પ્ર. ઉ. શાસ્ત્રી

શાસ્ત્રી, શંકરલાલ માહેશ્વર

શાસ્ત્રી, શંકરલાલ માહેશ્વર (જ. 1844, જામનગર; અ. 1917) : સંસ્કૃત ભાષાના ગુજરાતના અગ્રણી કવિ અને નાટ્યકાર. તેમના પિતાનું નામ મહેશ્વર કે માહેશ્વર ભટ્ટ અને તેમનાં માતાનું નામ મોંઘીબહેન હતું. તેઓ ભારદ્વાજ ગોત્રના પ્રશ્ર્નોરા નાગરજ્ઞાતિના બ્રાહ્મણ હતા. તેમનું વતન સૌરાષ્ટ્રમાં જામનગર હતું, પરંતુ તેમની કર્મભૂમિ મોરબી શહેર હતું. તેઓ કેશવજી મોરારજી…

વધુ વાંચો >

શાસ્ત્રી, હાથીભાઈ

શાસ્ત્રી, હાથીભાઈ (જ. 1860; અ. 1939) : સંસ્કૃત ભાષાના વિદ્વાન. તેમનું મૂળ નામ લક્ષ્મીશંકર. પરંતુ તેઓ પોતાના હુલામણા નામ ‘હાથીભાઈથી’ જાણીતા થયા. તેમનાં માતાનું નામ કેસરી ઉર્ફે કુશલીબહેન. પિતાનું નામ હરિશંકર મૂળજી દવે. જામનગરમાં પિતા ઝવેરાતનો વેપાર કરતા. તેમનાં માતા ઝવેરીની પેઢી હાથીભાઈ સંભાળે એવા મતનાં હતાં; જ્યારે હાથીભાઈ નાનપણથી…

વધુ વાંચો >

શિક્ષા (વેદાંગ અને ઉચ્ચારણશાસ્ત્ર)

શિક્ષા (વેદાંગ અને ઉચ્ચારણશાસ્ત્ર) : પ્રાચીન વેદમંત્રોનાં ઉચ્ચારણોને લગતું શાસ્ત્ર અને છ વેદાંગોમાંનું એક વેદાંગ. શિક્ષાની વ્યુત્પત્તિ એવી છે કે વેદના ઉચ્ચાર માટે શક્તિશાળી બનાવે તે શિક્ષા. વેદના રચનાકાળથી હજારો વર્ષો પહેલાં વેદમંત્રોનો ઉચ્ચાર થતો હતો તે પ્રમાણે જ આજે પણ તેનો ઉચ્ચાર થાય અને સ્વર કે વર્ણના ઉચ્ચારમાં દોષો…

વધુ વાંચો >

શિશુપાલવધ (સાતમી સદી)

શિશુપાલવધ (સાતમી સદી) : સંસ્કૃત ભાષાનાં પાંચ શ્રેષ્ઠ મહાકાવ્યોમાંનું એક. મહાકવિ માઘે લખેલું આ મહાકાવ્ય સંસ્કૃત સાહિત્યની બૃહતત્રયીમાં પણ સ્થાન પામેલું છે. તેનું શીર્ષક સૂચવે છે તેમ શિશુપાલના વધનો પ્રસંગ તેમાં વર્ણવાયો છે. વીસ સર્ગના બનેલા આ મહાકાવ્યના પહેલા સર્ગમાં દ્વારકામાં શ્રીકૃષ્ણ પાસે નારદ મુનિ આવે છે. કૃષ્ણ મુનિનો સત્કાર…

વધુ વાંચો >

શિંગભૂપાલ

શિંગભૂપાલ (ઈ. સ.ની 14મી સદીમાં હયાત) : સંસ્કૃત ભાષાના કવિ, વિવેચક અને શાસ્ત્ર લેખક. આ લેખકને વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. ‘શિંગમ્ નાયક’, ‘શિંગરાજા’, ‘શિંગધરણીશ’, ‘શિંગમહીપતિ’ અને ‘સિંહભૂપાલ’ વગેરે નામો તેમના માટે પ્રચલિત છે. તેઓ રેચર્લ વંશના રાજા હતા. તેમની રાજધાની રાજાચલ કે રાચકોંડા હતી. વિંધ્ય પર્વત અને શ્રીશૈલ પર્વત…

