પ્ર. ઉ. શાસ્ત્રી

માલવિકાગ્નિમિત્ર

માલવિકાગ્નિમિત્ર : સંસ્કૃત નાટ્યકાર કાલિદાસે લખેલું નાટક. આ નાટક કાલિદાસે પોતાની કારકિર્દીના આરંભમાં લખેલું જણાય છે. તેમાં વિદર્ભની રાજકુમારી માલવિકા અને શુંગવંશના રાજા અગ્નિમિત્રનો પ્રણય વર્ણવાયો છે. તેથી આ નાટક ઐતિહાસિક છે. પહેલા અંકમાં વિદર્ભમાંથી બહાર નીકળેલી રાજકુમારી માલવિકા લૂંટારાઓને કારણે અવદશા પામ્યા પછી અગ્નિમિત્રની પટરાણી ધારિણીની દાસી તરીકે રહે…

વધુ વાંચો >

મુદ્રારાક્ષસ

મુદ્રારાક્ષસ : વિશાખદત્તે રચેલું સંસ્કૃત ભાષાનું જાણીતું નાટક. આ રાજકીય દાવપેચવાળું નાયિકા વગરનું, પ્રાય: સ્ત્રીપાત્ર વગરનું વીરરસપ્રધાન નાટક છે. નાટકનાં સંધ્યંગોનાં ઉદાહરણો પૂરાં પાડવામાં આદર્શ નાટક છે. એમાં જ્ઞાનતંતુનું યુદ્ધ છે અને લોહીનું બિંદુ પણ પાડ્યા વગર શત્રુને માત કરવાનું તેમાં મુખ્ય કથાનક છે. સાત અંકોના બનેલા આ નાટકમાં જટિલ…

વધુ વાંચો >

મુરારિ

મુરારિ (800 આસપાસ) : સંસ્કૃત ભાષાના નાટ્યલેખક. તેમના જીવન વિશે થોડીક માહિતી તેમણે લખેલા ‘અનર્ઘરાઘવ’ નામના નાટકની પ્રસ્તાવનામાંથી પ્રાપ્ત થાય છે. તેમના પિતાનું નામ વર્ધમાન ભટ્ટ હતું અને તેમની માતાનું નામ તંતુમતી હતું. તેઓ મૌદગલ્ય ગોત્રના બ્રાહ્મણ હતા. તેઓ જાણીતા મહાકવિ માઘ અને નાટ્યકાર ભવભૂતિ જેવા ઉત્તમ સાહિત્યકાર હોવાની પ્રશંસા…

વધુ વાંચો >

મુરારિ મિશ્ર

મુરારિ મિશ્ર : 12મી સદીમાં થઈ ગયેલા મીમાંસાદર્શનના આચાર્ય. તેમના જીવન વિશે કશી વિગતો મળતી નથી. તેમના ફક્ત બે જ ગ્રંથો પ્રકાશિત થયા છે કે જેમાં જૈમિનિના મીમાંસાદર્શનનાં પ્રારંભિક સૂત્રો વિશે ‘ત્રિપાદનીતિનય’નો અને મીમાંસાદર્શનના 11મા અધ્યાયનાં થોડાંક અધિકરણો વિશે ‘એકાદશાધ્યાયાધિકરણ’નો સમાવેશ થાય છે. તેમણે પ્રામાણ્યવાદ વિશે મૌલિક ચિંતન રજૂ કરેલું…

વધુ વાંચો >

મુંડન

મુંડન : હિંદુ ધર્મનો એક વિધિ કે જેમાં મનુષ્યના મસ્તકના વાળને દૂર કરવામાં આવે છે. ધર્મશાસ્ત્રની માન્યતા એવી છે કે મનુષ્યે કરેલાં પાપો મસ્તકના વાળને આશ્રયે રહે છે; આથી જ્યારે વાળને કાઢી નાખવામાં આવે ત્યારે પાપને રહેવાની જગ્યા જ રહેતી નથી અને પરિણામે મનુષ્યનાં પાપ દૂર થઈ જાય છે. બાળક…

