પ્રીતિ શાહ
જામે જમશેદ
જામે જમશેદ : ‘મુંબઈ સમાચાર’ પછીનું ગુજરાતી ભાષાનું સૌથી જૂનું અખબાર. 1832ની 12મી માર્ચે પેસ્તનજી માણેકજી મોતીવાલાના તંત્રીપદે મુંબઈમાં પ્રકાશિત થયેલું ચાર ફૂલ્સકૅપ પાનાંનું આ સાપ્તાહિક 1838થી સપ્તાહમાં બે વખત પ્રસિદ્ધ થતું અને 1853ની પહેલી ઑગસ્ટથી દૈનિક બન્યું. પત્ર પારસી સમાજના મહત્વના પ્રશ્નો પર નીતિવિષયક ચર્ચા કરવા માટે જાણીતું બન્યું.…
વધુ વાંચો >ઠાકોર સુમિત્રાબહેન ભૂપતરાય
ઠાકોર સુમિત્રાબહેન ભૂપતરાય (જ. 27 જુલાઈ 1914, અમદાવાદ; અ. ?) : સ્વતંત્રતાના આંદોલનમાં અને અમદાવાદના વિકાસગૃહમાં મહત્વનું યોગદાન આપનાર સંનિષ્ઠ સમાજસેવિકા. ભૂપતરાય ઠાકોર અને મંગળાગૌરીની આ પુત્રીનું બાળપણ ખાડિયા વિસ્તારની ઘાસીરામની પોળમાં વીત્યું હતું. મહાત્મા ગાંધીના આંદોલનમાં સરઘસ, પ્રભાતફેરી અને સભાઓમાં ભાગ લઈને સરલાદેવી સારાભાઈ, મૃદુલાબહેન સારાભાઈ અને પુષ્પાબહેન મહેતાની…
વધુ વાંચો >દૂરદર્શન
દૂરદર્શન : ભારતની ટેલિવિઝન પ્રસારણ-સંસ્થા. સ્ટુડિયો અને ટ્રાન્સમીટરની વ્યવસ્થા, કાર્યક્રમનું વૈવિધ્ય અને દર્શકોની વિશાળ સંખ્યાને કારણે દૂરદર્શન વિશ્વની એક વિશાળ પ્રસારણ-સંસ્થા છે. 1959ની 15મી સપ્ટેમ્બરે દિલ્હીમાં નાનકડા ટ્રાન્સમીટર અને અસ્થાયી સ્ટુડિયોની સહાયથી પ્રાયોગિક ધોરણે પ્રસારણનો સાવ સામાન્ય રીતે પ્રારંભ થયો. અઠવાડિયાના બે દિવસ દિલ્હીની આજુબાજુનાં વીસ ગામોમાં કૃષિ અને શિક્ષણ…
વધુ વાંચો >પ્રિયંવદા
પ્રિયંવદા : ગુજરાતના સાક્ષર મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ નારીશિક્ષણના ઉદ્દેશથી ઈ. સ. 1885ના ઑગસ્ટથી શરૂ કરેલું માસિક. વાર્ષિક લવાજમ માત્ર એક રૂપિયો રાખીને શરૂ કરેલું ‘પ્રિયંવદા’ થોડા સમયમાં જ લોકપ્રિય બની ગયું. એના પ્રથમ અંકના પ્રથમ પાના પર માસિકનો ઉદ્દેશ સ્પષ્ટ રીતે સમજાવતાં લખ્યું છે, ‘‘ ‘પ્રિયંવદા’ પોતાની પ્રિય વદવાની રીતિથી…
વધુ વાંચો >ભક્તિબા
ભક્તિબા (જ. 16 ઑગસ્ટ, 1899 લીંબડી; અ. 14 માર્ચ 1994, વસો) : આઝાદીના આંદોલનમાં તેમજ સામાજિક અન્યાય અને ગરીબી દૂર કરવાની રચનાત્મક પ્રવૃત્તિઓમાં કાર્ય કરનાર અગ્રણી રાષ્ટ્રસેવિકા. લીંબડીના દીવાન શ્રી ઝવેરભાઈ અમીનનાં પુત્રી હોવા છતાં સાદાઈ અને સ્વાવલંબી જીવન વિતાવ્યું. એમનાં માતા શ્રી દિવાળીબા પાસેથી એમને સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કારો સાંપડ્યા…
વધુ વાંચો >ભટ્ટ, માનશંકર નરભેશંકર
