બીજલ પરમાર
જલપાઇગુરી
જલપાઇગુરી : ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : આ જિલ્લો 26 40´ ઉ. અ. અને 89 પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે કાલીમપોંગ જિલ્લો, ઈશાને ભુતાન દેશ, પૂર્વે અલીપુરડુઅર (Alipurduar) જિલ્લો, અગ્નિ દિશાએ કૂચબિહાર જિલ્લો, દક્ષિણે અને નૈઋત્યે બાંગ્લાદેશ, પશ્ચિમે સિલીગુરી…
વધુ વાંચો >જલંધર
જલંધર : પંજાબ રાજ્યનો જિલ્લો તથા ઔદ્યોગિક નગર. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે આશરે 31 18´ ઉ. અ. અને 75 34´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની વાયવ્યે અને પશ્ચિમે કપૂરથલા જિલ્લો તેમજ ફિરોઝપુર જિલ્લો, ઈશાને હોશિયારપુર જિલ્લો, પૂર્વે કપૂરથલા અને શહીદ ભગતસિંહ નગર જિલ્લા, દક્ષિણે લુધિયાણા જિલ્લો…
વધુ વાંચો >જાપાન
જાપાન જાપાન એટલે કે ‘ઊગતા સૂર્યના દેશ’ની ઉપમા પામેલો પૂર્વ એશિયાના તળપ્રદેશને અડીને આવેલો દેશ. પૅસિફિક મહાસાગરમાં લગભગ 2100 કિમી. લાંબી ચાપાકાર દ્વીપશૃંખલા બનાવતો આ દેશ આશરે 26° 59’થી 45° 31’ ઉ. અ. અને 128° 06’થી 145° 49’ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. 4 મુખ્ય ટાપુઓ ઉપરાંત લગભગ 3000 જેટલા…
વધુ વાંચો >જાપાનનો સમુદ્ર
જાપાનનો સમુદ્ર : જાપાનના પશ્ચિમ કિનારાને અડીને આવેલો સમુદ્ર. વિશાળ પૅસિફિક મહાસાગરનો તે ભાગ છે. સમુદ્રની પૂર્વમાં જાપાનના હોકાઇડો અને હોન્શુ ટાપુઓ તેમજ રશિયાના સખાલીન ટાપુઓ આવેલા છે. પશ્ચિમે એશિયા ભૂખંડની તળભૂમિ(રશિયા અને કોરિયા)ના પ્રદેશો આવેલા છે. આ સમુદ્ર આશરે 40° ઉ. અ. અને 135° પૂ. રે. 50° તથા 35°…
વધુ વાંચો >જૌનપુર
જૌનપુર : ઉત્તરપ્રદેશ રાજ્યમાં આવેલો જિલ્લો, શહેર અને જિલ્લાનો વિસ્તાર : 4038 ચોકિમી. જિલ્લાનું વડું મથક. 25° 44´ ઉ. અક્ષાંશ અને 82° 41´ પૂ. રેખાંશ પર વારાણસીથી વાયવ્ય ખૂણામાં ગોમતી નદીના કાંઠે તે આવેલું છે. જિલ્લાની પૂર્વે આઝમગઢ, દક્ષિણે વારાણસી અને સંત રવિદાસનગર ઉત્તરે ફૈઝાબાદ, વાયવ્ય ખૂણે સુલતાનપુર નૈર્ઋત્યે અલ્લાહાબાદ…
વધુ વાંચો >ઝિનાન
ઝિનાન (Jinan) : પૂર્વ ચીનના શાન્ડોંગ પ્રાંતનું પાટનગર. તેના નામની જોડણી Tsinan તથા Chinan તરીકે પણ કરવામાં આવે છે. તે 36° 41´ ઉ. અક્ષાંશવૃત્ત અને 117° 00´ પૂ. રેખાંશવૃત્ત પર તાઇશાન પર્વતો અને હોઆંગહો નદી(પીળી નદી)ના હેઠવાસના ખીણપ્રદેશ વચ્ચે આવેલું છે. નગર ઈ. સ. પૂ. આઠ સદી જેટલું પ્રાચીન છે…
વધુ વાંચો >ઝેન્ગઝોઉ
ઝેન્ગઝોઉ (zhengzhou) : ઉત્તર-મધ્ય ચીનમાં આવેલું હેનાન પ્રાંતનું પાટનગર, તેનું ભૌગોલિક સ્થાન આશરે 34° 35´ ઉ. અક્ષાંશવૃત્ત અને 113° 38´ પૂ. રેખાંશવૃત્ત પર છે. ‘ચેન્ગ-ચાઉ’ કે ‘ચેન્ગ-સિન’ તરીકે પણ તે ઓળખાય છે. તે હોઆંગહો કે પીળી નદીનાં દક્ષિણનાં મેદાનોમાં આવેલું કૃષિપેદાશોનું વ્યાપારી કેન્દ્ર, ઔદ્યોગિક મથક અને હેનાન પ્રાન્તનું વહીવટી મથક…
વધુ વાંચો >ટૉકન્ટીન્સ
ટૉકન્ટીન્સ : મધ્ય બ્રાઝિલની નદી. તે ઉત્તરે વહીને ઍટલાન્ટિક મહાસાગરને મળે છે. તે આશરે 2700 કિમી.ની લંબાઈ ધરાવે છે. બ્રાઝિલના ગુરેઇસ રાજ્યમાં આવેલા દક્ષિણ-મધ્યના ઉચ્ચપ્રદેશમાંથી તે રિયોસ દાસ આલ્માસ અને મૅરનયેઉં નામના મુખ્ય જળપ્રવાહ રૂપે ઉદભવીને ઉત્તર તરફ વહે છે. આ દરમિયાન તેને રિયો મૅન્યુએલ આલ્વેસ ગ્રાન્ડ નામની નદી મળે…
વધુ વાંચો >ટોકિયો
ટોકિયો : જાપાનનું પાટનગર. તે વિશ્વનું સૌથી મોટું વધુ ગીચ વસ્તી ધરાવતાં મહાનગરો પૈકીનું એક છે. દેશના હોન્શુ નામક મુખ્ય ટાપુના પૂર્વ કિનારાના મેદાની વિસ્તારના મધ્યમાં ટોકિયો વાન ઉપસાગરને કાંઠે આશરે 35° 40´ ઉ. અક્ષાંશવૃત્ત અને 139° 45´ પૂ. રેખાંશવૃત્ત પર આવેલું છે. મહાનગરની વસ્તી 4.60 કરોડ અને શહેરની વસ્તી…
વધુ વાંચો >ડિંગલનો ઉપસાગર
ડિંગલનો ઉપસાગર : આયર્લૅન્ડ દેશના કેરી પરગણામાં આવેલો ઉપસાગર. દેશના નૈર્ઋત્યના દરિયાકાંઠે આશરે 52° ઉ. અક્ષાંશવૃત્ત અને 10° પ. રેખાંશવૃત્ત પર આવેલો છે. આયર્લૅન્ડનો આ પહાડી સમુદ્રતટ ભૂતકાળમાં હિમનદીઓના લાંબા સમયના ભારે ધોવાણથી અત્યંત ખાંચાખૂંચીવાળો બનેલો છે અને ઍટલાન્ટિક મહાસાગરના એક ભાગ રૂપે એક ખાંચામાં તેની રચના થઈ છે. ઉપસાગરની…
વધુ વાંચો >