બળદેવપ્રસાદ પનારા
ટેંટુ
ટેંટુ : દ્વિદળી વર્ગના બિગ્નોનિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Oroxylum indicum (L.) Veut (સં. श्योनाक; હિં. सोनपाठा, सोनपता; મ. टेटु; ગુ. ટેંટુ) છે. તે નાનાથી માંડી મધ્યમ કદનું વૃક્ષ છે અને 12 મીટર સુધીની ઊંચાઈ ધરાવે છે. તેની છાલ આછી ભૂખરી-બદામી હોય છે. તે પોચી વાદળી જેવી હોય છે.…
વધુ વાંચો >ઠાકર, જયકૃષ્ણ ઇન્દ્રજી
ઠાકર, જયકૃષ્ણ ઇન્દ્રજી (જ. 1849, લખપત; અ. 1929) : ગુજરાતના સર્વપ્રથમ અને પ્રખર વનસ્પતિશાસ્ત્રી. જન્મ કચ્છના લખપત ગામે ગિરનારા બ્રાહ્મણ કુટુંબમાં. ગરીબાઈને કારણે તેઓ ઉદાર સખી ગૃહસ્થોની મદદથી માંડ અંગ્રેજીના ચાર ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા હતા. 14 વર્ષની વયે અભ્યાસ તજી આજીવિકા મેળવવા દલાલી, ગ્રંથવિક્રય તથા રસોઇયા તરીકેનું…
વધુ વાંચો >ઠાકર, વિનાયક જે.
ઠાકર, વિનાયક જે. (જ. 23 ડિસેમ્બર 1920, જોડિયા, જિ. જામનગર) : ભારતના આયુર્વેદક્ષેત્રના એક પ્રસિદ્ધ ગુજરાતી વિદ્વાન. તેઓ વેદ, વ્યાકરણ, સંસ્કૃત. સાહિત્ય અને આયુર્વેદના સમર્થ પંડિત તથા ચિંતક છે. તેમણે પ્રાપ્ત કરેલી ઉપાધિઓ આ મુજબ છે : વ્યાકરણ મધ્યમાના સાહિત્યશાસ્ત્રી. કાવ્યતીર્થ એ.એમ.એસ. ડી.લિટ.(આયુ.), એફ.એન.એ.આઇ.એમ. (ઑનર્સ) (વારાણસી), એફ.આર.એ.વી.એમ. (નવી દિલ્હી), ચરકસંહિતાના…
વધુ વાંચો >ડલ્હણ
ડલ્હણ (ડલ્લનાચાર્ય અથવા ડલ્હણાચાર્ય) (ઈ. સ.ની દસમી સદીનો ઉત્તરાર્ધ આશરે) : આયુર્વેદના શલ્યકર્મ ગ્રંથ ‘સુશ્રુતસંહિતા’ના સુપ્રસિદ્ધ ટીકાકાર. તેમની ટીકા આજે સંપૂર્ણ રૂપે મળે છે, જ્યારે સુશ્રુતના અન્ય ટીકાકારોની ટીકા અપૂર્ણ મળે છે. તે ભરતપાલ નામના વૈદ્યરાજના વિદ્વાન સુપુત્ર હતા. તેમના પિતા મથુરા પાસે આવેલ ભાદાનક દેશના રાજા સહપાલના પ્રીતિપાત્ર રાજવૈદ્ય…
વધુ વાંચો >ડાભ
ડાભ : એકદળી વર્ગમાં આવેલ તૃણાદિ (poaceae) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Desmostachya bipinnata stapf. syn. Eragrostis cynosuroides, Beauv. (સં. कुश, दर्भ; હિં. दाभ; ગુ. ડાભડો; મ. दर्भ) છે. તે બહુવર્ષાયુ 30થી 150 સેમી. ઊંચું ગુચ્છિત (tufted) તૃણ છે. ચળકતા પર્ણ-આવરકો સહિતના મજબૂત ભૂસ્તારી (stolon) ધરાવે છે. ભારતનાં મેદાનોમાં બધે…
વધુ વાંચો >ડુક્કરકંદ
ડુક્કરકંદ (વારાહીકંદ) : એકદળી વર્ગના ટેક્સેસી કુળમાં આવેલી વનસ્પતિ. (વૈજ્ઞાનિક નામ Tacca aspera, Roxb. ગુ. ડુક્કરકંદ, વારાહી કંદ). પ્રાય: મોટા પર્વતોના પાણીવાળા પ્રદેશમાં કે બાગમાં વેલા રૂપે થાય છે. તેની ઊંચાઈ 45થી 60 સેમી. હોય છે. તેનાં પર્ણો ઉપવલયી-અંડાકાર (elliptical-ovate) અને 20થી 40 સેમી. લાંબાં હોય છે. પુષ્પો લીલાશ પડતાં…
વધુ વાંચો >તક્રારિષ્ટ
તક્રારિષ્ટ : ‘તક્ર’ એટલે કે છાશને મુખ્ય દ્રવ્ય તરીકે લઈ બનાવેલ અરિષ્ટ પ્રકારનું ઔષધ. ‘ચરકસંહિતા’કારે ચિકિત્સાસ્થાનના આ ઔષધનો ગ્રહણીરોગની ચિકિત્સા રૂપે ઉલ્લેખ કર્યો છે. તક્રારિષ્ટ આ રીતે બને છે : અજમો, આમળાં, હરડે અને કાળાં મરી આ દરેક 3 પલ (1 પલ = 40 ગ્રામ); પાંચેય નમક (સિંધવ, સંચળ, બીડલૂણ,…
વધુ વાંચો >તગર (ગંઠોડાં)
તગર (ગંઠોડાં) : વનસ્પતિના દ્વિદળી વર્ગમાં આવેલા વેલેરિયેનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Valeriana. jatamansi Jones — syn. V. wallichii D. (સં. तगरम् હિં. મ. ગુ. બં. તગર; અં. Indian Valerian) છે. યુરોપિયન તગર (V. officinalis) ઇંગ્લૅન્ડ, યુ.એસ., જર્મની, ફ્રાન્સ, હોલૅન્ડ, બેલ્જિયમ, પૂર્વીય યુરોપ અને જાપાનમાં થાય છે. તે બહુગુણસૂત્રતા…
વધુ વાંચો >તમાકુ
તમાકુ વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી કુળની શાકીય વનસ્પતિ. તે ઉત્તર અને દક્ષિણ અમેરિકાની મૂલનિવાસી છે. ભારતમાં બે જાતિઓ મુખ્યત્વે ઉગાડવામાં આવે છે : (1) Nicotiana tabacum Linn. (હિ.બં.મ. ગુ. તમાકુ) અને (2) N. rustica Linn. ભારતમાં ટેબેકમની લગભગ 69 જેટલી અને રસ્ટિકાની 20 જેટલી જાતોનું સંવર્ધન થાય છે. તમાકુ…
વધુ વાંચો >તમાલપત્ર
તમાલપત્ર : વનસ્પતિના દ્વિદળી વર્ગમાં આવેલા લોરેસી કુળનું વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ cinnamomum tamala (F. Hamilt) nees & eberm (સં. तमालपत्र, મ. સાંભરપાન, હિં. तेजपात, તા. તલીસપત્તીર, તે. તલીસપત્તી) છે. આ વૃક્ષની છાલ ભારતીય તજ (indian cassia bark) તરીકે ઓળખાય છે. હિમાલયના સમશીતોષણથી ઉષ્ણકટિબંધનું પર્યાવરણ ધરાવતા પ્રદેશમાં 1000થી 2600 મી.ની…
વધુ વાંચો >