બળદેવભાઈ પટેલ

તાપમાન (જીવશાસ્ત્ર)

તાપમાન (જીવશાસ્ત્ર) : તાપમાન કોઈ પણ પદાર્થની ઉષ્ણતા કે શીતળતાની માત્રા નક્કી કરતો એક સ્વૈર (arbitrary) માપક્રમ (scale). તે પદાર્થ અને પર્યાવરણ વચ્ચે ઉષ્માના વહનની સંભવિત દિશાનું સૂચન કરે છે, છતાં તે ઉષ્માગતિક તંત્ર માટે ઉષ્માનો તુલ્યાંક નથી. તેના ત્રણ જાણીતા માપક્રમ છે – ફેરનહીટ (°F), સેલ્સિયસ (°C) અને નિરપેક્ષ…

વધુ વાંચો >

તાલીસપત્ર

તાલીસપત્ર : વનસ્પતિઓના અનાવૃત બીજધારી વિભાગમાં આવેલા ટૅક્સેસીના કુળના વૃક્ષનું પર્ણ. તેનું વૈજ્ઞાનિક નામ Taxus baccata linn. (સં. મં. બં. હિં – તાલીસપત્ર; ક. ચરીચલી, ચંચલી, મારા; તે. તા. તાલીસપત્રી, મલા. તાલેસપત્ર; ફા. જરનવ; અ. તાલીસફર અં. Common yew) છે. તે 6 મી. જેટલું ઊંચુ અને 1.5-1.8 મી. ઘેરાવો ધરાવતું…

વધુ વાંચો >

તુલસી

તુલસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા લેમિયેસી (લેબીયેટી) કુળની એક જાતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ocimum sanctum Linn. (સં. पर्णाशा वृंदा, पत्रपुष्पा, गौरी विष्णुप्रिया, गंधहारिणी, अमृता, पवित्रा, मंजरी, सुभगा, पापघ्नी, तीव्रा; ગુ., હિં. બં., તે. મલ., તુલસી; તા. થુલસી, મ. તુળસ, તુળસી; કન્ન; વિષ્ણુતુલસી, શ્રીતુલસી; અં. Sacred Basil, Holy Basil) છે.…

વધુ વાંચો >

તુવરક

તુવરક : દ્વિદળી વર્ગમાં આવેલા ફલેકોર્શિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Hydnocarpus laurifolia (Dennst.) Sleumer syn. H. wightiana Blume. (સં. તુવરક; હિં. ચોલમુગરા; મ. કડુ-કવટા, કટુ-કવથ; અં. જંગલી આમંડ) છે. આ જ કુળની બીજી એક જાતિ Gynocardia odorata R. Br.ને પણ તુવરક તરીકે ઓળખવામાં આવે છે. તે ભારતમાં પશ્ચિમઘાટ,…

વધુ વાંચો >

તુવેર

તુવેર : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી (પેપિલિયોનેસી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cajanus cajan (Linn.) Millsp. syn. C. indicus Spreng (સં. અર્વાકી, તુવેરી, તુવરિકા; હિ.બં.મ. અરહાર, તુર, તુવેર, તા. થોવારે; તે. કાદુલુ; ક. તોગારી; મલ. થુવારા; ગુ. તુવેર; અં. રેડ ગ્રામ, પીજિયન પી, કૉંગો પી) છે. તે આફ્રિકાની…

વધુ વાંચો >

તૂરિયાં

તૂરિયાં : દ્વિદળી વર્ગના કૃષ્માણ્ડાદિ (Cucurbitaceae) કુળનો શાકભાજીનો છોડ. તેનું વૈજ્ઞાનિક નામ Luffa acutangula (linn.) Roxb. (સં. ધારાકોશાતકી; હિં. તોરઈ, તુરૈયા; મ. દોડકી, શીરાળી; બં. ઝિંગા; ક. ધારાવીરે. તે. બીરકાયા તા. પીરકુ, પીરે; મલા. પિચ્ચકં; અં. રિજડ્ ગુઅર્ડ, રિબક્ ગુઅર્ડ) છે. તે ભારતની મૂલનિવાસી જાતિ છે. તે એક વર્ષાયુ, મોટા…

વધુ વાંચો >

તૃણભૂમિ

તૃણભૂમિ (grassland) સ્થળજ નિવસનતંત્રનો એક મુખ્ય વનસ્પતિ-સમૂહ. ભૌતિક અને પર્યાવરણીય પરિબળોના સંયુક્ત આધારે વર્ગીકૃત કરેલા વનસ્પતિ-સમૂહોમાં રણ, ટુંડ્ર અને વનભૂમિ (wood land) ઉપરાંત તૃણભૂમિનો સમાવેશ થાય છે. આ પ્રદેશમાં વૃક્ષોની ગેરહાજરીમાં અથવા દૂર દૂર છૂટાંછવાયાં વૃક્ષોની હાજરીમાં તૃણ અને તૃણાભ (graminoid) વનસ્પતિઓ પ્રભાવી હોય છે. એક વનસ્પતિસમૂહનું બીજા વનસ્પતિસમૂહમાં થતું…

વધુ વાંચો >

તૃણાહારી

તૃણાહારી (Herbivore) : પોષણ માટે વનસ્પતિ પેશીઓ પર પૂર્ણપણે આધાર રાખનાર પ્રાણી. તૃણાહાર માટેનાં  અનુકૂલનોમાં વાગોળનારાં (ruminant) પ્રાણીઓમાં ચતુષ્ખંડ જઠર; કૃન્તકો(rodent)માં સતત વૃદ્ધિ પામતા છેદક દાંત; ઢોર, ઘેટાં-બકરાં, અન્ય પશુઓ અને હાથીમાં ચૂર્ણ કરવા માટે વિશિષ્ટીકરણ પામેલી દાઢ; પાણીની ગોકળગાય અને ચૂષક મુખવાળા બિડાલ–મત્સ્ય (sucker mouthed catfish-Plecostomus)માં રેતન જીભ(rasping–tongue)નો સમાવેશ…

વધુ વાંચો >

તેજબળ

તેજબળ : દ્વિદળી વર્ગમાં આવેલા રૂટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zanthoxylum armatum DC. syn. Z. alatum. Roxb. (સં. તેજોવતી, તેજસ્વિની; હિં. મ; ગુ. તેજબળ) છે. ભારતમાં હિમાલયમાં જમ્મુથી માંડી ભુતાન સુધી ગરમ ખીણોમાં 1000-2100 મી.ની ઊંચાઈ સુધી, ખાસીની ટેકરીઓમાં 600-1800 મી.ની ઊંચાઈ સુધી અને ઓરિસા તથા આંધ્ર પ્રદેશમાં…

વધુ વાંચો >

ત્રાયમાણ

ત્રાયમાણ : દ્વિદળી વર્ગમાં આવેલા જેન્શિયાનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gentiana kurroo Royle (સં., ગુ., મ. ત્રાયમાણ; બ. બલાહુસુર; ફા. અસ્ફાક; યૂ. ગ્રાફિક્સ; અં. ઇન્ડિયન જેન્શિયન રૂટ) છે. તે એક નાની બહુવર્ષાયુ વનસ્પતિ છે અને મજબૂત ગાંઠામૂળી ધરાવે છે. તેની શાખાઓ ભૂપ્રસારી હોય છે અને તેની શાખાઓના અગ્ર ભાગો…

વધુ વાંચો >