પ્ર. ઉ. શાસ્ત્રી

દુર્ગા

દુર્ગા : હિંદુ ધર્મ મુજબ આદ્યશક્તિ પાર્વતી દેવીનું કાલી, ચંડી, ભૈરવી વગેરે જેવું ઉગ્ર રૂપ. દુર્ગાનો જન્મ આદ્યશક્તિથી થયો છે. ‘સુપ્રભેદાગમ’ નામના ગ્રંથમાં દુર્ગાને વિષ્ણુની નાની બહેન કહી છે. શૈવ–આગમો દુર્ગાનાં નવ રૂપો ગણાવે છે; જેમાં (1) નીલકંઠી, (2) ક્ષેમંકરી, (3) હરસિદ્ધિ, (4) રુદ્રાંશદુર્ગા, (5) વનદુર્ગા, (6) અગ્નિદુર્ગા, (7) જયદુર્ગા,…

વધુ વાંચો >

દુ:ખત્રય

દુ:ખત્રય : સંસારમાં અનુભવવા મળતાં આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક એ ત્રણે પ્રકારનાં દુ:ખોનો સમૂહ. દુ:ખ એટલે શારીરિક કે માનસિક વ્યથા અથવા પીડા. ભારતીય દર્શનોએ દુ:ખ વિશે સૂક્ષ્મ વિચાર કર્યો છે; કારણ કે રોગ, ઘડપણ, મૃત્યુ વગેરે જગતનાં દુ:ખોમાંથી છુટકારો એટલે મોક્ષ જગતના પરમ તત્વના જ્ઞાનથી થાય છે. પરિણામે દુ:ખ એ…

વધુ વાંચો >

દૂતાંગદ

દૂતાંગદ : સંસ્કૃત કવિ સુભટનું રચેલું રામાયણ પર આધારિત એકાંકી રૂપક. રામના દૂત તરીકે અંગદ રાવણ પાસે જઈ વાત કરે છે એ પ્રસંગને પ્રધાન રીતે વર્ણવતું હોવાથી દૂતાંગદ એવું શીર્ષક નાટ્યકારે આપ્યું છે. સુભટ કવિએ તેની પ્રસ્તાવનામાં જણાવ્યા મુજબ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ પછી આવેલા રાજા કુમારપાળ (1088થી 1172) દ્વારા…

વધુ વાંચો >

દોષો (કાવ્યના)

દોષો (કાવ્યના) : કાવ્યના આત્મા રસને હાનિકારક તત્ત્વો. અનૌચિત્ય એ જ કાવ્યદોષનું મૂળ છે. રસની પ્રતીતિમાં વિઘાત કરે તે રસદોષ, વિલંબ કરે તે અર્થદોષ અને અવરોધ કરે તે શબ્દદોષ – એવા ત્રણ મુખ્ય પ્રકારો થઈ શકે. આ રીતે રસને સીધી હાનિ પહોંચાડે તે રસદોષ છે. વીર રસમાં શૂરવીર યોદ્ધાને બદલે…

વધુ વાંચો >

દ્રવ્ય

દ્રવ્ય : વૈશેષિક દર્શન અને તર્કશાસ્ત્ર અનુસાર ગુણ અને ક્રિયા જેના આધારે રહેલાં હોય તેવો પ્રથમ પદાર્થ. દ્રવ્યત્વ જાતિ જેમાં સમવાય સંબંધથી રહેલી હોય તેનું નામ દ્રવ્ય. સૈદ્ધાન્તિક રીતે દ્રવ્ય ઉત્પત્તિની પ્રથમ ક્ષણે નિર્ગુણ અને નિષ્ક્રિય હોય છે. તે પછી બીજી ક્ષણથી સગુણ અને સક્રિય બને છે. વૈશેષિક દર્શને માન્ય…

