બાગ-બગીચા
નીકટાનથીસ
નીકટાનથીસ : જુઓ, પારિજાતક
વધુ વાંચો >પામ (તાડ)
પામ (તાડ) : એકદળી વર્ગના એરિકેસી કુળની વૃક્ષસ્વરૂપ ધરાવતી વનસ્પતિ. તેની પ્રત્યેક જાતિની આગવી વિશિષ્ટતા હોય છે. કેટલીક જાતિઓ બગીચામાં શોભાની વનસ્પતિ તરીકે તો કેટલીક ફળ અથવા રસ માટે ઉગાડવામાં આવે છે. તાડની કેટલીક જાતિઓ નીચે મુજબ છે : (1) રૉયલ અથવા બૉટલ પામ : તેનું વૈજ્ઞાનિક નામ Roystonea regia…
વધુ વાંચો >પારસ (સફેદો)
પારસ (સફેદો) : દ્વિદળી વર્ગના ઓલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jasminum flexile Vahl. (J. caudatum Wall. સહિત) છે. તે આસામ, આકા, લુશાઈ, ખાસી અને દક્ષિણ ભારતની ટેકરીઓ તેમજ પશ્ચિમઘાટમાં 1,500 મી.ની ઊંચાઈ સુધી જોવા મળતી મોટી વેલ છે. તેની છાલ સફેદ, પર્ણો સામાન્યત: ત્રિપર્ણી, પંજાકાર સંયુક્ત; સમ્મુખ, અગ્ર…
વધુ વાંચો >પારસપીપળો
પારસપીપળો : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા માલ્વેસી(કાર્પાસ) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Thepesia populnea Solanad ex Correa (સં. પારિસ, તૂલ, કપીતન, પાર્શ્વપિપ્પલ, ગર્દભાણ્ડ; હિં. ગજદંડ, પારસ પીપલ, ભેંડિયા ઝાડ; બં. પાકુરગજશુંડી, પારસપિપ્પુલા; મ. પરસચાઝાડ, પારોસા પિંપળ, આષ્ટ, પારસભેંડી, પિંપરણી; ગુ. પારસપીપળો, તા. ચીલન્થિ, તે ગંગરાવી, મલ. પૂવરસુ; ક. હૂવરસે;…
વધુ વાંચો >પારિજાતક
પારિજાતક : દ્વિદળી વર્ગમાં આવેલા ઓલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Nyctanthes arbortristis Linn. (સં. પારિજાતક; હિં. હારસિંગાર; બં. શિઉલી) છે. ઘણા વનસ્પતિશાસ્ત્રીઓ તેને વર્બીનેસી કુળમાં મૂકે છે. કેટલાક તેને નીકટેન્થેસી નામના સ્વતંત્ર કુળમાં વર્ગીકૃત કરે છે. આ વૃક્ષનું મૂળ વતન હિમાલયની પર્વતમાળા છે. ત્યાં તે નૈસર્ગિક રીતે ઊગે…
વધુ વાંચો >પૅક્સટન જોસેફ
પૅક્સટન, જોસેફ (જ. 3 ઑગસ્ટ 1803 બેડફૉર્ડશાયર, યુ. કે.; અ. 8 જૂન 1865, લંડન, યુ.કે.) : ખ્યાતનામ અંગ્રેજ સ્થપતિ. 1823માં તે ચૅટ્સવર્થ ખાતે ડ્યૂક ઑવ્ ડેવનશાયરના ઉદ્યાનમાં કામે જોડાયા હતા. એમની પ્રતિભા પારખી ડ્યૂકે ટૂંકસમયમાં જ એમને ઉદ્યાનના ઉપરી બનાવ્યા. ત્યાં એમણે છોડની જાળવણી માટે મુખ્યત્વે લોખંડ અને કાચનો ઉપયોગ…
વધુ વાંચો >ફતેહબાગ
ફતેહબાગ : સરખેજ નજીક જહાંગીરના સમયમાં ખાનખાનાને તૈયાર કરાવેલો પ્રખ્યાત બગીચો. જહાંગીર 5-1-1618થી એક માસ અને પાંચ દિવસ અમદાવાદમાં રહ્યો હતો ત્યારે તેણે આ બાગની બે વખત મુલાકાત લીધી હતી. શિયાળાના કારણે બગીચાનાં વૃક્ષોનાં પાંદડાં ખરી ગયાં હતાં, પણ ખાનખાનાનની પુત્રી બેગમ ખેરુન્નિસાએ બાદશાહ જહાંગીરની મુલાકાત પૂર્વે 400 કારીગરોને રોકીને…
વધુ વાંચો >બાગબગીચા
બાગબગીચા : જુઓ ઉદ્યાનવિદ્યા
વધુ વાંચો >બાગાયત પાકો
બાગાયત પાકો : બાગમાં ઉછેરાતાં ફળ ને શાકભાજીના પાકો. બાગાયતને અંગ્રેજીમાં horticulture કહે છે. હૉર્ટિકલ્ચર એ લૅટિન શબ્દો (horts)-બાગ અને (cultura)–કલ્ટર–ખેતી(culture)નો બનેલો છે. વર્ષો પહેલાં બાગાયતને પોતાના અંગત વપરાશ માટે ઘરની આજુબાજુ ઓછી જમીનમાં ઉગાડવામાં આવતી વનસ્પતિ એટલે કે બાગ તરીકે ગણતા હતા. ધાન્ય કે રોકડિયા પાક કરતાં બાગાયતી પાકો…
વધુ વાંચો >બારમાસી (વનસ્પતિ)
બારમાસી (વનસ્પતિ) : દ્વિદળી વર્ગમાં આવેલા ઍપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lochnerarosea (Linn.) Reichb. Syn. Catheranthus roseus G. Don. Syn. Vinco rosea Linn. (हिं. सदाबहार, बारहमासी, सदासुहागन; બં. નયનતારા; મ. સદાફૂલ; પં. રતનજોત; મલ. કપાબિલા; અં. રેડ પેરીવિકલ) છે. તે માડાગાસ્કર(આફ્રિકા)ની મૂલનિવાસી છે. હવે તેનું બંને ગોળાર્ધોના ઉષ્ણકટિબંધીય…
વધુ વાંચો >