બળદેવપ્રસાદ પનારા
અષ્ઠીલા
અષ્ઠીલા : પ્રૉસ્ટેટાઇટિસ. પ્રૉસ્ટેટ ગ્રંથિનો સોજો. પ્રાય: 6૦થી 7૦ વર્ષની ઉંમરના માત્ર પુરુષોને જ થતો મૂત્રગતિસંબંધી રોગ. પુરુષોની મૂત્રેન્દ્રિયના મૂળમાં, પેડુ(બસ્તિ)ના પોલાણમાં મૂત્રાશયની કોથળીની અંદર, મૂત્રનળીની શરૂઆત આગળ, મૂત્રનળીને વીંટળાઈને ‘અષ્ઠીલા’ (પૌરુષ)ગ્રંથિ એક ગાંઠ સમાન રહે છે. આ ગ્રંથિ માત્ર પુરુષોને જ હોય છે. તે ગ્રંથિની મધ્યમાં થઈ મૂત્રનળી પસાર…
વધુ વાંચો >આયુર્વેદ : ભારતીય ચિકિત્સાવિજ્ઞાન
આયુર્વેદ : ભારતીય ચિકિત્સાવિજ્ઞાન ભારતનું વૈદક અંગેનું અતિપ્રાચીન શાસ્ત્ર. વેદની જેમ આયુર્વેદની ઉત્પત્તિને પણ દિવ્ય માનવામાં આવી છે. ચરક, સુશ્રુતાદિ આચાર્યો આયુર્વેદને અથર્વવેદનો ઉપવેદ માને છે. જ્ઞાનપરંપરામાં એમ મનાય છે કે સૌપ્રથમ બ્રહ્મદેવે આયુર્વેદનું સ્મરણ કર્યું. તેમણે તે દક્ષ પ્રજાપતિને આપ્યું અને તેમની પાસેથી પ્રાપ્ત કરીને અશ્વિનીકુમારો દેવોના ચિકિત્સક તરીકે…
વધુ વાંચો >ઉદરરોગ (આયુર્વેદવિજ્ઞાન)
ઉદરરોગ (આયુર્વેદવિજ્ઞાન) : મનુષ્યના પેટમાં આવેલ જુદાં જુદાં અંગોની રક્ષા કરનાર ઉદરાવરણના રોગો. ઉદરરોગના બે મુખ્ય પ્રકારો છે. દોષોદર અને દુષ્યોદર. દોષોદરમાં – વાતોદર, પિત્તોદર, કફોદર અને સન્નિપાતોદર, – એ ચાર રોગોનો સમાવેશ થાય છે. દુષ્યોદરમાં – પ્લીહોદર, બદ્ધ ગુદોદર, પરિસ્રાવ્યુદર અને જલોદર એ ચાર રોગોનો સમાવેશ થાય છે. શરીરના…
વધુ વાંચો >ઉદર્દ
ઉદર્દ : ત્વચાના ક્ષુદ્ર રોગ શીળસ કે શીતપિત્તને મળતો એક રોગ. શીળસમાં ઠંડા પવનથી કફ અને પિત્તદોષ વિકૃત થઈ, ત્વચા ઉપર આછા ગુલાબી રંગનાં, ઊપસેલાં અને ખૂજલી તથા દાહનાં લક્ષણોવાળાં અનેક ઢીમચાં કે ગાંઠો થાય છે; પરંતુ ઉદર્દમાં ઠંડા પવનથી માત્ર કફદોષ વિકૃત થાય છે, જેમાં હાથ-પગ તથા છાતી-પીઠની ત્વચા…
વધુ વાંચો >ઉદાવર્ત
