બળદેવભાઈ પટેલ
સાલ
સાલ દ્વિદળી વર્ગમાં આવેલા ડિપ્ટરૉકાર્પેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Shorea robusta Gaertn. f. [હિં., બં. સાલ, સખુ, શાલ; મ., ગુ. સાલ, રાળ (resin); તે. ગૂગલ, ગુગ્ગીલામુ (resin); ત. કુંગિલિયામ (resin); ક. કાબ્બા (resin); મલ. મારામારમ (resin); અં. સાલ] છે. તે ખૂબ મોટું, ઉપ-પર્ણપાતી (sub-deciduous) છે અને ભાગ્યે જ…
વધુ વાંચો >સાલમ
સાલમ : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા ઑર્કિડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Orchis latifolia Linn. (સં. મુંજાતક, સુધામૂલી, સાલીમ કંદ; હિં. સાલમ, સાલમ પંજા, સાલમમિશ્રી; અં. સાલેપ) છે. સાલમ તરીકે ઓળખાવાતી ઑર્કિડેસી અન્ય વનસ્પતિઓમાં O. laxiflora (લસણિયો સાલમ), O. muscula (બાદશાહી સાલમ) અને Eulophia campestris(લાહોરી સાલમ)નો સમાવેશ થાય છે.…
વધુ વાંચો >સાલવણ (શાલપર્ણી, સમેરવો)
સાલવણ (શાલપર્ણી, સમેરવો) : દ્વિદળી વર્ગમાં આવેલા લેગ્યુમિનોઝી (ફેબેસી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Desmodium gangeticum DC. (સં. શાલપર્ણી, ત્રિપર્ણી; હિં. સરિવન, શાલપર્ણી; મ. સાલવણ, રાનગાંજા; બં. સાલપાની; તે. ગીતાનારામ; ત. પુલ્લડી; મલ. પુલ્લાટી) છે. તેની ઊભી (D. gangeti cum) અને બેઠી (D. diffusum) – એવી બે જાત થાય…
વધુ વાંચો >સાલ્વિયા
સાલ્વિયા : દ્વિદળી વર્ગમાં આવેલા લેમિયેસી (લેબિયેટી) કુળની એક મોટી પ્રજાતિ. તે સુગંધિત અને શોભન પ્રજાતિ છે અને શાકીય તેમજ ક્ષુપ-સ્વરૂપ ધરાવે છે. આ પ્રજાતિનું વિતરણ સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની 24 જેટલી જાતિઓ નોંધાઈ છે. આ પ્રજાતિમાં વૃદ્ધિ, સ્વરૂપ અને પુષ્પના રંગ બાબતે પુષ્કળ વિભિન્નતાઓ જોવા…
વધુ વાંચો >સાલ્વેડોરેસી
સાલ્વેડોરેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળ 3 પ્રજાતિ અને આશરે 12 જાતિઓ ધરાવે છે. તેનું વિતરણ ઉપોષ્ણથી ઉષ્ણ અને શુષ્ક મરુદભિદીય (xerophytic) અને ખાસ કરીને સમુદ્રકિનારાની ખારી ભૂમિમાં થયેલું છે. આફ્રિકા, માડાગાસ્કર અને દક્ષિણ એશિયાઈ સમુદ્રતટો પર વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. વનસ્પતિઓ વૃક્ષ, ક્ષુપ કે આરોહી…
વધુ વાંચો >સાવરણીનો રોગ
સાવરણીનો રોગ : બાજરીને ફૂગ દ્વારા થતો એક પ્રકારનો રોગ. કેટલાક વિસ્તારોમાં આ રોગને પીંછછારો કે કુતુલ પણ કહે છે અને તે Sclerospora graminicola (Sacc.) Schroet. નામના રોગજન (pathogen) દ્વારા થાય છે. આ રોગ ભારત તેમજ દુનિયાના બાજરી ઉગાડતા દેશોમાં જોવા મળે છે. બાજરીની સુધારેલ વધુ ઉત્પાદન આપતી જાતોને નુકસાન…
વધુ વાંચો >સિક્વોયા
સિક્વોયા : વનસ્પતિઓના અનાવૃતબીજધારી વિભાગના કોનિફરેલ્સ ગોત્રમાં આવેલા ટેક્સોડિયેસી કુળની એક પ્રજાતિ. તે સૌથી મોટી અને પૃથ્વી પર સૌથી પ્રાચીન જીવંત પ્રજાતિ છે. લાખો વર્ષ પૂર્વે આ વૃક્ષો દુનિયાના ઘણા ભાગોમાં વિશાળ જંગલો-સ્વરૂપે ઊગતાં હતાં. તેના જુદા જુદા ઘણા પ્રકારો છે; પરંતુ માત્ર બે જ પ્રકારના વાસ્તવિક (true) સિક્વોયાનું હાલમાં…
વધુ વાંચો >સિડની બ્રેનર
સિડની બ્રેનર (જ. 13 જાન્યુઆરી 1927, જર્મિસ્ટન, સાઉથ આફ્રિકા; અ. 5 એપ્રિલ 2019 સિંગાપોર) : 2002ના નોબેલ પુરસ્કારના સહવિજેતા અંગ્રેજ આણ્વિક જીવવિજ્ઞાની. તેમણે 1954માં યુનિવર્સિટી ઑવ્ ઑક્સફર્ડમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1957માં તેમણે યુ.કે.માં મેડિકલ રિસર્ચ કાઉન્સિલ(MRC)માં કાર્યારંભ કર્યો. 1979–1986 સુધી તેની આણ્વિક જીવવિજ્ઞાનની પ્રયોગશાળાના અને 1986–1991 સુધી આણ્વિક જનીનવિજ્ઞાન…
વધુ વાંચો >સિડેનહામ થૉમસ
સિડેનહામ થૉમસ (જ. 1624, વિન્ફોર્ડ ઈગલ, ડોર્સેટ, ઇંગ્લૅન્ડ; અ. 29 ડિસેમ્બર 1689, લંડન) : ચિકિત્સક. તેઓ નિદાનાત્મક આયુર્વિજ્ઞાન (clinical medicine) અને મહામારીવિજ્ઞાન-(epidemiology)ના સ્થાપક તરીકે જાણીતા હતા. તે દર્દીઓનાં વિસ્તૃત અવલોકનો પર ભાર મૂકતા હતા અને તેમણે તે વિશેની સચોટ નોંધો જાળવી હતી. તેમને ‘અંગ્રેજ હિપૉક્રટીસ’ તરીકે ઓળખાવવામાં આવે છે. સિડેનહામ…
વધુ વાંચો >સિથેરેક્સિલમ
સિથેરેક્સિલમ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા વર્બિનેસી કુળની ક્ષુપ કે વૃક્ષ-સ્વરૂપ ધરાવતી એક પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણ-કટિબંધીય મધ્ય અને દક્ષિણ અમેરિકામાં થયેલું છે. ભારતીય ઉદ્યાનોમાં તેની બે જાતિઓ શોભન-વનસ્પતિઓ તરીકે ઉગાડવામાં આવે છે. Citharexylum fruticosum Linn. Syn. C. subserratum Sw. (બ્લૅક ફિડલવૂડ) ક્ષુપ કે નાનું સુંદર વૃક્ષ-સ્વરૂપ ધરાવે છે. તેનું…
વધુ વાંચો >