પ્ર. ઉ. શાસ્ત્રી
કુન્તક
કુન્તક (950-1050 આસપાસ) : કુન્તક, કુન્તલ કે કુન્તલક વગેરે અભિધાનોથી જાણીતા કાશ્મીરી વિદ્વાન. કાવ્યનો આત્મા વક્રોક્તિ છે એ સિદ્ધાન્તનું પ્રતિપાદન કરતાં તેમણે પોતાના ગ્રંથનું શીર્ષક ‘વક્રોક્તિજીવિત’ આપ્યું હોવાથી વક્રોક્તિજીવિતકાર તરીકે તે પ્રસિદ્ધ છે. 950 પહેલાં થયેલા રાજશેખરનો કુન્તકે ઉલ્લેખ કર્યો છે અને 1050 પછી થયેલા મહિમ ભટ્ટે કુન્તકનો નામોલ્લેખ કર્યો…
વધુ વાંચો >ચૌર પંચાશિકા
ચૌર પંચાશિકા : કાશ્મીરી કવિ બિલ્હણ(સમય ઈ. સ. 1050–1127)નું પ્રસિદ્ધ કાવ્ય. તે વસંતતિલકા છંદમાં રચેલા 50 શ્લોકોનું છે. એનાં ‘ચૌરપંચાશિકા’, ‘ચૌરસુરતપંચાશિકા’, ‘ચૌરીસુરત- પંચાશિકા’ અને ‘બિલ્હણકાવ્ય’ – એવાં ચાર નામો પ્રચલિત છે. એમાં યુવાન કવિના રાજકુમારી સાથેના છૂપા પ્રેમની વાર્તા ગૂંથેલી છે. પરંપરા મુજબ યુવાન અને રૂપાળો કવિ રાજકુમારીના પ્રેમમાં પડી…
વધુ વાંચો >જપ
જપ : વિધિવિધાનપૂર્વક કોઈ મંત્રને અનેકવાર ઉચ્ચારવો તે. મન સમક્ષ વારંવાર જપાતા મંત્રના અર્થની આકૃતિ ખડી થાય તે રીતે મંત્ર જપાય. શાસ્ત્રમાં જપના 3 પ્રકારો માનવામાં આવ્યા છે : (1) માનસ જપ, (2) ઉપાંશુ જપ અને (3) વાચિક જપ. મનથી જપ કરવામાં આવે એટલે મંત્રનો અર્થ મન સમક્ષ ખડો થાય…
વધુ વાંચો >જ્યોતિર્લિંગ
જ્યોતિર્લિંગ : ભારતમાં આવેલાં બાર પ્રસિદ્ધ શિવલિંગો. ભગવાન શિવની લિંગસ્વરૂપે પૂજા વેદ અને પુરાણોમાં વર્ણવાઈ છે. અથર્વવેદમાં બ્રહ્મના સ્કંભ (સ્તંભ) સ્વરૂપના ઉલ્લેખો જોતાં વેદકાળમાં પ્રકાશપુંજના સ્તંભના પ્રતીકરૂપ લિંગપૂજા પ્રચલિત હશે. ઉપનિષદોમાં શિવને પરબ્રહ્મ તરીકે વર્ણવવામાં આવ્યા છે. પરબ્રહ્મમાંથી સર્વપ્રથમ તેજ સ્કંભ રૂપે ઉત્પન્ન થયું છે. પરબ્રહ્મના પ્રકાશથી — તેજથી —…
વધુ વાંચો >તપ
તપ : સંતાપ આપવાના અર્થમાં રહેલા ‘તપ્’ ધાતુ ઉપરથી બનેલો શબ્દ. તે શરીરને સંતાપ આપનારાં ચાંદ્રાયણ વગેરે વ્રતો એવો અર્થ મુખ્યત્વે આપે છે. કોઈક ભૌતિક કે દિવ્ય વસ્તુ મેળવવા માટે શરીરની સ્વાભાવિક આવશ્યકતા સ્વલ્પ કે સંપૂર્ણ રીતે છોડી દઈ શરીરને પીડા આપવી તેને તપ કહેવાય. શરીરનું શોષણ કરનારાં નિયમો કે…
વધુ વાંચો >તરુણવાચસ્પતિ
તરુણવાચસ્પતિ : દંડીના કાવ્યશાસ્ત્રીય ગ્રંથ ‘કાવ્યાદર્શ’ પર ટીકા લખનાર. ‘કાવ્યાદર્શ’ પરની તેમની ‘કાવ્યાદર્શટીકા’ ઘણી પ્રાચીન લાગે છે; છતાં તે એટલી બધી પ્રાચીન નથી. તરુણવાચસ્પતિ પોતાની ટીકામાં ‘શૃંગારપ્રકાશ’ના લેખક ભોજ અને ‘દશરૂપક’ના લેખક ધનંજયનો મત ઉદ્ધૃત કરે છે તેથી તરુણવાચસ્પતિ અગિયારમી સદી પછી અર્થાત્ બારમી સદીમાં થઈ ગયા. એમનો આ સમય…
વધુ વાંચો >તાવીજ
તાવીજ : મનુષ્યની રક્ષા કરનાર મંત્ર વગેરેને લખી તેને ધાતુની ડબીમાં મૂકી ડબીને દોરા વડે હાથ કે ગળામાં ધારણ કરાય તે. આનો ઉદગમ વેદકાળથી થયો છે, કારણ કે અથર્વવેદના સૂક્ત 8/5માં મણિને દોરીથી બાંધીને ધારણ કરવાનો નિર્દેશ છે. આ ઉપરાંત, અથર્વવેદના 4/10, 10/3, 6, 19/28 થી 31 અને 34થી 36માં…
વધુ વાંચો >તીર્થ
તીર્થ : પાવનકારી સ્થળ, વ્યક્તિ કે ગ્રંથ. જેના વડે તરી જવાય તેનું નામ તીર્થ. મૂળ અર્થ જળાશય કે નદી એવો છે. જળની પાસે આવેલા પવિત્ર કરનારા સ્થળને પણ ‘તીર્થ’ શબ્દથી ઓળખવામાં આવે એ કુદરતી છે. મેલનો નાશ કરી સ્વચ્છ કરનાર જળની જેમ, પાપનો નાશ કરી પવિત્ર કરનાર ઘણી વસ્તુઓ માટે…
વધુ વાંચો >ત્યાગ
ત્યાગ : પોતાની પાસે હોય તેવી વસ્તુ બીજાને આપવી કે પોતે ન સ્વીકારવી તેનું નામ ત્યાગ. સારી વસ્તુ બીજાને આપવી કે ખરાબ વસ્તુથી પોતે દૂર રહેવું તે બંને વાત ત્યાગમાં સંભવે છે. ભારતીય દર્શનોમાં ત્યાગના અંતર્ત્યાગ અને બહિર્ત્યાગ – એવા બે પ્રકારો ગણાવ્યા છે. સારી કે ખરાબ બંને જાતની વસ્તુઓનો…
વધુ વાંચો >