બદરીપ્રસાદ મ. ભટ્ટ
રાજકોષીય નીતિ
રાજકોષીય નીતિ અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિઓના નિયંત્રણ માટે અને પૂર્વનિર્ધારિત ઉદ્દેશોને હાંસલ કરવા માટે પ્રયોજવામાં આવતી જાહેર આવક અને જાહેર ખર્ચને સ્પર્શતી નીતિ. આધુનિક અર્થતંત્રમાં વ્યક્તિ કે ગ્રાહક, પેઢી અને રાજ્ય આ ત્રણ આર્થિક એકમો કામ કરે છે. અન્ય આર્થિક એકમોની માફક રાજ્ય પણ આવક મેળવે છે, ખર્ચ કરે છે ને…
વધુ વાંચો >લેણદેણનું સરવૈયું
લેણદેણનું સરવૈયું : કોઈ પણ એક દેશનું વિશ્વના અન્ય દેશો સાથેની લેવડદેવડનું વાર્ષિક સરવૈયું, જેમાં દૃશ્ય અને અદૃશ્ય બંને પ્રકારની લેવડદેવડના નાણાકીય મૂલ્યનો સમાવેશ થતો હોય છે. દૃશ્ય સ્વરૂપની લેવડદેવડમાં ચીજવસ્તુઓના આદાનપ્રદાનના મૂલ્યનો અને અદૃશ્ય સ્વરૂપની લેવડદેવડમાં સેવાઓની લેવડદેવડના મૂલ્યનો સમાવેશ થાય છે. આજના યુગમાં વિશ્વના તમામ દેશો વત્તેઓછે અંશે…
વધુ વાંચો >વપરાશ (consumption)
વપરાશ (consumption) : વ્યક્તિઓ, સંસ્થાઓ તથા સરકારે તેમની વર્તમાન જરૂરિયાતો સંતોષવા માટે કરેલો ચીજવસ્તુઓ અને સેવાઓનો ઉપયોગ. સમગ્ર અર્થતંત્રમાં વપરાશની ચીજવસ્તુઓ તથા સેવાઓ પાછળ કરવામાં આવતા ખર્ચને વપરાશી ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. અર્થતંત્રમાં ઉત્પાદન તથા રોજગારીની સપાટી નક્કી કરવાની દૃષ્ટિએ વપરાશ પાછળ થતું ખર્ચ અગત્યનું છે. લોકો જ્યારે…
વધુ વાંચો >