ફ્રેન્ચ સાહિત્ય
સિરાનો દ બર્ગરેક
સિરાનો દ બર્ગરેક (જ. 1619, પૅરિસ; અ. 1655) : ફ્રેંચ સૈનિક, કટાક્ષલેખક અને નાટ્યકાર. તેમનું જીવન ઘણી રોમાંચક દંતકથાઓનો સ્રોત બની ગયેલું. એડમન્ડ રોસ્ટાન્દ (1868-1918) નામના ફ્રેંચ નાટ્યકારે પણ તે નામનું પદ્યનાટક રચેલું (1897, અં. અનુ. 1937). બર્ગરેકની સાહસિક યાત્રાઓ અંગેની બે કૃતિઓ તેમના મૃત્યુ બાદ પ્રસિદ્ધ થયેલી : ‘વૉયેજ…
વધુ વાંચો >સિરેનો દ બર્ઝરાક (1897)
સિરેનો દ બર્ઝરાક (1897) : પ્રખ્યાત ફ્રાન્સુસી કવિ, નાટ્યકાર. એદમોં રોસ્તાં(1868-1918)નું ખૂબ જાણીતું સફળ નાટક. એમાં રાજા લૂઈ તેરમાના રાજ્યકાળ દરમિયાન થયેલા કવિ-પ્રણયી સિરેનોની પ્રેમકહાણી નિરૂપાઈ છે. ઐતિહાસિક પાત્ર તરીકે સિરેનો (1619-1655) ખુદ કવિ નાટ્યકાર હતો અને એણે ‘ડેથ ઑવ્ એગ્રીપીના’ જેવાં પદ્યનાટકો અને કેટલીક તરંગકથાઓ લખ્યાં હતાં. સિરેનો ઐતિહાસિક…
વધુ વાંચો >સીમોં ક્લૉદ (યુજિન હેન્રી)
સીમોં, ક્લૉદ (યુજિન હેન્રી) (જ. 10 ઑક્ટોબર 1913, ટૅનૅનૅરિવ, માડાગાસ્કર) : ફ્રાન્સના નામી નવલકથાકાર. તેમણે તેમનું શિક્ષણ પૅરિસ ખાતે તેમજ ઑક્સફર્ડ તથા કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં લીધું હતું. તેમણે ચિત્રકાર તરીકેની તાલીમ પણ લીધેલી. તેમની નવીન કોટિની નવલકથાઓ માટે 1985ના વર્ષનો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. બીજા વિશ્વયુદ્ધમાં તેમણે પ્રથમ…
વધુ વાંચો >સેંત બવ ચાર્લ્સ ઑગસ્તિન
સેંત બવ, ચાર્લ્સ ઑગસ્તિન (જ. 23 ડિસેમ્બર 1804, બોલોન, ફ્રાન્સ; અ. 13 ઑક્ટોબર 1869, પૅરિસ) : ફ્રેન્ચ સાહિત્યનો ઇતિહાસ લખનાર વિવેચક. રેનૅસાંથી 19મી સદીના ફ્રેન્ચ સાહિત્યની ઝીણામાં ઝીણી વિગતોને તેમણે પ્રમાણભૂત રીતે રજૂ કરી છે. ટેક્સ-અધીક્ષક પિતાનું મૃત્યુ તેમના જન્મ પહેલાં થયું હતું. તેમનું શિક્ષણ પૅરિસમાં. દાક્તરી વિદ્યાનો અભ્યાસ અધૂરો…
વધુ વાંચો >સૅંદ જ્યૉર્જ
સૅંદ, જ્યૉર્જ (જ. 1 જુલાઈ 1804, પૅરિસ; અ. 8 જૂન 1876, નૉહા, ફ્રાન્સ) : ફ્રેન્ચ મહિલા નવલકથાકાર, નાટ્યકાર, પ્રવાસકથાકાર, પત્રકાર, પત્રલેખક અને આત્મવૃત્તાંતલેખિકા. મૂળ નામ આમૅન્તાઇન – ઑરોર-લુસિલ દુપિન બૅરોનેસ દુદેવા. પિતા મુરાતના એઇદ-દ-કૅમ્પ હતા. માતા પૅરિસમાં છેલ્લામાં છેલ્લી ઢબના સ્ત્રીપરિધાનનાં નિષ્ણાત હતાં. જ્યૉર્જ માતા અને દાદી વચ્ચેના કલહનું નિમિત્ત…
વધુ વાંચો >સ્તેન્ધાલ (Stendhal)
સ્તેન્ધાલ (Stendhal) (જ. 23 જાન્યુઆરી 1783, ગ્રેનોબલ, ફ્રાન્સ; અ. 23 માર્ચ 1842, પૅરિસ) : ફ્રેંચ નવલકથાકાર. (મૂળ નામ મેરી હેનરી બેઇલ) તેમની કૃતિઓમાં નિરૂપાયેલ મનોવિશ્લેષણ અને રાજકીય ચિંતનને કારણે તે ખૂબ પ્રસિદ્ધિ પામ્યા. જે જમાનાના સામાજિક વાતાવરણમાં તે જીવતા હતા, તેના કરતાં વિપરીત પ્રકારના જટિલ નાયકના પાત્રસર્જનને કારણે કથાસાહિત્યમાં નવી…
વધુ વાંચો >હેલ્વેશિયસ ક્લૉડ એડ્રિયન
હેલ્વેશિયસ ક્લૉડ એડ્રિયન (જ. 26 જાન્યુઆરી 1715, પૅરિસ; અ. 26 ડિસેમ્બર 1771, વોરે, ફ્રાંસ) : ફ્રેંચ લેખક, ચિંતક અને એન્સાયક્લોપીડિટ્સ. જેમની નૈતિક અને સામાજિક વિચારસરણીએ ઉપયોગિતાવાદની ચિંતનની શાખા વિકસાવી. આ શાખાના પિતા તરીકે જર્મી બેન્થામનું નામ જાણીતું છે. જોકે બેન્થામે તેના વૈચારિક પ્રભાવનો સ્વીકાર કર્યો છે. પૅરિસમાં જન્મેલા આ ચિંતકના…
વધુ વાંચો >હ્યૂગો વિક્ટર
હ્યૂગો, વિક્ટર (જ. 26 ફેબ્રુઆરી 1802, ફ્રાન્સ; અ. 22 મે 1885, ફ્રાન્સ) : ફ્રેન્ચ કવિ, નવલકથાકાર, નાટકકાર. અંગત જીવન, જાહેર જીવન, સાહિત્ય જીવન – ત્રણે સ્તર પર સક્રિય પ્રતિભા ધરાવતા હ્યૂગોના જીવનમાં વિવિધતા, વિપુલતા હતી. પૅરિસમાં મોટા ભાગનું જીવન વ્યતીત થયું. શૈશવ અસ્થિરતા અને અસ્તવ્યસ્તતામાં ગયું પિતાની પ્રવાસોભરી નોકરીને કારણે;…
વધુ વાંચો >