વધુ વાંચો >

ધનુર્વેદ

ધનુર્વેદ : યજુર્વેદનો ઉપવેદ. તેમાં અસ્ત્રશસ્ત્રવિદ્યા અને યુદ્ધકળા વિશે માહિતી આપવામાં આવી છે. ધનુર્વેદ બ્રહ્માના દક્ષિણ મુખમાંથી નીકળ્યો હોવાની માન્યતા છે. તેમાં વિવિધ અસ્ત્ર, શસ્ત્ર, યુદ્ધના પ્રકારો, યુદ્ધમાં વપરાતાં વાહનો વગેરે અનેક વિષયોનું વર્ણન છે. ધનુર્વેદનાં પાંચ અંગો છે. મંત્રમુક્ત નામનું પ્રથમ અંગ મંત્રથી છોડવામાં આવતાં અસ્ત્રશસ્ત્રો વિશે ચર્ચા કરે…

વધુ વાંચો >

ધર્મસૂત્ર

ધર્મસૂત્ર : ધર્મ શબ્દનો અર્થ વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાજ્ય વગેરેને ધારણ કરનારા એટલે તેને ટકાવી રાખનારા નિયમો કે કાયદાઓ એવો છે. આવા નિયમો કે કાયદાઓને સંક્ષેપમાં રજૂ કરનારા સૂત્રાત્મક શૈલીએ લખાયેલા ગ્રંથોને ધર્મસૂત્રો કહે છે. ધર્મશાસ્ત્રનો આરંભ આ ધર્મસૂત્રોથી થયો છે. એ પછી ધર્મશાસ્ત્ર સ્મૃતિગ્રંથોમાં રજૂ થયું છે. છેલ્લે, સ્મૃતિઓનો…

વધુ વાંચો >

ધુનિ અને ચુમુરિ

ધુનિ અને ચુમુરિ : ‘ધુનિ’ અને ‘ચુમુરિ’ એ બંને વેદમાં વપરાયેલા શબ્દો છે. ‘ધુનિ’ શબ્દ પ્રશિષ્ટ સંસ્કૃતમાં નદીના અર્થમાં જાણીતો છે. પરંતુ ધુનિ શબ્દનો મૂળ અર્થ અવાજ કે ગર્જના કરી રહેલ એવો છે. તેથી ગર્જના કરતા પવન, ખળખળ અવાજ કરતી નદી, ગળણીમાંથી ગળાઈને પડતો સોમરસ તેવા અર્થમાં રૂઢ થયેલો ‘ધુનિ’…

વધુ વાંચો >

નમિસાધુ

નમિસાધુ (ઈ. સ. 1050–1150 આશરે) : આચાર્ય રુદ્રટે રચેલા ‘કાવ્યાલંકાર’ નામના કાવ્યશાસ્ત્રના સંસ્કૃત ગ્રંથ પરની ટીકાના લેખક. તેમનું બીજું નામ નમિપંડિત છે. તેઓ શ્વેતાંબર જૈન હતા એવું સૂચન તેમના નામની આગળ મૂકવામાં આવેલા ‘શ્વેતભિક્ષુ’ એવા શબ્દ વડે મળે છે. તેઓ શાલિભદ્રસૂરિ નામના ગુરુના શિષ્ય હતા એવો નિર્દેશ તેમણે પોતે જ…

વધુ વાંચો >

નમુચિ

નમુચિ : બળવાન રાક્ષસનું નામ. ઇન્દ્રને હાથે તેનું મૃત્યુ થયાનો ઉલ્લેખ મહાભારત, સભાપર્વમાં (અધ્યાય 50ના શ્લોક 22) અને કાલિદાસના રઘુવંશમાં (9/22) થયો છે. બધા રાક્ષસોને ઇન્દ્રે હરાવ્યા, પરંતુ નમુચિએ ઇન્દ્રને કેદ કર્યો. એ પછી નમુચિએ ઇન્દ્ર તેને દિવસે કે રાતે, ભીની કે સૂકી વસ્તુથી મારી ના શકે એ શરતે ઇન્દ્રને…

વધુ વાંચો >