ફ્રેન્ચ સાહિત્ય

બ્વાલૉ-દેપ્રેઓ, નિકૉલા

બ્વાલૉ-દેપ્રેઓ, નિકૉલા (જ. 1 નવેમ્બર 1636, પૅરિસ; અ. 13 માર્ચ 1711, પૅરિસ) : ફ્રેન્ચ વિવેચક અને કવિ. મૉલિયર, લા ફૉન્તેન અને રેસિનના મિત્ર, કાયદાનિષ્ણાત અને રાજ્યમાન્ય ઇતિહાસકાર. નવ્ય પ્રશિષ્ટતાવાદ(neo-classicism)ના પુરસ્કર્તા. પોતાની હયાતીમાં ફ્રાન્સ માટે જીવતીજાગતી દંતકથા બની ગયા હતા. પિતા સરકારમાં ઉચ્ચ પદાધિકારી. 2 વર્ષના હતા ત્યારે માતાનું અવસાન. પોતે…

વધુ વાંચો >

માયલેટ, એન્તૉન

માયલેટ, એન્તૉન (જ. 1866, મુલિન્સ, ફ્રાન્સ; અ. 1936) : ફ્રેંચ ભાષાવિજ્ઞાની. ઇન્ડો-યુરોપિયન ભાષાઓના તેઓ પ્રમાણભૂત નિષ્ણાત લેખાતા હતા. 1891થી 1906 સુધી એકોલ દે હૉત્ઝ એટ્યૂસ ખાતે તથા 1906થી કૉલેજ દ ફ્રાન્સ ખાતે તેમણે પ્રોફેસર તરીકે કાર્ય કર્યું હતું. તેમના શાસ્ત્રશુદ્ધ અને આધારભૂત ગ્રંથોમાં ઓલ્ડ સ્લૅવૉનિક, ગ્રીક, આર્મેનિયન, જૂની પર્શિયન ભાષાઓ…

વધુ વાંચો >

મારિવો, પ્યેર

મારિવો, પ્યેર (જ. 4 ફેબ્રુઆરી 1688, પૅરિસ; અ. 12 ફેબ્રુઆરી 1763, પૅરિસ) : ફ્રેંચ નાટ્યકાર, નવલકથાકાર અને પત્રકાર. પૅરિસના અત્યંત ધનિક કુટુંબમાં જન્મ. પિતા વકીલ હતા અને પુત્રને પણ વકીલાતની તાલીમ આપેલી, પણ મારિવોને રાજદરબારમાં ભજવાતાં નાટકોમાં વધુ રસ હતો. વીસ વર્ષની ઉંમરે પહેલું નાટક ‘ધ પ્રૂડન્ટ ઍન્ડ ઇક્વિટેબલ ફાધર’…

વધુ વાંચો >

મારો, ક્લેમાં

મારો, ક્લેમાં (જ. 1496, કેહૉર્સ, ફ્રાન્સ; અ. સપ્ટેમ્બર 1544, તુરિન, સેવૉય) : ફ્રેન્ચ રેનેસાંસ યુગના મહાન કવિ. પિતા ઝાં એન દ’ બ્રિટેન તથા ફ્રાન્સિસ(પહેલા)ના દરબારમાં સારો હોદ્દો ધરાવતા પ્રતિષ્ઠિત નાગરિક અને કવિ હતા. 1514માં મારો રાજાના મંત્રી દ’ વિલેરીના અંગત મદદનીશ બન્યા અને પિતાના પગલે દરબારી કવિ બનવાની મહેચ્છાથી ફ્રાન્સિસ(પહેલા)નાં…

વધુ વાંચો >

માલરો, આન્દ્રે

માલરો, આન્દ્રે (જ. 1901, પૅરિસ; અ. 1976) : ફ્રાન્સના રાજકારણી અને નવલકથાકાર. તેમણે પૌર્વાત્ય ભાષાઓનો ઘણો અભ્યાસ કર્યો હતો અને ચીનમાં તેમણે ગૉમિંગડાંગ (ચાઇનીઝ નૅશનલ પીપલ્સ પાર્ટી) માટે કામગીરી બજાવી અને ઘણો સમય ગાળ્યો હતો. 1927ની ચીનની ક્રાંતિમાં તેમનો સક્રિય હાથ હતો. તેઓ સ્પેનના આંતરવિગ્રહ દરમિયાન પણ યુદ્ધમાં સક્રિય રહ્યા…

