ફ્રેન્ચ સાહિત્ય
જીદ, આન્દ્રે
જીદ, આન્દ્રે (જ. 22 નવેમ્બર 1868, પૅરિસ; અ. 19 ફેબ્રુઆરી 1951 પૅરિસ) : 1947નું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર પ્રસિદ્ધ ફ્રેંચ નવલકથાકાર, નાટ્યકાર, વિવેચક અને ડાયરીલેખક. પિતા યુનિવર્સિટી પ્રોફેસર અને કાકા ચાર્લ્સ જીદ રાજકારણ અને અર્થશાસ્ત્રના અભ્યાસી. નાનપણથી જ નાજુક તબિયતના હોવાથી તેમને અભ્યાસમાં પણ ખૂબ અડચણ પડેલી. અત્યંત શ્રીમંત કુટુંબમાં…
વધુ વાંચો >જૉન્સ, (સર) વિલિયમ
જૉન્સ, (સર) વિલિયમ (જ. 28 સપ્ટેમ્બર 1746, લંડન; અ. 27 એપ્રિલ 1794 કૉલકાતા) : અઢારમી સદીના પ્રસિદ્ધ અંગ્રેજ પ્રાચ્યવિદ્યાવિદ. તેમણે ઇંગ્લૅન્ડની પ્રખ્યાત શિક્ષણસંસ્થા હૅરો અને ઑક્સફર્ડમાં શિક્ષણ લીધું. વિદ્યાર્થી-અવસ્થા દરમિયાન જ ગ્રીક, ફ્રેંચ અને લૅટિન ભાષાઓ ઉપર પ્રભુત્વ મેળવ્યું. તેમણે ગદ્યમાં લેખો અને પદ્યમાં સુંદર કાવ્યો લખ્યાં. તેમની ભાષા પ્રવાહી…
વધુ વાંચો >ઝારા, ત્રિસ્તાં
ઝારા, ત્રિસ્તાં (જ. 4 એપ્રિલ 1896, મ્વાનેસ્ત, રુમાનિયા; અ. 25 ડિસેમ્બર 1963, પૅરિસ) : ફ્રેન્ચ કવિ, ‘દાદા’ આંદોલનના પ્રણેતા અને પ્રચારક. પ્રથમ વિશ્વયુદ્ધ સમયે યુરોપના ભિન્ન ભિન્ન દેશોના યુવાન નિર્વાસિતો ટૂંક સમય માટે સ્વિટ્ઝર્લૅન્ડમાં ઝુરિકમાં વસ્યા હતા ત્યારે ઝારા પણ નિર્વાસિત તરીકે ઝુરિકમાં હતા. 1916માં હ્યૂગો બાલ, હાન્સ આર્પ આદિએ…
વધુ વાંચો >ઝાઁ મરી ગુસ્તાવ લ ક્લેઝિયો
ઝાઁ મરી ગુસ્તાવ લ ક્લેઝિયો (જ. 13 એપ્રિલ 1940, નાઇસ, ફ્રાન્સ) : 2008નો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર ફ્રેન્ચ સાહિત્યકાર. પિતા બ્રિટિશ અને માતા ફ્રેન્ચ. પૂર્વજો બ્રિટાનીમાંથી ઇલ દ ફ્રાન્સ(આજનું મોરિશિયસ)માં અઢારમી સદીમાં વસાહતી તરીકે આવેલા. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન પરિવારને એકમેકથી છૂટાં પડવાનું થયું. પિતાને પોતાની પત્ની અને બાળકોને નાઇસ…
વધુ વાંચો >ઝોલા, એમિલ
ઝોલા, એમિલ (જ. 2 એપ્રિલ 1840, પૅરિસ; અ. 29 સપ્ટેમ્બર 1902, પૅરિસ) : ફ્રેન્ચ નવલકથાકાર. ઇજનેર પિતાના પુત્ર. કારકિર્દીનો પ્રારંભ કર્યો હેચેટના પ્રકાશનગૃહ ખાતે કારકુન તરીકે; એમાં ગોઠવાઈ ન શકાયાથી પત્રકાર બન્યા, ત્યાં વિવેચન, રાજકારણ તથા નાટ્યપ્રવૃત્તિને લગતી તેમની કામગીરી લગભગ નિષ્ફળ રહી. છેવટે તેમણે ટૂંકી વાર્તાઓ લખવાના ક્ષેત્રે ઝંપલાવ્યું.…
