બળદેવભાઈ પટેલ

સોયાબીન

સોયાબીન : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Glycine max Merrill syn. G. soja Sieb. & Zucc.; G. hispida Maxim.; Soja max Piper (હિં. ભાત, ભાતવાર, ભેટમાસ, રામકુર્થી; બં. ગર્જકલાઈ) છે. તે એકવર્ષાયુ, ટટ્ટાર કે આરોહી પ્રકાંડ ધરાવતી 45થી 180 સેમી. ઊંચી રોમો વડે ગાઢપણે આવરિત…

વધુ વાંચો >

સોલેનેસી

સોલેનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – યુક્તદલા (Gamopetalae), શ્રેણી – દ્વિસ્ત્રીકેસરી (Bicarpellatae), ગોત્ર – પૉલિમૉનિયેલ્સ, કુળ – સોલેનેસી. આ કુળમાં 85 જેટલી પ્રજાતિઓ અને 2200થી વધારે જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે; જેમનું પ્રાથમિકપણે…

વધુ વાંચો >

સોસાયટી [સમાજ (પરિસ્થિતિવિદ્યા)]

સોસાયટી [સમાજ (પરિસ્થિતિવિદ્યા)] : ક્લિમેન્ટ્સ(1916)ની વનસ્પતિસમાજની વર્ગીકરણ-પદ્ધતિનો એક એકમ. તેમના મત પ્રમાણે, વનસ્પતિ-સામાજિક (phytosociological) દૃષ્ટિએ વનસ્પતિસમાજમાં મુખ્યત્વે ચાર એકમો જોવા મળે છે : (1) વનસ્પતિ-સમાસંઘ (plant formation), (2) સંઘ (association), (3) સંસંઘ (consociation) અને (4) સમાજ (society). આ પદ્ધતિમાં જાતિની પ્રભાવિતા અને અનુક્રમને મૂળભૂત સિદ્ધાંત તરીકે સ્વીકારવામાં આવેલ છે. સંઘ…

વધુ વાંચો >

સ્ક્લેરિયા

સ્ક્લેરિયા : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા સાયપરેસી કુળની એકવર્ષાયુ કે બહુવર્ષાયુ પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. આ પ્રજાતિની 200 જેટલી જાતિઓ પૈકી ભારતમાં 28 અને ગુજરાતમાં 3 જાતિઓ નોંધાઈ છે. તે ભૂમિગત ગાંઠામૂળી ધરાવતી 0.25 મી.થી 2.0 મી. ઊંચી શાકીય જાતિઓની બનેલી છે; જે ચોમાસામાં ભેજવાળાં…

વધુ વાંચો >

સ્ટર્ક્યુલીઆ

સ્ટર્ક્યુલીઆ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સ્ટર્ક્યુલીએસી કુળની વૃક્ષ પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધમાં – ખાસ કરીને દક્ષિણ-પૂર્વ એશિયામાં થયેલું છે. ભારતમાં તેની લગભગ 12 જેટલી જાતિઓ થાય છે. તે હિમાલયના પહાડી પ્રદેશોમાં તથા પૂર્વ, મધ્ય અને દક્ષિણ ભારતનાં શુષ્ક કે અર્ધશુષ્ક વનોમાં મળી આવે છે. ગુજરાતમાં તેની બે જાતિઓ જોવા…

વધુ વાંચો >

સ્ટુઅર્ડ ફ્રેડરિક સી.

