પ્ર. ઉ. શાસ્ત્રી

રાધાવલ્લભીય સંપ્રદાય

રાધાવલ્લભીય સંપ્રદાય : હિંદુ ધર્મનો એક સંપ્રદાય. ઈ. પૂ. 1000થી વૈદિકી હિંસાની સામે પાંચ રાત્ર સંપ્રદાય[બીજાં નામ (1) ઐકાંતિક સંપ્રદાય, (2) સાત્વત સંપ્રદાય અને (3) ભાગવત માર્ગ]નો વિકાસ થયો હતો, જેમાં ઇષ્ટદેવ તરીકે વિષ્ણુ-નારાયણ અને એમના વિવિધ અવતારોની અર્ચના-ભક્તિ વિકસતી રહી. એ સંપ્રદાયમાં વાસુદેવ-સંકર્ષણ-પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ ચાર વ્યૂહોનો સમાદર…

વધુ વાંચો >

રામ પાણિવાદ

રામ પાણિવાદ (જ. 1707 આ., કિળ્ળિકુરિશિ, કેરળ; અ.?) : કેરળના પ્રસિદ્ધ સંસ્કૃત-પ્રાકૃત-મલયાળમ ભાષાઓના કવિ. પાણિવાદ્ય એટલે ઢોલક (હાથથી વગાડવાનું વાદ્ય). તે વગાડનાર જાતિ તે પાણિવાદ કે પાણિઘ કે નમ્બીઆર. એમનો પરમ્પરાગત ધંધો નટો-ચક્કિપોરોને સંસ્કૃત નાટકો ભજવવામાં મદદ કરવાનો. તેમની સ્ત્રીઓ સ્ત્રીપાત્રો ભજવતી. પિતા મધ્ય ત્રાવણકોરમાંના કુમારનલ્લૂરના નમ્પૂદિરિ બ્રાહ્મણ, કિળ્ળિકુરિશિમંગલમ્ મંદિરના…

વધુ વાંચો >

રુદ્રટ (નવમી સદી)

રુદ્રટ (નવમી સદી) : સંસ્કૃત અલંકારશાસ્ત્રના લેખક. તેમના નામને આધારે તેઓ કાશ્મીરના વતની જણાય છે. તેમનું બીજું નામ શતાનંદ હતું. તેમના પિતાનું નામ ભટ્ટ વામુક હતું. રુદ્રટ પોતે સામવેદના જ્ઞાની હોવાનો ઉલ્લેખ કરે છે. તેમણે પોતાના ગ્રંથ ‘કાવ્યાલંકાર’ના આરંભમાં ગણેશ અને ગૌરીની અને અંતમાં ભવાની, મુરારિ અને ગણેશની સ્તુતિ કરી…

વધુ વાંચો >

રુય્યક

રુય્યક (બારમી સદીનો પૂર્વાર્ધ) : કાશ્મીરી અલંકારશાસ્ત્રી. તેઓ ‘અલંકારસર્વસ્વ’ના લેખક તરીકે જાણીતા છે. તેમના પિતાનું નામ રાજાનક તિલક હતું. પિતા તિલકે આચાર્ય ઉદભટના ‘અલંકારસારસંગ્રહ’ ઉપર ટીકા લખી હતી. રુય્યકનું બીજું નામ રુચક હતું. કાશ્મીરી લેખકોને અપાતું ‘રાજાનક’ બિરુદ પણ તેમને આપવામાં આવ્યું હતું. પોતાના વિદ્વાન પિતા પોતાના ગુરુ હતા, એવો…

વધુ વાંચો >

રૂપકગ્રંથિ

રૂપકગ્રંથિ : રૂપક અલંકારનાં ઘટકતત્વો પર નિર્ભર એક સાહિત્યનિરૂપણરીતિ અને સાહિત્યસ્વરૂપ. ગુજરાતીમાં ‘રૂપકગ્રંથિ’ શબ્દ અંગ્રેજી શબ્દ allegory – ના પર્યાય તરીકે પહેલવહેલો પ્રયોજનાર નવલરામ હતા. એ પછી નરસિંહરાવ આદિ અન્ય વિદ્વાનોએ તેનું સમર્થન કર્યું. ‘રૂપકગ્રંથિ’માં પ્રયુક્ત ‘રૂપક’ની એક અલંકાર તરીકે સઘન વિચારણા સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં થઈ છે; પરંતુ ‘રૂપકગ્રંથિ’ની વિચારણામાં પાશ્ચાત્ય…

