બળદેવપ્રસાદ પનારા
ચંદ્રકલા રસ
ચંદ્રકલા રસ : આયુર્વેદિક ઔષધ. શુદ્ધ પારો, તામ્ર ભસ્મ અને અભ્રક ભસ્મ 10-10 ગ્રામ તથા શુદ્ધ ગંધક 20 ગ્રામ લઈ, તે બધાંને ખરલમાં સાથે લઈ, સારી રીતે ઘૂંટીને કજ્જલી કરવામાં આવે છે. પછી તેને નાગરમોથ, દાડમ, દૂર્વા, કેતકી, સહદેવી (ઉપલસરી), કુંવાર, પિત્તપાપડો મરવો અને શતાવરીના રસની વારાફરતી ભાવના આપી, દવા…
વધુ વાંચો >ચંદ્રપ્રભા વટી
ચંદ્રપ્રભા વટી : આયુર્વેદિક ઔષધિ. પાઠ તથા નિર્માણ : કપૂર, વજ, મોથ, કરિયાતું, ગળો, દેવદાર, હળદર, અતિવિષ, દારુહળદર, ગંઠોડાં, ચિત્રક, ધાણા, હરડે, બહેડાં, આમળાં, ચવક, વાવડિંગ, ગજપીપર, સૂંઠ, મરી, લીંડીપીપર, સુવર્ણ માક્ષિકભસ્મ, જવખાર, સાજીખાર, સિંધાલૂણ, સંચળ અને બીડલૂણ – આ દરેક 1-1 ભાગ લેવામાં આવે છે. નસોતર, દંતીમૂળ, તમાલપત્ર, કાગદી…
વધુ વાંચો >ચંદ્રામૃત રસ
ચંદ્રામૃત રસ : આયુર્વેદિક ઔષધિ. પાઠ તથા નિર્માણ : સૂંઠ, મરી, લીંડી પીપર, હરડે, બહેડાં, આમળાં, ચવક, ધાણા, જીરું અને સિંધવ આ 10 વસ્તુઓ 10-10 ગ્રામ લઈ, તેનું ચૂર્ણ કરી, ખરલમાં મૂકી, તેમાં બકરીનું દૂધ નાંખતા જઈ 6 કલાક ખરલ કરવામાં આવે છે. તે પછી તેમાં શુદ્ધ પારો, શુદ્ધ ગંધક…
વધુ વાંચો >(પૂર્ણ) ચંદ્રોદય રસ (મકરધ્વજ)
(પૂર્ણ) ચંદ્રોદય રસ (મકરધ્વજ) : આયુર્વેદિક ઔષધિ. નિર્માણ : બીરબહૂટી અને 7 ઉપવિષોથી બુભુક્ષિત કરેલ પારો 80 ગ્રામ, સોનાનાં વરક 10 ગ્રામ અને શુદ્ધ ગંધક 160 ગ્રામ લેવા. પ્રથમ પારો અને સોનાના વરખ એકત્ર કરી 3 દિવસ લીંબુના રસમાં તેમનું ખરલ કરવામાં આવે છે. રોજ સવારમાં તેમાં 10-10 ગ્રામ સિંધવચૂર્ણ…
વધુ વાંચો >ચંદ્રોદય વટી (મકરધ્વજ વટી)
ચંદ્રોદય વટી (મકરધ્વજ વટી) : આયુર્વેદીય ઔષધ. પાઠ 1 : ચંદ્રોદય રસ 40 ગ્રામ, ભીમસેની કપૂર 40 ગ્રામ પ્રથમ ખરલમાં ખૂબ લઢી લઈ, બારીક કરી લઈ, પછી તેમાં જાયફળ, સમુદ્રશોષ(વરધારા)નાં બી, લવિંગ અને કસ્તૂરી 3-3 ગ્રામ લઈ તેનું ચૂર્ણ કરી, ઉપર્યુક્ત દવામાં મિશ્ર કરવામાં આવે છે. ફરી દવા ખરલ કરી,…
વધુ વાંચો >ચંદ્રોદયાદિ વર્તિ
ચંદ્રોદયાદિ વર્તિ : આયુર્વેદિક ઔષધિ. હરડે, વજ, ઉપલેટ, લીંડીપીપર, કાળાં મરી, બહેડાનાં મીંજ, મન:શીલ તથા શંખનાભિ – આ બધી ચીજો સરખા વજને લઈ, તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, બે દિવસ ખરલમાં દવા ઘૂંટવામાં આવે છે. પછી તેમાં બકરીનું દૂધ થોડું થોડું ઉમેરતાં જઈ, દવા છ કલાક ઘૂંટ્યા પછી તેની લાંબી સળી…
વધુ વાંચો >ચંપો
ચંપો : દ્વિદળી વર્ગમાં આવેલા મૅગ્નોલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Michelia champaca Linn. (હિં. બં. ચંપા, ચંપાક્ષ; મ. પીવળા-ચંપા, સોન-ચંપા; ગુ. ચંપો, પીળો ચંપો; તે. ચંપાકામુ; ત. શેમ્બુગા, ચંબુગમ; ક. સમ્પીગે; મલા. ચંપકમ્; અં. ચંપક) છે. તે 30 મી. સુધીની ઊંચાઈ અને 3.5 મી.નો ઘેરાવો ધરાવતું સદાહરિત વૃક્ષ…
વધુ વાંચો >ચિકાખાઈ (શિકાખાઈ)
ચિકાખાઈ (શિકાખાઈ) : દ્વિદળી વર્ગમાં આવેલા માઇમોઝેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Acacia sinuata (Lour.) Merril syn. A. concinna DC. (સં. વિમલા, સપ્તલા, શ્રીવલ્લી; મ. હિ. શિકાકાઈ; બં. બનરિઠા; ક. શિંગીકાઈ, શીગેયવલ્લી; તા. કિયાકક; તે. ચિકાયા; મલા. ચિકાકાઈ) છે. તે કાંટાળી, આરોહી ક્ષુપ-સ્વરૂપ ધરાવતી જાતિ છે અને ભારતના ઉષ્ણકટિબંધીય જંગલોમાં…
વધુ વાંચો >ચિત્રક
ચિત્રક : આયુર્વેદની વનસ્પતિ. સં. अनल; હિં. चीता, चित्रक. તેની બે જાતો થાય છે. સફેદ અં. વ્હાઇટ લૅડ વર્ટ; લૅ. સિલોન લૅડ વર્ટ, પીળાને લૅ. પ્લમ્બેગો રોઝિયા કહે છે. પીળા રાતા ચિત્રકને અં. રોઝ કલર્ડ લૅડ વર્ટ પણ કહે છે. ચિત્રક પાચક, તીખો, કડવો, ગરમ, રુચિકર, રસાયન, પિત્તસારક, કૃમિઘ્ન, રક્તપિત્તપ્રકોપક,…
વધુ વાંચો >ચિમેડ
ચિમેડ : દ્વિદળી વર્ગમાં આવેલા સિઝાલ્પિનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cassia absus Linn. (સં. અરણ્યકુલ્લિથકા; મ. ઈવળા, રાનકુળીથ, રાનહુલગે; હિં. બનકુલથી, ચાક્ષુ; બં. વનકુલથી; ક. કણ્ણકુટકીનબીજ; ફા. ચષ્મક; અ. ચશ્મિઝજ, તશ્મિજ; અં. ફોરલીવ્હડ કેસિયા) છે. તે ટટ્ટાર, એકવર્ષાયુ, 25–60 સેમી. ઊંચી, કડક, ભૂખરા ચીકણા રોમ વડે આવરિત શાકીય…
વધુ વાંચો >