બીજલ પરમાર
ડિંડિગુલ
ડિંડિગુલ : દક્ષિણ ભારતના તમિળનાડુ રાજ્યનું શહેર. તે મદુરાઈ જિલ્લામાં આશરે 10° 11´ ઉ. અક્ષાંશવૃત્ત અને 77° 58´ પૂ. રેખાંશવૃત્ત પર આવેલું છે. ‘ટિન્ટુકલ’ શબ્દ પરથી તેનું નામ ઊતરી આવેલું છે. એનો અર્થ ‘ઉઘાડી કે ખુલ્લી ટેકરી’ થાય છે. આ ટેકરી પર વિજયનગર સામ્રાજ્યના સમયગાળા(1336–1565)માં કિલ્લો બંધાયેલો જેનો ઉપયોગ સત્તરમીથી…
વધુ વાંચો >ડુસલ્ડૉર્ફ
ડુસલ્ડૉર્ફ : જર્મનીના નૉર્થ રહાઇન વેસ્ટફાલિયા (North Rhine-Westphalia) રાજ્યનું પાટનગર તેમજ રહાઇન-રુહર ઔદ્યોગિક વિસ્તારનું અગત્યનું કેન્દ્ર. તે લગભગ 51° 12´ ઉ. અક્ષાંશ અને 6° 47´ પૂ. રે. પર આવેલું છે. શહેરના નામનો અર્થ ‘ડુસલ નદી પરનું ગામ’ એવો થાય છે. તેની વસ્તી 6,20,523 જ્યારે બૃહદ શહેરની વસ્તી 12,20,000 (2020) હતી.…
વધુ વાંચો >ડૅન્યૂબ
ડૅન્યૂબ : યુરોપની એક મોટી નદી. ભૌગોલિક સ્થાન મુખ્ય ભાગ : 45° 10´ ઉ. અ. અને 29° 50´ પૂ. રે. લંબાઈની બાબતમાં આ ખંડની નદીઓમાં વૉલ્ગા પછી તેનો બીજો ક્રમ આવે છે. લંબાઈ આશરે 2860 કિમી. જર્મનીના બ્લૅક ફૉરેસ્ટ પર્વતમાંથી તે ઉદભવે છે અને કાળા સમુદ્રને મળે છે. તે મધ્ય…
વધુ વાંચો >ડેલહાઉસી
ડેલહાઉસી : હિમાચલપ્રદેશ રાજ્યના ચમ્બા જિલ્લામાં આશરે ઉ. 32° 32´ અક્ષાંશવૃત્ત અને 76° 01´ પૂ. રેખાંશવૃત્ત પર આવેલું ગિરિમથક. તેનો વિકાસ અંગ્રેજોએ કર્યો હતો. તે પઠાણકોટથી ઉત્તર પૂર્વમાં લગભગ 42 કિમી. દૂર હિમાલયની તળેટીમાં 2300 મી.ની ઊંચાઈ પર વસેલું છે. તે પઠાણકોટ અને જિલ્લામથક ચમ્બા સાથે સડકમાર્ગે સંકળાયેલું છે. એક…
વધુ વાંચો >તલોદ
તલોદ : ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાનું નગર અને મુખ્ય વ્યાપારી મથક. તે આશરે 23° 21´ ઉ. અ. તથા 72° 56´ પૂ. રે. પર સમુદ્રસપાટીથી લગભગ 108 મી.ની ઊંચાઈએ આવેલું છે. તેની આસપાસ ઉત્તરથી દક્ષિણ તરફ વહેતી ખારી, બોખ અને લૂણી નદીઓ છે, જેમણે હજારો વર્ષોથી આ પ્રદેશમાં કાંપ, માટી…
વધુ વાંચો >તાઇપેઈ
તાઇપેઈ : ચીનની મુખ્ય ભૂમિની પડખે આવેલા ટાપુઓના બનેલા પ્રજાસત્તાક દેશ તાઇવાન(ફોર્મોસા)નું પાટનગર અને મોટામાં મોટું નગર. આ ટાપુના વાયવ્યે તે આશરે 25° 05´ ઉ. અ. તથા 121° 32´ પૂ. રે. પર આવેલું છે. મૂળમાં તાઇવાન અને તેને સંકલિત બીજા નાના નાના ટાપુઓ, એ ચીનનો એક અંતર્ગત ભાગ હતો, પણ…
વધુ વાંચો >તાઇવાન
તાઇવાન : ચીનની મુખ્ય ભૂમિથી લગભગ 194 કિમી. દૂર ચીનના તળપ્રદેશના અગ્નિ ખૂણામાં આવેલો ચીન હસ્તકનો ટાપુ. તે 21° 45´ ઉ.થી 25° 15´ ઉ. અક્ષાંશવૃત્ત તથા 120o 0´ પૂ.થી 122° 0´ પૂ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલો છે. પહેલાં તે ફોર્મોસા નામથી ઓળખાતો હતો. તાઇવાનની સામુદ્રધુની દ્વારા તે ચીનની મુખ્યભૂમિથી અલગ પડેલો…
વધુ વાંચો >તાજિકિસ્તાન
તાજિકિસ્તાન : ભૂતપૂર્વ સોવિયેત સંઘના વિઘટન પછી અસ્તિત્વમાં આવેલ સ્વતંત્ર પ્રજાસત્તાક રાજ્ય. લગભગ 1,43,100 ચોકિમી. વિસ્તારમાં પથરાયેલા આ પહાડી દેશનું ભૌગોલિક સ્થાન મધ્ય એશિયાની ઊંચી ગિરિમાળાઓ અને ઉચ્ચપ્રદેશોમાં આશરે 37° ઉ.થી 40° ઉ. અક્ષાંશવૃત્તો તેમજ 67° પૂ.થી 75° પૂ. રેખાંશવૃત્તો વચ્ચે આવેલું છે. તેની ઉત્તરમાં કિંર્ગિઝસ્તાન (કીર્ઘિયા), પશ્ચિમમાં ઉઝબેકિસ્તાન, પૂર્વમાં…
વધુ વાંચો >તારંગા
તારંગા : ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું જૈન તીર્થસ્થાન. આ યાત્રાધામ ખેરાલુ તાલુકાના ટીમ્બા ગામની નજીકમાં આશરે 24° ઉ. અ. તથા 72° 46´ પૂ. રે. પર આવેલું છે. વળી મહેસાણાને સાંકળતા બ્રૉડગેજ રેલમાર્ગનું અંતિમ રેલ-મથક ‘તારંગા હિલ’ તેનાથી પૂર્વમાં લગભગ 10 કિમી.ને અંતરે છે. તારંગા અને અંબાજીને સાંકળતા રેલમાર્ગનું પણ આયોજન…
વધુ વાંચો >તાશ્કંદ
તાશ્કંદ : મધ્ય એશિયાનાં પહાડી ક્ષેત્રોમાં આવેલું સૌથી પ્રાચીન શહેર અને ઉઝબેકિસ્તાન દેશનું પાટનગર તથા ઔદ્યોગિક અને સાંસ્કૃતિક કેન્દ્ર. વિસ્તાર : 335 ચો.કિમી.. તે આશરે 41° 20´ ઉ. અ. અને 69° 18´ પૂ. રે. પર ટિએન શાન પર્વતોની તળેટીના ચિરચિક નદી ઉપરના મોટા રણદ્વીપમાં સમુદ્રસપાટીથી આશરે 478 મીટરની ઊંચાઈએ આવેલું…
વધુ વાંચો >