ઉદાવર્ત : અધારણીય વેગો પરાણે રોકી રાખવાથી અવરોધેલો વાયુ, અવળો થઈ શરીરમાં અહીં તહીં ગમે ત્યાં (વિમાર્ગે) જાય તે. ઝાડો, પેશાબ, અપાનવાયુ, ભૂખ, તરસ, છીંક, ઊલટી, આંસુ અને બગાસાં જેવા ધારણ ન કરવા જેવા કુદરતી આવેગોને પરાણે રોકી રાખવાના કારણે નીચે ગુદા માર્ગેથી પ્રવર્તનારો પેટનો વાયુ અવળો થઈ, (ગુદા-આંતરડાથી) ઉપર…
વધુ વાંચો >ઉપવાસ
ઉપવાસ ઉપવાસ (હિંદુ ધર્મમાં) ઉપવાસ (उप + वस्) એટલે સમીપે રહેવું. ઇન્દ્રિય નિગ્રહપૂર્વક મનને ઇષ્ટદેવમાં પરોવવું એ તેનો ફલિતાર્થ છે. વૈદિક તેમજ સ્માર્ત કર્મકાંડમાં મુખ્ય કર્મવિધિ જે દિવસે કરવાનો હોય તેના આગલા દિવસે યજમાને તે કર્મમાં ઉપયુક્ત સાધનસંભાર અગ્નિશાળામાં એકઠાં કરી, દીક્ષા ગ્રહણ કરી, અનૃત વ્યવહાર તજી, સત્યાચરણપૂર્વક રાત્રે અગ્નિશાળામાં…
વધુ વાંચો >ઊરુસ્તંભ
ઊરુસ્તંભ : સાથળ જકડાઈ જાય, હલનચલન મર્યાદિત થાય કે સંપૂર્ણપણે અટકી જાય તેવો રોગ. સુશ્રુતે આનો વાતવ્યાધિમાં સમાવેશ કર્યો છે, જ્યારે ચરકે તેને કફજન્ય ગણીને ઊરુસ્તંભ નામથી સ્વતંત્ર રોગ તરીકે વર્ણવ્યો છે. અત્યંત શીત, સ્નિગ્ધ, રુક્ષ અને ગુરુ પદાર્થોનું સેવન, અજીર્ણમાં ભોજન વગેરેથી વધતો આમદોષ, પિત્ત તથા મેદની સાથે સાંધામાં…
વધુ વાંચો >એલાદિવટી
એલાદિવટી : આયુર્વેદિક ઔષધ. સારી લીલવા એલચી, તાજાં તમાલપત્ર તથા પાતળી (તીખી) તજ દરેક 6-6 ગ્રામ; લીંડીપીપર 20 ગ્રામ; સાકર, જેઠીમધ, ઠળિયા વગરનું ખજૂર અને બીજ વગરની કાળી દ્રાક્ષ – એ દરેક 40-40 ગ્રામ લઈ, મોટી ખરલમાં તે વાટી-ઘૂંટી, તેમાં જરૂર પૂરતું મધ મેળવીને ચણીબોર કે કાબુલી ચણા જેવડી મોટી…
વધુ વાંચો >
ઇન્દુ (13મી સદી)
ઇન્દુ (13મી સદી) : ‘અષ્ટાંગહૃદય’ના ટીકાકાર. તેમનો પ્રથમ ઉલ્લેખ ‘અષ્ટાંગહૃદય’ની હેમાદ્રિની ટીકામાં મળે છે. ‘તંત્રયુક્તિવિચાર’ના લેખક વૈદ્ય નીલમેઘે તેમને ‘અષ્ટાંગહૃદય’ના કર્તા વાગ્ભટ્ટના શિષ્ય બતાવ્યા છે, પણ આ કેવળ કેરળના વૈદ્યોમાં પ્રચલિત દંતકથાને આધારે જ છે. તેના અન્ય પુરાવા નથી. ઇન્દુએ ‘અષ્ટાંગહૃદય’ ઉપરાંત ‘અષ્ટાંગસંગ્રહ’ની શશિલેખા નામની લખેલી ટીકા સંપૂર્ણ છે અને…
વધુ વાંચો >