બળદેવભાઈ પટેલ
સાગ
સાગ દ્વિદળી વર્ગમાં આવેલા વર્બિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Tectona grandis Linn. F. (સં. દ્વારદારુ, સ્થિરસાર; હિં. સાગૌન, સાગબાન; મ. સાગ, સાયા; બં. શેગુન; ક. જાડી, સાગવાની, ટેગા, ત્યાગડમરા; તે. અદાવીટીકુ, પેડ્ડાટીકુ, ટીકુ; ત. ટેકકુમાર, ટેક્કુ; મલા. થેક્કુ, ટેક્કા; અં. ટીક) છે. ટેક્ટોના પ્રજાતિનું વિતરણ દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ…
વધુ વાંચો >સાજડ
સાજડ : દ્વિદળી વર્ગમાં આવેલા કૅમ્બ્રિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Terminalia alata Heyne ex Roth syn. T. tomentosa Wight & Srn. (સં. અસન, રક્તાર્જુન; હિ. ઐન, આસન, સાજ; બં. આસન; મ. ઐન; ગુ. સાજડ, સાડરો; તે. તાની; ત. કારામર્દા; ક. સાદડા, કેપુપત્તિ; વ્યાપારિક નામ લ્યોરેલ) છે. તે એક…
વધુ વાંચો >સાટોડી (પુનર્નવા)
સાટોડી (પુનર્નવા) : દ્વિદળી વર્ગમાં આવેલા નિકટેજિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Boerhavia diffusa Linn. (સં. પુનર્નવા; હિં. વિષખપરા, સાંઠ, ગહદપૂર્ણા; મ. પુનર્નવા, ઘેટુળી, રક્તવાસુ; બં. શ્વેતપુણ્યા; ક. બિળેબેલ્લડકિલુ, સનાડિડા; તે. તેલ્લાઅટાલામામિડી; ત. મુક્કિરાટે; મલ. તાલુતામ્; તામિળામા; અં. સ્પ્રેડિંગ હોગવીડ) છે. સાટોડીની બીજી ત્રણ જાતિઓ આપવામાં આવી છે :…
વધુ વાંચો >સાન્તાપાઉ હર્મનગિલ્ડ
સાન્તાપાઉ, હર્મનગિલ્ડ (જ. 5 ડિસેમ્બર 1903, લા ગૅલેરા, સ્પેન; અ. 13 જાન્યુઆરી 1970) : વનસ્પતિ-વર્ગીકરણવિજ્ઞાની. તેમણે જીવનનો ઘણોખરો ભાગ ભારતમાં ગાળ્યો હતો અને પાછળથી ભારતના નાગરિક બન્યા હતા. એ.આર.સી.એસ. ઇમ્પીરિયલ કૉલેજ, લંડન અને ડી.આઇ.સી. ઇમ્પીરિયલ કૉલેજ, લંડનમાં તેમણે શિક્ષણ પ્રાપ્ત કરી લંડન યુનિવર્સિટીની બી.એસસી.ની ઉપાધિ મેળવી હતી. લંડન અને સ્પેનમાં…
વધુ વાંચો >સાબુદાણા
સાબુદાણા : કેટલાક તાડ અને અન્ય વનસ્પતિઓનાં અંગમાં સંચિત કાર્બોદિત દ્રવ્યમાંથી તૈયાર કરેલ સ્ટાર્ચના ખાદ્ય દાણા. તેનો મુખ્ય સ્રોત Metroxylon rumphi Mart. અને M. sagu Rottb. નામના સેગો તાડ તરીકે ઓળખાવાતા તાડ છે. તેઓ ઇન્ડોનેશિયાઈ દ્વીપસમૂહ(archipelago)ના મૂલનિવાસી છે અને ભારતીય ઉદ્યાનોમાં કેટલીક વાર ઉછેરવામાં આવે છે. M. sagu 9-12 મી.…
વધુ વાંચો >સામો