વધુ વાંચો >

રૂપ ગોસ્વામી

રૂપ ગોસ્વામી : વૈષ્ણવ સંપ્રદાયના પ્રમુખ કવિ, નાટ્યકાર અને વિદ્વાન. રૂપ ગોસ્વામીના દાદાનું નામ મુકુંદ હતું. તેમના પિતાનું નામ કુમાર હતું. તેમના ભાઈઓનાં નામ વલ્લભ અને સનાતન હતાં. વલ્લભનું બીજું નામ અનુપમ પણ હતું. તેમના ભત્રીજાનું નામ જીવ ગોસ્વામી હતું. તેમણે રૂપ ગોસ્વામીના ગ્રંથ ‘ઉજ્જ્વલનીલમણિ’ ઉપર ‘લોચનરોચની’ નામની ટીકા લખી…

વધુ વાંચો >

લક્ષણા

લક્ષણા : ભારતીય શાસ્ત્રગ્રંથોમાં માનવામાં આવેલી શબ્દની શક્તિ. શબ્દ સાથે જોડાયેલા અર્થને બતાવનારી પ્રક્રિયાને શબ્દશક્તિ કહે છે. શબ્દકોશમાં આપેલો શબ્દનો વૃદ્ધવ્યવહારથી સંકેત કરાયેલો અર્થ બતાવનારી શબ્દશક્તિને અભિધા કે મુખ્યા એવાં નામોથી ઓળખવામાં આવે છે. અભિધા શબ્દશક્તિ ભાષાના સઘળા શબ્દોને લાગે છે. શબ્દ પર અભિધાની પ્રક્રિયા થતાં તે જે અર્થ બતાવે…

વધુ વાંચો >

લિંગ અને લિંગપૂજા (શૈવ સંપ્રદાય)

લિંગ અને લિંગપૂજા (શૈવ સંપ્રદાય) : ભગવાન શિવનું પૂજાતું સ્વરૂપ. શિવની પૂજા કરવામાં આવતી નથી, ફક્ત તેમના ચિહની પૂજા કરવામાં આવે છે કે જેને શિવલિંગ કહે છે. સ્કંદપુરાણ મુજબ આકાશ લિંગ છે અને પૃથ્વી તેની વેદી કે પીઠિકા છે. શિવની આઠ મૂર્તિઓમાં આકાશ પણ એક મૂર્તિ છે. શિવલિંગમાં દેવી પાર્વતી…

વધુ વાંચો >

લોકાનંદનાટક

લોકાનંદનાટક (ઈ. સ. 600ની આસપાસ) : સંસ્કૃત નાટક. અદ્યાપિ સચવાઈ રહેલું આ નાટક ચંદ્રગોમિન્ નામના નાટ્યકારે રચ્યું છે. ચંદ્રગોમિન્ ‘ચાંદ્ર વ્યાકરણ’ના રચયિતા તરીકે જાણીતા છે. તેમણે બીજાં કાવ્યો પણ રચ્યાં છે. તેઓ ઈ. સ. 600ની આસપાસ થઈ ગયા. તેઓ બૌદ્ધ ધર્મના અનુયાયી હતા, તેથી ઇન્દ્ર અને તેમના ગુરુ બૃહસ્પતિની હિંદુ…

વધુ વાંચો >

લોકાયત દર્શન

લોકાયત દર્શન : પ્રાચીન ભારતમાં પ્રચલિત નાસ્તિક અર્થાત્ વેદને પ્રમાણ ન માનનારું દર્શન. વેદ ઉપરાંત પરમેશ્વર, સ્વર્ગ, નરક, પુણ્ય, પાપ વગેરેને પણ લોકાયત દર્શન સ્વીકારતું નથી. લોકાયત દર્શનના સ્થાપક ઋષિ બૃહસ્પતિ છે, પરંતુ તેમના શિષ્ય રાક્ષસ એવા ચાર્વાકને આ દર્શનના પ્રણેતા તરીકે વધુ પ્રસિદ્ધિ મળી છે. પ્રસ્તુત દર્શન વેદકાળથી ઉદભવેલું…

વધુ વાંચો >