બળદેવપ્રસાદ પનારા
ચંદ્રપ્રભા વટી
ચંદ્રપ્રભા વટી : આયુર્વેદિક ઔષધિ. પાઠ તથા નિર્માણ : કપૂર, વજ, મોથ, કરિયાતું, ગળો, દેવદાર, હળદર, અતિવિષ, દારુહળદર, ગંઠોડાં, ચિત્રક, ધાણા, હરડે, બહેડાં, આમળાં, ચવક, વાવડિંગ, ગજપીપર, સૂંઠ, મરી, લીંડીપીપર, સુવર્ણ માક્ષિકભસ્મ, જવખાર, સાજીખાર, સિંધાલૂણ, સંચળ અને બીડલૂણ – આ દરેક 1-1 ભાગ લેવામાં આવે છે. નસોતર, દંતીમૂળ, તમાલપત્ર, કાગદી…
વધુ વાંચો >ચંદ્રામૃત રસ
ચંદ્રામૃત રસ : આયુર્વેદિક ઔષધિ. પાઠ તથા નિર્માણ : સૂંઠ, મરી, લીંડી પીપર, હરડે, બહેડાં, આમળાં, ચવક, ધાણા, જીરું અને સિંધવ આ 10 વસ્તુઓ 10-10 ગ્રામ લઈ, તેનું ચૂર્ણ કરી, ખરલમાં મૂકી, તેમાં બકરીનું દૂધ નાંખતા જઈ 6 કલાક ખરલ કરવામાં આવે છે. તે પછી તેમાં શુદ્ધ પારો, શુદ્ધ ગંધક…
વધુ વાંચો >(પૂર્ણ) ચંદ્રોદય રસ (મકરધ્વજ)
(પૂર્ણ) ચંદ્રોદય રસ (મકરધ્વજ) : આયુર્વેદિક ઔષધિ. નિર્માણ : બીરબહૂટી અને 7 ઉપવિષોથી બુભુક્ષિત કરેલ પારો 80 ગ્રામ, સોનાનાં વરક 10 ગ્રામ અને શુદ્ધ ગંધક 160 ગ્રામ લેવા. પ્રથમ પારો અને સોનાના વરખ એકત્ર કરી 3 દિવસ લીંબુના રસમાં તેમનું ખરલ કરવામાં આવે છે. રોજ સવારમાં તેમાં 10-10 ગ્રામ સિંધવચૂર્ણ…
વધુ વાંચો >ચંદ્રોદય વટી (મકરધ્વજ વટી)
ચંદ્રોદય વટી (મકરધ્વજ વટી) : આયુર્વેદીય ઔષધ. પાઠ 1 : ચંદ્રોદય રસ 40 ગ્રામ, ભીમસેની કપૂર 40 ગ્રામ પ્રથમ ખરલમાં ખૂબ લઢી લઈ, બારીક કરી લઈ, પછી તેમાં જાયફળ, સમુદ્રશોષ(વરધારા)નાં બી, લવિંગ અને કસ્તૂરી 3-3 ગ્રામ લઈ તેનું ચૂર્ણ કરી, ઉપર્યુક્ત દવામાં મિશ્ર કરવામાં આવે છે. ફરી દવા ખરલ કરી,…
વધુ વાંચો >ચંદ્રોદયાદિ વર્તિ
ચંદ્રોદયાદિ વર્તિ : આયુર્વેદિક ઔષધિ. હરડે, વજ, ઉપલેટ, લીંડીપીપર, કાળાં મરી, બહેડાનાં મીંજ, મન:શીલ તથા શંખનાભિ – આ બધી ચીજો સરખા વજને લઈ, તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, બે દિવસ ખરલમાં દવા ઘૂંટવામાં આવે છે. પછી તેમાં બકરીનું દૂધ થોડું થોડું ઉમેરતાં જઈ, દવા છ કલાક ઘૂંટ્યા પછી તેની લાંબી સળી…
વધુ વાંચો >ચંપો
ચંપો : દ્વિદળી વર્ગમાં આવેલા મૅગ્નોલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Michelia champaca Linn. (હિં. બં. ચંપા, ચંપાક્ષ; મ. પીવળા-ચંપા, સોન-ચંપા; ગુ. ચંપો, પીળો ચંપો; તે. ચંપાકામુ; ત. શેમ્બુગા, ચંબુગમ; ક. સમ્પીગે; મલા. ચંપકમ્; અં. ચંપક) છે. તે 30 મી. સુધીની ઊંચાઈ અને 3.5 મી.નો ઘેરાવો ધરાવતું સદાહરિત વૃક્ષ…
વધુ વાંચો >ચિકાખાઈ (શિકાખાઈ)
ચિકાખાઈ (શિકાખાઈ) : દ્વિદળી વર્ગમાં આવેલા માઇમોઝેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Acacia sinuata (Lour.) Merril syn. A. concinna DC. (સં. વિમલા, સપ્તલા, શ્રીવલ્લી; મ. હિ. શિકાકાઈ; બં. બનરિઠા; ક. શિંગીકાઈ, શીગેયવલ્લી; તા. કિયાકક; તે. ચિકાયા; મલા. ચિકાકાઈ) છે. તે કાંટાળી, આરોહી ક્ષુપ-સ્વરૂપ ધરાવતી જાતિ છે અને ભારતના ઉષ્ણકટિબંધીય જંગલોમાં…
વધુ વાંચો >ચિમેડ
ચિમેડ : દ્વિદળી વર્ગમાં આવેલા સિઝાલ્પિનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cassia absus Linn. (સં. અરણ્યકુલ્લિથકા; મ. ઈવળા, રાનકુળીથ, રાનહુલગે; હિં. બનકુલથી, ચાક્ષુ; બં. વનકુલથી; ક. કણ્ણકુટકીનબીજ; ફા. ચષ્મક; અ. ચશ્મિઝજ, તશ્મિજ; અં. ફોરલીવ્હડ કેસિયા) છે. તે ટટ્ટાર, એકવર્ષાયુ, 25–60 સેમી. ઊંચી, કડક, ભૂખરા ચીકણા રોમ વડે આવરિત શાકીય…
વધુ વાંચો >