વધુ વાંચો >ઝ્યાં પૉલ સાર્ત્ર
ઝ્યાં પૉલ સાર્ત્ર : જુઓ, સાર્ત્ર, ઝ્યાં પૉલ
વધુ વાંચો >દીદેરો, દેનિસ
દીદેરો, દેનિસ (જ. 5 ઑક્ટોબર 1713, લૉંગ્રેસ, ફ્રાંસ; અ. 31 જુલાઈ 1784 પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેંચ વિશ્વકોશકાર, નાટ્યકલાના તાત્વિક મીમાંસક, નવલકથાકાર અને ફિલસૂફ. ફ્રેન્ચ ક્રાન્તિની પૂર્વભૂમિકા માટેનું નિમિત્ત બની શકે તેવા તેમના મૌલિક વિચારો છે. પિતા ગામની મોભાદાર વ્યક્તિ. લૅટિન અને ગ્રીક ભાષાના શિષ્ટ ગ્રંથોના તેજસ્વી અભ્યાસી તેવા પુત્રને પિતા…
વધુ વાંચો >દુ ગાર્દ, રૉજર માર્ટિન (du Gard, Roger Martin)
દુ ગાર્દ, રૉજર માર્ટિન (du Gard, Roger Martin) (જ. 23 માર્ચ 1881, ફ્રાંસ; અ. 22 ઑગસ્ટ 1958 ફ્રાંસ) : ફ્રાંસના નવલકથાકાર, નાટ્યકાર તેમજ સાહિત્ય માટેના નોબેલ પુરસ્કારના 1937ના વર્ષના વિજેતા. તેમણે પ્રાચીન લિપિવિદ્યા તેમ જ પુરાતત્વવિદ્યાની તાલીમ લીધી હતી. આથી જ કદાચ તેમની કૃતિઓમાં તાટસ્થ્યપૂર્ણ અભિગમ તેમજ વિગતોની ઔચિત્યપૂર્વકની ચોકસાઈ…
વધુ વાંચો >દુહામેલ, જ્યોર્જ
દુહામેલ, જ્યોર્જ (જ. 30 જૂન 1884, પૅરિસ; અ. 13 એપ્રિલ 1966, વાલ્મોન્દોઈ) : ફ્રેન્ચ નવલકથાકાર, કવિ, વિવેચક. 1908માં વિજ્ઞાન-વિદ્યાશાખામાં પદવી મેળવ્યા બાદ તબીબી વિદ્યાનો અભ્યાસ કરીને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરની અગ્રિમ હરોળમાં સર્જન તરીકે સેવા આપી. યુદ્ધમાં ઘવાયેલ સૈનિકોની વેદના જોઈ તે દ્રવી ઊઠ્યા. યુદ્ધની નિરર્થકતાની અનુભૂતિ થતાં તેમણે ‘લા…
વધુ વાંચો >પ્રૂસ્ત, માર્સેલ
પ્રૂસ્ત માર્સેલ (જ. 26 સપ્ટેમ્બર 1754, એંજર્સ, ફ્રાન્સ; અ. 5 જુલાઈ 1826, એંજર્સ) : ફ્રેંચ નવલકથાકાર. ફ્રેંચ કૅથલિક કુટુંબના પિતા અને શ્રીમંત યહૂદી કુટુંબનાં માતાનું સંતાન. પિતા ખ્યાતનામ દાક્તર. પ્રૂસ્ત ઉપર 1880માં પ્રથમ વાર અસ્થમાનો હુમલો થયો. ત્યારબાદ તે દર્દ જીવનભર તેમનો પીછો કરતું રહ્યું. બાળપણમાં પોતાની નાનીમા સાથે ઇલિયસૅ…
વધુ વાંચો >