પ્રાણીશાસ્ત્ર

મનસા વાઇલ્ડ લાઇફ સેંક્ચ્યુઅરી

મનસા વાઇલ્ડ લાઇફ સેંક્ચ્યુઅરી : વન્ય પ્રાણીઓ માટેનું આસામમાં આવેલું અભયારણ્ય. કામરૂપ જિલ્લામાં આવેલું હોવાથી તે કામરૂપ અભયારણ્ય નામે પણ ઓળખાય છે. હિમાલયની તળેટીમાં મનસા નદીના કાંઠે, ગૌહતી શહેરથી 153 કિમી. દૂર. 1928માં તેની રચના થઈ. તે 272 ચોકિમી.માં પથરાયેલું છે. ગાઢ, સદાય હરિયાળા અને ભીનાશવાળા પર્ણપાતી જંગલ-વિસ્તારમાં તે આવેલું…

વધુ વાંચો >

મરઘાં (Fowl)

મરઘાં (Fowl) : ખોરાકી માંસ અને ઈંડાંની પ્રાપ્તિ માટે ઉછેરાતા પક્ષીની એક જાત. તે દુનિયામાં સર્વત્ર જોવા મળે છે. વર્ગીકરણની ર્દષ્ટિએ મરઘાં વિહગ વર્ગનાં ગૅલીફોર્મિસ શ્રેણીનાં ફૅસિયાનિડે કુળનાં  છે. શાસ્ત્રીય નામ, Gallus domesticus. તેને પીંછાં અને પાંખ હોય છે. તે ઊડી પણ શકે છે, પરંતુ મોટેભાગે પ્રચલન માટે પગોનો ઉપયોગ…

વધુ વાંચો >

માછલી

માછલી (Fish) કંઠનળી-પ્રદેશમાં આવેલ ઝાલરો વડે શ્વસનક્રિયા કરનાર, પગ વગરનું મીનપક્ષોવાળું જલજીવી પૃષ્ઠવંશી પ્રાણી. આમ તો પાણીમાં વસતાં ઘણાં જલજીવી પ્રાણીઓને ‘માછલી’ તરીકે નિર્દેશવામાં આવે છે; દાખલા તરીકે, જેલી ફિશ (jelly fish). સમુદ્ર-તારા (star fish), જિંગા (prawn), સીલ અને વહેલ જેવાં પ્રાણીઓ પણ માછલી તરીકે ઓળખાય છે; પરંતુ તેમની લાક્ષણિકતાના…

વધુ વાંચો >

માયોગ્લોબિન

માયોગ્લોબિન : સસ્તન પ્રાણીઓના સ્નાયુઓની પેશીમાં આવેલ લાલ રંગનું એક શ્વસનરંજક (respiratory pigments). હીમોગ્લોબિનની જેમ માયોગ્લોબિન પણ લોહ (Fe++) યુક્ત હીમ-અણુ અને પ્રોટીન-અણુનું સંયોજન છે. પરંતુ માયોગ્લોબિનમાં માત્ર એક હીમનો અણુ આવેલો હોય છે અને હીમોગ્લોબિન-અણુના પ્રમાણમાં તેનું વજન અને કદ જેટલું હોય છે. હીમોગ્લોબિનની જેમ માયોગ્લોબિન પણ ઑક્સિજન સાથે…

વધુ વાંચો >

માર્શ, ઍથ્નિયેલ ચાર્લ્સ

માર્શ, ઍથ્નિયેલ ચાર્લ્સ (જ. 1831, લૉકપૉર્ટ, ન્યૂયૉર્ક; અ. 1899) : પ્રાચીન પ્રાણીવિદ્યાના નિષ્ણાત. તેમણે યેલ યુનિવર્સિટીમાં તેમજ જર્મની ખાતે અભ્યાસ કર્યો હતો. 1866થી ’99 સુધી તેમણે યેલ યુનિવર્સિટી ખાતે અધ્યાપન કર્યું અને તેઓ 1882થી ’92 સુધી ‘યુ. એસ. જિયોલૉજિકલ સર્વે’માં કરોડરજ્જુ ધરાવતાં પ્રાણીઓ વિશેની પ્રાણીવિદ્યાના પ્રમુખ અને નિષ્ણાત વિજ્ઞાની બની…