સ્ટુઅર્ડ, ફ્રેડરિક સી. (જ. 16 જૂન 1904, લંડન; અ. 1993) : વનસ્પતિશાસ્ત્રી અને કોષવિજ્ઞાની. પ્રા. જે. એચ. પ્રિસ્ટલીના માર્ગદર્શન હેઠળ 1924માં યુનિવર્સિટી ઑવ્ લીડ્ઝમાંથી વનસ્પતિશાસ્ત્ર વિષયમાં તેમણે પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. પ્રિસ્ટલી નૂતનમાર્ગી વિચારો ધરાવતા વિજ્ઞાની હતા અને તેમણે સ્ટુઅર્ડમાં વિચારસ્વાતંત્ર્યની ઊંડી ભાવના આરોપી હતી. સૌપ્રથમ 1924માં રૉકફેલર ફાઉન્ડેશનની ફેલોશિપ…

વધુ વાંચો >

સ્ટૅકમૅન ઇલ્વિન ચાર્લ્સ

સ્ટૅકમૅન, ઇલ્વિન ચાર્લ્સ (જ. 17 મે 1885, ઍલ્ગોમા, વિસ્કો, યુ.એસ.; અ. 22 જાન્યુઆરી 1979, સેન્ટ પોલ, મિને) : યુ.એસ.ના અગ્રણી (pioneer), વનસ્પતિરોગ-વિજ્ઞાની (pathologist) અને શિક્ષણવિદ. તેમણે ઘઉં અને અન્ય મહત્ત્વના અન્ન પાકોના રોગોની ઓળખ અને રોગ સામેના સંઘર્ષ માટેની પદ્ધતિઓ આપી. સ્ટૅકમૅને બી.એ. (1906), એમ.એ. (1910) અને પીએચ.ડી. (1913) પદવીઓ…

વધુ વાંચો >

સ્ટૉક્સ

સ્ટૉક્સ : દ્વિદળી વર્ગમાં આવેલા બ્રેસિકેસી (ક્રુસિફેરી) કુળની વનસ્પતિ. તેને Matthiola પણ કહે છે. આ પ્રજાતિ એકવર્ષાયુ, દ્વિવર્ષાયુ કે બહુવર્ષાયુ, શાકીય કે ઉપક્ષુપ (sub-shrub) છે અને પશ્ચિમ અને દક્ષિણ યુરોપ, મધ્ય અને પશ્ચિમ એશિયા અને આફ્રિકામાં થાય છે. ભારતમાં તેની એક જાતિનો પ્રવેશ કરાવાયો છે અને તેને ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે…

વધુ વાંચો >

સ્ટ્રાસબર્ગર એડુઆર્ડ એડૉલ્ફ

સ્ટ્રાસબર્ગર, એડુઆર્ડ એડૉલ્ફ (જ. 1 ફેબ્રુઆરી 1844, વૉર્સોવ; અ. 18 મે 1912, બૉન) : જર્મન વનસ્પતિકોષવિજ્ઞાની. તેમણે વનસ્પતિકોષમાં કોષકેન્દ્ર-વિભાજન વિશે માહિતી આપી. સ્ટ્રાસબર્ગરે પૅરિસ, બૉન અને અંતે જેના યુનિવર્સિટીમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. પીએચ.ડી.ની પદવી જેના યુનિવર્સિટીમાંથી 1866માં મેળવી. તેમણે વૉર્સોવ યુનિવર્સિટી (1868), જેના યુનિવર્સિટી (1869–80) અને બૉન યુનિવર્સિટી(1880–1912)માં શિક્ષણ આપ્યું.…

વધુ વાંચો >

સ્થળાંતરણ (વનસ્પતિશાસ્ત્ર)

સ્થળાંતરણ (વનસ્પતિશાસ્ત્ર) : વધારે અનુકૂળ પર્યાવરણ પ્રાપ્ત કરવા સમગ્ર વનસ્પતિ કે તેનાં વિકિરણાંગો(dispersal organs)ની ટૂંકા કે લાંબા અંતર સુધી થતી ગતિ. લીલ, ફૂગ અને બૅક્ટેરિયા સ્વયં અથવા તેમના બીજાણુઓ (spores) સ્થળાંતરણ કરે છે. જ્યારે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓનાં વિકિરણાંગો જેવાં કે બીજ, પ્રજનનાંગો કે વર્ધી અંગો સ્થળાંતરણ કરે છે. આ અંગોનું…

વધુ વાંચો >