વધુ વાંચો >

શુક્લ ભૂદેવ અને રસવિલાસ

શુક્લ ભૂદેવ અને રસવિલાસ (1550-1615 ?) : ગુજરાતના અલંકારશાસ્ત્રી. ગુજરાતના જંબુસરના વતની ભૂદેવ શુક્લના પિતાનું નામ શુકદેવ અથવા સુખદેવ હતું. ભૂદેવ શુક્લ તેમના પ્રથમ પુત્ર હતા. તેમના ગુરુનું નામ શ્રીકંઠ દીક્ષિત હતું. તેમની પાસે ‘કાવ્યપ્રકાશ’નો અભ્યાસ ભૂદેવ શુક્લે કરેલો. શ્રીકંઠ દીક્ષિતને જામ સત્તરસાલ ઉર્ફે શત્રુશલ્યે રાજ્યાશ્રય આપેલો. નવાનગરના જામ શત્રુશલ્યનો…

વધુ વાંચો >

શૂદ્રક

શૂદ્રક : સંસ્કૃત નાટ્યકાર. ‘મૃચ્છકટિક’ નાટકના સર્જક. તેની પ્રસ્તાવનામાં શૂદ્રક વિશે જે માહિતી મળે છે તે આ પ્રમાણે છે : શૂદ્રક ઋગ્વેદ, સામવેદ અને ગણિતના તેમજ નૃત્ય અને સંગીત જેવી વૈશિકી કલાના જાણકાર હતા. ભગવાન શિવની કૃપાથી તેમને ગજશાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત થયેલું. તેમની આંખો બગડેલી, પણ પછીથી તે સારી થયેલી.…

વધુ વાંચો >

શૃંગારપ્રકાશ

શૃંગારપ્રકાશ : સંસ્કૃત અલંકારશાસ્ત્રનો મહાકાય ગ્રંથ. આ ગ્રંથ 1955 પછી પ્રકાશિત થયેલો છે. 1963માં ઇન્ટરનૅશનલ એકૅડેમી ઑવ્ સંસ્કૃત રિસર્ચ, મૈસૂર દ્વારા પ્રકાશિત થયો છે. શ્રી યદુગિરિ યતિરાજ સંપત્કુમાર રામાનુજ મુનિએ તેનું સંપાદન કરેલું છે; જ્યારે જોશ્યેર નામના વિદ્વાને તે પ્રગટ કર્યો છે. તેની મૂળ હસ્તપ્રત એક જ છે અને તેમાં…

વધુ વાંચો >

શોભાકર મિત્ર

શોભાકર મિત્ર : ભારતીય અલંકારશાસ્ત્રી. શોભાકર કાશ્મીરી લેખક હતા. તેમના પિતાનું નામ ત્રયીશ્વર હતું અને તેઓ પ્રધાન હતા. એમણે રચેલો ‘અલંકારરત્નાકર’ નામનો ગ્રંથ કાશ્મીરમાં ખૂબ પ્રચલિત થયો હશે, કારણ કે યશસ્કર નામના કવિએ શોભાકરના ગ્રંથ ‘અલંકારરત્નાકર’નાં સૂત્રોનાં ઉદાહરણો ક્રમ મુજબ આપતું ‘દેવીશતક’ નામનું કાવ્ય લખ્યું છે. તેમણે રુય્યકના ‘અલંકારસર્વસ્વ’ નામના…

વધુ વાંચો >

શ્રીકંઠ

શ્રીકંઠ : સંસ્કૃત ભાષાના કવિ અને પંડિત. શ્રીકંઠ ઉદીચ્ય બ્રાહ્મણ હતા. તેમના પિતાનું નામ મંગલ હતું. મંગલ સદ્ગુણોના ભંડાર, શ્રેષ્ઠ બ્રાહ્મણ અને વિષ્ણુભક્ત હતા. કવિ શ્રીકંઠ મૂળ દક્ષિણ ભારતીય હશે એવું કેટલાક વિદ્વાનો માને છે. અલબત્ત, ગુજરાત તેમની કર્મભૂમિ હતી એ નિ:શંક છે. પોતાની જાતને તેઓ ‘કાવ્યકલાકુશલ કવિ’ તરીકે ઉલ્લેખે…

વધુ વાંચો >