બલદેવ આગજા
લૅંગ, ડેવિડ રસેલ
લૅંગ, ડેવિડ રસેલ (જ. 4 ઑગસ્ટ 1942, ઓટોહુહુ, ઑકલૅન્ડ, ન્યૂઝીલૅન્ડ) : ન્યૂઝીલૅન્ડના ધારાશાસ્ત્રી અને રાજકારણી. ડાબેરી વિચારસરણી ધરાવતા તબીબ પિતાના સંતાન તરીકે ગરીબો પ્રત્યે તેમને ભારે હમદર્દી હતી. 25 વર્ષની વયે એક વર્ષ માટે તેઓ લંડન ગયા. 1970માં ઑકલૅન્ડ યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતકની પદવી મેળવ્યા બાદ તેમણે ધીકતા કાનૂની વ્યવસાયમાં પ્રવેશવાને…
વધુ વાંચો >વ્હિયર, કે. સી.
વ્હિયર, કે. સી. (જ. 1907 ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયન શિક્ષણકાર અને રાજ્યશાસ્ત્રી. આખું નામ વ્હિયર કેનેથ ક્લિન્ટન. તેમણે તેમનો અભ્યાસ સ્કૉચ કૉલેજ, મેલબોર્ન તથા ઑક્સફર્ડ જેવી પ્રખ્યાત શિક્ષણસંસ્થાઓમાં કરેલો. કારકિર્દીના પ્રારંભે 1934થી 1939 દરમિયાન ઑક્સફર્ડના ક્રાઇસ્ટ ચર્ચમાં સાંસ્થાનિક ઇતિહાસના વ્યાખ્યાતા તરીકે સેવા આપી. 1939થી 1944 સુધી કોલંબિયા યુનિવર્સિટી, ઑક્સફર્ડમાં ફેલો તરીકે…
વધુ વાંચો >શાસ્ત્રી, લાલબહાદુર
શાસ્ત્રી, લાલબહાદુર (જ. 2 ઑક્ટોબર 1904, મોગલસરાઈ, ઉત્તરપ્રદેશ; અ. 11 જાન્યુઆરી 1966, તાશ્કંદ, સોવિયેત સંઘ) : ભારતના બીજા વડાપ્રધાન. પિતા શારદાપ્રસાદનો મધ્યમવર્ગીય કાયસ્થ પરિવાર. માત્ર બે વર્ષની વયે પિતાનું અવસાન થયું. પ્રાથમિક શિક્ષણ માંડ માંડ મોગલસરાઈમાં પૂરું કર્યું. મા-દીકરો મામાને ત્યાં વારાણસીમાં આવીને રહ્યાં. શરીર નીચું પણ ઇરાદાઓ ઘણા ઊંચા.…
વધુ વાંચો >સરપંચ
સરપંચ : ગ્રામકક્ષાએ કામ કરતી લોકશાહીની પાયાની સંસ્થા ગ્રામપંચાયતનો વડો. ગ્રામકક્ષાએ લોકશાહીનું સ્વરૂપ ગ્રામપંચાયતની રચનામાં જોવા મળે છે. પંચાયતમાં પ્રતિનિધિઓને ચૂંટીને મોકલવાનું કામ ગામના મતદારો કરે છે. આથી જેમણે પંચાયતમાં સરપંચ કે સભ્ય થવું હોય તેમણે ચૂંટણી કેમ થાય છે, પોતે ચૂંટાવા માટે શું કરવું જરૂરી છે તે જાણવું અગત્યનું…
વધુ વાંચો >સ્થાનિક સ્વરાજ
સ્થાનિક સ્વરાજ : જે તે વિસ્તારમાં, ત્યાંના લોકો પોતે શાસન ચલાવે તેવી પદ્ધતિ. સ્થાન ઉપરથી સ્થાનિક શબ્દ બનેલો છે. સ્વરાજ એટલે લોકોનું પોતાનું શાસન. ગામ કે શહેરમાં વસતા લોકો પોતાના ગામ કે શહેરનો વહીવટ પોતે કે પોતાના પ્રતિનિધિઓ મારફત કરે એને લોકોનું પોતાનું રાજ કે સ્થાનિક સ્વરાજ કહેવાય છે. આવી…
વધુ વાંચો >