ભટ્ટ, માનશંકર નરભેશંકર (જ. 28 ઑગસ્ટ 1908, ભાવનગર; અ. 2 જાન્યુઆરી 2002, વડોદરા) : માનવસેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ કરનાર, કુશળ વહીવટકર્તા અને સમાજોપયોગી અનેકવિધ પ્રવૃત્તિઓના પ્રણેતા. એમના પિતા નરભેશંકર ભાવનગર રાજ્યમાં ફોજદાર હતા. માતા માણેકબહેનનું તેઓ નાના હતા ત્યારે અવસાન થતાં દાદા અંબાશંકરભાઈ પાસે ઊછર્યા. આઠ વર્ષની ઉંમરે ગૃહવ્યવસ્થા અને રસોઈમાં…
વધુ વાંચો >ભટ્ટ, વસુબહેન
ભટ્ટ, વસુબહેન (જ. 23 માર્ચ 1924, વડોદરા; અ. 13 ડિસેમ્બર 2020, અમદાવાદ) : સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા અને આકાશવાણીમાં મૂલ્યવાન પ્રદાન કરનાર નિષ્ઠાવાન સંસ્કારસેવિકા. માતા સરસ્વતીબહેન અને પિતા રામપ્રસાદ શાસ્ત્રી. પિતા વડોદરા રાજ્યના પોલિટિકલ સેક્રેટરી હતા. વસુબહેને સ્કૂલ સુધીનું શિક્ષણ વડોદરામાં લીધેલું અને ત્યારબાદ અમદાવાદની એસ.એલ.યુ. કૉલેજમાં બી.એ., બી.એડ.નું શિક્ષણ લીધું.…
વધુ વાંચો >ભારત
ભારત ભૂગોળ; ભૂસ્તરીય રચના; ભારતમાં આર્થિક આયોજન; સમાજ અને ધર્મ; શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલૉજી; આરોગ્ય અને તબીબી સેવાઓ, આયુર્વેદ; ઇતિહાસ; રાજકારણ; સંરક્ષણ-વ્યવસ્થા; આદિવાસી સમાજ અને સંસ્કૃતિ; ભારતીય સાહિત્ય; ભારતીય કળા; સમૂહ-માધ્યમો. ભૂગોળ સ્થાન–સીમા–વિસ્તાર : એશિયાખંડના દક્ષિણ છેડા પર આવેલો દેશ. તે હિમાલયની હારમાળાની દક્ષિણનો 8° 11´થી 37° 06´ ઉ. અ.…
વધુ વાંચો >મહેતા, પુષ્પાબહેન જનાર્દનરાય
મહેતા, પુષ્પાબહેન જનાર્દનરાય (જ. 21 માર્ચ 1905, પ્રભાસ પાટણ; અ. 2 એપ્રિલ 1988, અમદાવાદ) : સમાજસેવા અને નારીકલ્યાણના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર. અને ગુજરાતની અનેક સમાજકલ્યાણની સંસ્થાઓના આદ્ય સ્થાપક. સંસ્કારી વડનગરા કુટુંબમાં પિતા હરપ્રસાદ દેસાઈ અને માતા હેતુબહેનનાં પુત્રી પુષ્પાબહેનને ગળથૂથીમાંથી જ સ્વદેશીની ભાવના અને ઉદાત્ત વિચારોનો વારસો મળ્યો હતો.…
વધુ વાંચો >મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર : એશિયાનું સૌથી જૂનું વિદ્યમાન દૈનિક સમાચારપત્ર. પારસી સાહસિક યુવાન ફરદુનજી મર્ઝબાને 1 લી જુલાઈ, 1822 ને સોમવારને દિવસે મુંબઈમાં ‘શ્રી મુમબઈનાં શમાચાર’ નામે સાપ્તાહિક સ્વરૂપે પ્રારંભ કર્યો. ગુજરાતી ભાષાનું સૌપ્રથમ છાપખાનું સ્થાપવાનો યશ ‘મુંબઈ સમાચાર’ના આદ્યસ્થાપક ફરદુનજી મર્ઝબાનને જાય છે. 1812માં મુદ્રણાલયની સ્થાપના કરી. ગુજરાતી ટાઇપો બનાવ્યા…
વધુ વાંચો >