વધુ વાંચો >

માલહર્બ, ફ્રાન્સ્વા દ

માલહર્બ, ફ્રાન્સ્વા દ (જ. 1555, કાન કે તેની નજીક, ફ્રાન્સ; અ. 16 ઑક્ટોબર 1628, પૅરિસ) : ફ્રેન્ચ કવિ. તેમણે પોતાની ઓળખ ‘શબ્દોને સુચારુ રીતે ગોઠવી આપનાર ઉત્તમ કીમિયાગર’ તરીકે આપી છે. સિદ્ધાંતનિષ્ઠ હોવાથી પોતે કાવ્યમાં ચુસ્ત સ્વરૂપ, આત્મસંયમ અને ભાષાની શુદ્ધતાના પ્રખર હિમાયતી હતા. ફ્રેન્ચ સૌષ્ઠવપ્રિયવાદ(classicism)નો પાયો નાંખનાર પુરોગામીઓમાં તેમનું…

વધુ વાંચો >

માલાર્મે, સ્તેફાન

માલાર્મે, સ્તેફાન (જ. 18 માર્ચ 1842, પૅરિસ; અ. 9 સપ્ટેમ્બર 1898, વૅલ્વિન્સ, ફૉન્તેન બ્લો, ફ્રાન્સ) : ફ્રેન્ચ કવિતામાં પ્રતીકવાદીઓના આંદોલનના પ્રણેતા (પૉલ વર્લેન સાથે) અને કવિ. તેમણે એડ્ગર ઍલન પોનાં કાવ્યોનો અનુવાદ કર્યો હતો. માલાર્મેને માતાની હૂંફ વધુ સમય મળી નહોતી. તેઓ પાંચેક વર્ષના હતા ત્યારે માતાનું ઑગસ્ટ 1847માં, 10…

વધુ વાંચો >

મેન્ડેસ, કાટ્યુલે

મેન્ડેસ, કાટ્યુલે (જ. 22 મે 1843, બૉરડૉક્સ, ફ્રાન્સ; અ. 9 ફેબ્રુઆરી 1909, પૅરિસ) : ફ્રાન્સના નામી કવિ, નાટ્યલેખક અને નવલકથાકાર. તેમના પિતા બૅન્કર હતા. મેન્ડેસે 1860માં ‘લ રિવ્યૂ ફેંતેઝિસ્ત’ નામની કૃતિ રચીને પૅરિસમાં કવિ તરીકે ખ્યાતિ મેળવી. તેમની આ કૃતિ પછીની અન્ય કૃતિઓ માટે માર્ગદર્શક બની. 1866–76 સુધી તેમણે ‘લ…

વધુ વાંચો >

મૅલેર્બ, ફાંસ્વા દ

મૅલેર્બ, ફાંસ્વા દ [જ. 1555, કૅન (નજીક), ફ્રાન્સ; અ. 16 ઑક્ટોબર 1628, પૅરિસ] : ફ્રેન્ચ કવિ અને સિદ્ધાંતપ્રવર્તક. ચુસ્ત આકાર-સૌષ્ઠવ, શૈલીની સંયતતા અને કાવ્યબાનીની શુદ્ધતા પરત્વેના તેમના અત્યાગ્રહને પરિણામે જ ફ્રૅન્ચ ક્લાસિસિઝમનો આવિષ્કાર થયો. તેમણે કૅન અને પૅરિસ ખાતે અને પાછળથી બૅઝબ (1571) તથા હાઇડલબર્ગ (1573) યુનિવર્સિટી ખાતે પ્રૉટેસ્ટન્ટ ધર્મનું…

વધુ વાંચો >

મોદિયાનો, પૅટ્રિક (Modiano, Patrick)

મોદિયાનો, પૅટ્રિક (Modiano, Patrick) (જ. 30 જુલાઈ 1945, બોલોગ્ને, બિલાંકોટે, ફ્રાંસ) : 2014નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર મેળવનાર ફ્રાંસના નવલકથાકાર. તેઓ પૅટ્રિક મોદિયાનો તરીકે વધારે જાણીતા છે. તેમનાં સાહિત્યિક લખાણોના 30 કરતાં પણ વધારે ભાષામાં અનુવાદ થયા છે. નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયા પછી તેમની નવલકથાઓના અંગ્રેજીમાં અનુવાદ થયા હતા. પૅટ્રિકનો જન્મ…

વધુ વાંચો >