વધુ વાંચો >

માલ્પીઘી, માર્સેલો

માલ્પીઘી, માર્સેલો (જ. 1628, ઇટાલી; અ. 1694, રોમ, ઇટાલી) : સૂક્ષ્મદર્શક વડે સૌપ્રથમ વનસ્પતિ તેમજ શારીરિક રચનાનું સૂક્ષ્મ નિરીક્ષણ કરનાર જીવવિજ્ઞાની. તેઓ જન્મ્યા એ અરસામાં સંયુક્ત સૂક્ષ્મદર્શક(compound microscope)ની શોધ થઈ હતી, જેમાં પ્રતિબિંબોના આવર્ધન માટે બે આવર્ધક લેન્સોની ગોઠવણ થયેલી હતી. એ ગોઠવણથી સૂક્ષ્મદર્શકની ગુણનક્ષમતા વધતી હોય છે. માલ્પીઘીએ તેનો…

વધુ વાંચો >

માળો (Nest)

માળો (Nest) : હંગામી ધોરણે રહેવા, ઈંડાંને સુરક્ષિત જગ્યાએ મૂકવા અને બચ્ચાંની દેખભાળ કરવા મોટાભાગે પક્ષીઓ વડે બંધાતાં આશ્રયસ્થાનો. જીવનું અસ્તિત્વ ટકાવવાની સહજવૃત્તિ પ્રત્યેક પ્રાણીમાં હોય છે; દાખલા તરીકે, અંડપ્રસવી પક્ષીઓ માળો બાંધવા માટે જાણીતાં છે. માળાને લીધે તેમનાં વિમોચન કરેલાં ઈંડાંને પૂરતું રક્ષણ મળે છે અને તેમના સેવન માટે…

વધુ વાંચો >

માંકડું (Macaque)

માંકડું (Macaque) : કદમાં મોટાં અને મજબૂત શરીરવાળાં લાલ મુખધારી વાંદરાંની એક જાત. કેટલીક જાતનાં માંકડાંનું વજન 15 કિલોગ્રામ કરતાં વધારે હોઈ શકે છે. માંકડાના વાળ તપખીરિયા કે રાખોડી રંગના, જ્યારે મોઢું અને નિતંબ (rump) રંગે લાલ હોય છે. આવાં લક્ષણોને લીધે તેમને અન્ય વાંદરાંથી સહેલાઈથી જુદાં પાડી શકાય છે.…

વધુ વાંચો >

માંસાહારી પ્રાણીઓ

માંસાહારી પ્રાણીઓ (Carnivora) : ખોરાક તરીકે મુખ્યત્વે માંસનું ભક્ષણ કરનાર સસ્તન વર્ગ(class)નાં પ્રાણીઓની એક શ્રેણી (order). સસ્તન વર્ગનાં જરાયુવાળાં કે ઓરધારી (placentals) સસ્તનોની એક શ્રેણી માંસભક્ષી(Carnivora)માં માંસાહારી સસ્તનોનો સમાવેશ થાય છે; જે બધાં શિકારી હોવાથી તેમનાં શરીર શિકાર કરવા, પકડવા તથા ખાવા માટે અનુકૂળ થયેલાં જોવા મળે છે. આવાં પ્રાણીઓની…

વધુ વાંચો >

મૂત્રપિંડ (પ્રાણી)

મૂત્રપિંડ (પ્રાણી) : જુઓ, ઉત્સર્ગતંત્ર અને ઉત્સર્ગક્રિયા (પ્રાણીવિજ્ઞાન)

વધુ વાંચો >