાય અને પ્રત્યેક પદના વિભક્તિ પ્રત્યયોનો લોપ થવા છતાં તેમની વિભક્તિનો અર્થ જણાય તેનું નામ સમાસ. અલબત્ત, અંતિમ પદને સમાસના અર્થ મુજબ વિભક્તિ પ્રત્યય લાગે છે. લોપ પામેલી વિભક્તિનો પ્રત્યય મૂકી સમાસનો અર્થ સ્પષ્ટ કરવામાં…
વધુ વાંચો >સંકેતગ્રહ
સંકેતગ્રહ : સંસ્કૃત શબ્દશાસ્ત્રનો એક સિદ્ધાંત. શબ્દમાં રહેલી શક્તિ અથવા સંકેત વડે શબ્દમાંથી અર્થનું જે જ્ઞાન થાય તેનું નામ સંકેતગ્રહ. એ સંકેતગ્રહ આઠ રીતે થાય છે : (1) વ્યાકરણ વડે થતો સંકેતગ્રહ અથવા સંકેતજ્ઞાન; જેમ કે ‘શરીર’ પરથી બનેલા ‘શારીરિક’ એ શબ્દનો અર્થ વ્યાકરણના તદ્ધિત પ્રત્યય વડે થયેલો જણાય છે.…
વધુ વાંચો >સંધિ
સંધિ : વ્યાકરણશાસ્ત્રનો એક અગત્યનો ખ્યાલ. બે પદોને સાથે બોલવા જતાં આગલા પદને છેડે રહેલા સ્વર કે વ્યંજન સાથે પાછળના પદના આરંભમાં આવતા સ્વર કે વ્યંજનના જોડાણથી ધ્વનિમાં જે ફેરફાર થાય તેને સંધિ કહેવાય. પાણિનિ તેને ‘સંહિતા’ એવા નામથી પણ ઓળખે છે, કારણ કે તેમાં બે સ્વરો, બે વ્યંજનો અથવા…
વધુ વાંચો >