પ્ર. ચૂ. વૈદ્ય
અહિંસા
અહિંસા મન, વાણી અથવા કર્મથી હિંસા ન કરવી તે. દિનપ્રતિદિન દુનિયાભરમાં હિંસાનું આચરણ વધતું જતું જણાય છે. આતંકવાદ; ભાષાકીય, પ્રાદેશિક અને જાતીય અથડામણો; શક્તિશાળી રાજ્યો દ્વારા અન્ય રાજ્યોમાં થતી દરમિયાનગીરી; મહિલાઓ અને નબળા વર્ગો ઉપર થતા અત્યાચાર; લશ્કરી તેમજ બિનલશ્કરી વસ્તીનો વધુ ને વધુ મોટા પાયા ઉપર નાશ કરી શકે…
વધુ વાંચો >આઇન્સ્ટાઇન, આલ્બર્ટ
આઇન્સ્ટાઇન, આલ્બર્ટ [જ. 14 માર્ચ 1879, ઉલ્મ (જર્મની); અ. 18 એપ્રિલ 1955, પ્રિન્સ્ટન (અમેરિકા)] : નોબેલ પારિતોષિકવિજેતા જર્મન ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ. સાપેક્ષતા (relativity) સિદ્ધાંતના સ્થાપક. જન્મને બીજે જ વર્ષે વતન ઉલ્મ છોડીને પિતા હર્મન આઇન્સ્ટાઇન મ્યુનિકમાં સકુટુંબ સ્થિર થયેલા. આલ્બર્ટ બોલતાં ઘણું મોડું શીખેલો. પ્રાથમિક શિક્ષણ કૅથલિક શાળામાં પૂરું કરીને…
વધુ વાંચો >ગુરુત્વાકર્ષણ
ગુરુત્વાકર્ષણ : વિવિધ પદાર્થો વચ્ચે પ્રવર્તતું અખિલ બ્રહ્માંડને આવરી લેતું નૈસર્ગિક આકર્ષણનું બળ. પૂર્વભૂમિકા : ઈ. સ. 1919માં સૂર્યના ખગ્રાસ ગ્રહણ સમયે દક્ષિણ આટલાંટિક મહાસાગરમાં આવેલા પ્રિન્સાઇપ ટાપુ ઉપરથી કરેલાં અવલોકનો દ્વારા આઇન્સ્ટાઇનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાન્તનું ન્યૂટનના સિદ્ધાંત ઉપર ચડિયાતાપણું સાબિત થયું; ત્યારપછી પ્રોફેસર આઇન્સ્ટાઇનની વિશ્વભરમાં ખ્યાતિ ફેલાઈ અને દુનિયાભરમાંથી તેમને…
વધુ વાંચો >ગુરુત્વીય ત્રિજ્યા
ગુરુત્વીય ત્રિજ્યા : આઇન્સ્ટાઇનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત મુજબ M દ્રવ્યમાનના તારકના કેન્દ્રથી r અન્તરે આવેલા બિન્દુએ પ્રકાશનો વેગ C નહિ રહેતાં ઘટશે અને થશે. અહીં G એ ગુરુત્વનો અચલાંક છે. આ ઘટેલો પ્રકાશનો વેગ જો શૂન્ય થઈ જાય તો અથવા ને તારકની ગુરુત્વ ત્રિજ્યા કહે છે. તે અંતરે પ્રકાશનો વેગ શૂન્ય…
વધુ વાંચો >ગુરુત્વીય નિપાત (gravitational collapse)
ગુરુત્વીય નિપાત (gravitational collapse) : આંતરતારકીય વાદળમાં અને તારકની અંદર, ગુરુત્વાકર્ષણ દ્વારા થતાં સંકોચન અને નિપાત. ખભૌતિકીમાં આ ઘટના ઘણી મહત્વની છે, કારણ કે તેની દ્વારા તારકો, તારકગુચ્છો અને તારકવિશ્વોનું સર્જન અને વિસર્જન બંને થતાં હોય છે. કેટલીક વખત આંતરતારકીય વાદળનું સંઘટ્ટન એટલા બધા પ્રમાણમાં થાય છે કે તેના કેન્દ્રીય…
વધુ વાંચો >નારળીકર, જયન્ત વિષ્ણુ
નારળીકર, જયન્ત વિષ્ણુ (જ. 19 જુલાઈ 1938, કોલ્હાપુર) : ભારતના એક અગ્રણી વૈજ્ઞાનિક અને ગણિતજ્ઞ. વિજ્ઞાન અને ભારતીય સંસ્કૃતિનો સમન્વય ધરાવતા કુટુંબમાં જન્મ. તેમના પિતા વિષ્ણુ વાસુદેવ નારળીકર બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં તથા પુણે યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસર હતા અને તેઓ ભારતમાં આઇન્સ્ટાઇનના સાપેક્ષતાના સિદ્ધાંત ઉપર ગાણિતિક સંશોધનની પરંપરા શરૂ કરનાર અગ્રણી…
વધુ વાંચો >નારળીકર, વિષ્ણુ વાસુદેવ
નારળીકર, વિષ્ણુ વાસુદેવ (જ. 26, સપ્ટેમ્બર 1908, કોલ્હાપુર; અ. 1 એપ્રિલ 1991, પુણે) : ભારતના અગ્રણી વૈજ્ઞાનિક. જન્મ એક સંસ્કારી કુટુંબમાં. મૂળ વતન કોલ્હાપુર પાસેનું પાટગાંવ. પિતા વાસુદેવ શાસ્ત્રી સંસ્કૃતના પંડિત હતા. ભાગવત પુરાણ ઉપર તેમનાં વ્યાખ્યાનો સાંભળવા મોટી મેદની ભેગી થતી. આ સંસ્કારની વિષ્ણુ નારળીકર ઉપર ઘણી અસર હતી…
વધુ વાંચો >