સામો : એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Echinocloa frumentacea Link syn. Panicum frumentaceum Roxb. (સં. શ્યામાક; હિં. સાંવા, સમા; બં. શમુલા, શ્યામાવાસ; ગુ. સામો; મ. જંગલી સામો, સામુલ; તે. શ્યામાલુ, બોન્ટા શામા; ત. કુદ્રૈવાલી પીલ્લુ; ક. સામાઈ; ફા. શામાખ; અં. જાપાની બાર્નયાર્ડ મિલેટ, જંગલ રાઈસ)…
વધુ વાંચો >સાયકેડોફિલિકેલ્સ
સાયકેડોફિલિકેલ્સ : વનસ્પતિઓના અનાવૃત બીજધારી વિભાગના ટેરિડોસ્પર્મોપ્સિડા વર્ગનું એક ગોત્ર. આ ગોત્રને ટેરિડોસ્પર્મી તરીકે પણ ઓળખાવવામાં આવે છે. આ ગોત્રની વનસ્પતિઓને સાયકેડસમ હંસરાજ (cycad-like ferns) પણ કહે છે. આ ગોત્રનાં બધાં સ્વરૂપો અશ્મીભૂત છે. તેનાં પર્ણો હંસરાજ (ત્રિઅંગી વનસ્પતિઓ) જેવાં હોય છે. તેઓ મહાબીજાણુપર્ણો પર બીજ ધારણ કરે છે. મહાબીજાણુપર્ણો…
વધુ વાંચો >સાયટોકાઇનિન
સાયટોકાઇનિન કોષવિભાજન પ્રેરતો એક વનસ્પતિ-અંત:સ્રાવ. મિલર અને તેના સહકાર્યકરોએ (1956) હેરિંગ માછલીના શુક્રકોષમાંના DNA-માંથી શુદ્ધ સ્ફટિક સ્વરૂપમાં પ્યુરિન પ્રાપ્ત કર્યું. આ પદાર્થને તેમણે 6-ફ્યુર્ફયુરિલ ઍમિનો પ્યુરિન તરીકે ઓળખાવ્યો અને ‘કાઇનેટિન’ નામ આપ્યું, કારણ કે તે સંવર્ધિત તમાકુના કોષોમાં કોષરસવિભાજન-(cytokinesis)ની ક્રિયાને પ્રેરે છે. જ્યારે કાઇનેટિન શોધાયું, ત્યારે વૈજ્ઞાનિકોએ કાઇનેટિન જેવા પદાર્થો…
વધુ વાંચો >સાયનોફાઇટા (નીલહરિત લીલ)
સાયનોફાઇટા (નીલહરિત લીલ) લીલનો એક વિભાગ. તે લીલના બધા વિભાગો કરતાં પ્રાચીન છે. તેનો આદિકોષકેન્દ્રી (Prokaryota) સૃષ્ટિમાં બૅક્ટેરિયા સાથે સમાવેશ કરવામાં આવે છે. આવા પ્રકારની લીલનો ઉદભવ આશરે બે અબજ વર્ષ પૂર્વે થયો હોવાનું માનવામાં આવે છે. તે એક જ વર્ગ સાયનોફાઇસી અથવા મિક્સોફાઇસી [(myxo = slime = ચીકણું); (phycen…
વધુ વાંચો >સારસાપરીલા
સારસાપરીલા : એકદળી વર્ગમાં આવેલા લિલિયેસી કુળની વનસ્પતિ. તે ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં વિતરણ પામેલી સ્માઇલેક્સ પ્રજાતિની આરોહી ક્ષુપ-સ્વરૂપે થતી વનસ્પતિ છે. ભારતમાં તેની લગભગ 24 જેટલી જાતિઓ થાય છે. મૂળભૂત રીતે તે દક્ષિણ અને મધ્ય અમેરિકાની મૂલનિવાસી છે. પૂર્વીય ઉત્તર અમેરિકા નોવાસ્કૉટિયા, ફ્લોરિડા, ટૅક્સાસ, ઇલિનૉઇસની પશ્ચિમે તથા મધ્ય…
વધુ વાંચો >