વધુ વાંચો >

મૅક્સમૂલર

મૅક્સમૂલર (જ. 6 ડિસેમ્બર 1823, ડીસાઉ, જર્મની; અ. 28 ઑક્ટોબર 1900, ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ) : સુપ્રસિદ્ધ પ્રાચ્યવિદ્યાવિદ, તત્વચિંતક, ભારોપીય (Indo-European) ભાષાશાસ્ત્રી. પૂરું નામ મૅક્સમૂલર ફ્રેડરિક. પિતા વિલ્હેમ મૂલર કવિ. માતામહ એક નાના રજવાડાના દીવાન. 1836 સુધી વતન ડીસાઉમાં અને ત્યારબાદ 1841 સુધી લિપઝિગમાં રહી શાળાશિક્ષણ પૂરું કર્યું. ત્યારબાદ લિપઝિગ યુનિવર્સિટીમાં ગ્રીક…

વધુ વાંચો >

મૈત્રેય

મૈત્રેય : મહાભારતમાં અને ભાગવત વગેરે પુરાણોમાં ઉલ્લેખાયેલા ઋષિ. મહાભારતના લેખક મહર્ષિ વેદવ્યાસના તેઓ મિત્ર હતા અને વેદવ્યાસના પિતા પરાશર ઋષિના તેઓ શિષ્ય હતા. મૈત્રેય વિષ્ણુપુરાણના પ્રવક્તા છે. વિદુરને તેમણે આત્મજ્ઞાન આપેલું. કૌરવો અને પાંડવોના સંબંધી હોવાથી તેમણે દુર્યોધનને પાંડવો સાથે વેર વધારવાની ના પાડી; પરંતુ દુર્યોધને મૈત્રેય ઋષિનો તિરસ્કાર…

વધુ વાંચો >

મૈત્રેયી

મૈત્રેયી : વેદ અને ઉપનિષદોના સમયની બ્રહ્મવાદિની સ્ત્રી. મૈત્રેયી યાજ્ઞવલ્ક્ય ઋષિની વિદુષી પત્ની હતી. મૈત્રેય ઋષિના કુળમાં જન્મેલી હોવાથી તેને મૈત્રેયી એવા નામથી ઓળખવામાં આવે છે. યાજ્ઞવલ્ક્ય ઋષિને પરણીને મૈત્રેયીએ સંસારનો અનુભવ સારી રીતે કર્યો. એ પછી જ્યારે યાજ્ઞવલ્ક્ય સંન્યાસ લેવા તૈયાર થયા અને પોતાની મિલકતના બે ભાગ કરી પોતાની…

વધુ વાંચો >

યાજ્ઞવલ્ક્યસ્મૃતિ

યાજ્ઞવલ્ક્યસ્મૃતિ : ભારતીય ધર્મશાસ્ત્રનો ખૂબ જાણીતો ગ્રંથ. અનેક સ્મૃતિગ્રંથોમાં ખૂબ જાણીતી ‘મનુસ્મૃતિ’માં જે વિષયો ચર્ચવામાં આવ્યા છે તે બધાને સંક્ષેપમાં રજૂ કરવાનું શ્રેય આ ગ્રંથને ફાળે જાય છે. ‘શુક્લ યજુર્વેદ’ના ઉદભાવક, ‘શતપથબ્રાહ્મણ’માં અને ‘બૃહદારણ્યક’ જેવાં ઉપનિષદોમાં ઉલ્લેખાયેલા યાજ્ઞવલ્ક્ય આ સ્મૃતિના રચયિતા હોવાથી તેને ‘યાજ્ઞવલ્ક્યસ્મૃતિ’ એવું નામ આપવામાં આવ્યું છે. ઈ.…

વધુ વાંચો >

યાત્રા

યાત્રા : એક ધાર્મિક રિવાજ. પોતાના કાર્ય માટે કે વગર કાર્યે એક સ્થાનથી બીજા સ્થળે જવું એને પ્રવાસ કહેવાય. તે  લાંબા અંતરનો કે ટૂંકા અંતરનો હોઈ શકે છે. જ્યારે યાત્રા પુણ્ય મેળવવા માટે ધાર્મિક, પવિત્ર તીર્થોમાં જવાની પ્રવૃત્તિ છે. તેનાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે એવી શ્રદ્ધા યાત્રિકને હોય છે. નદી,…

વધુ વાંચો >