પ્રાણીશાસ્ત્ર
અવશિષ્ટ અંગો
અવશિષ્ટ અંગો (vestigial organs) : આરંભે ક્રિયાશીલ પરંતુ વિકાસપ્રક્રિયા દરમિયાન નિરર્થક બનીને અવશેષ રૂપે જોવા મળતાં સજીવોનાં અંગો. વનસ્પતિ અને પ્રાણીઓમાં આવાં અવશિષ્ટ અંગો જણાય છે. આ એવાં અંગો છે જે સમય જતાં અનુપયોગી બનીને માત્ર ક્ષીણ સ્વરૂપમાં રહે છે. આ જ અંગો ભૂતકાળમાં તેમના સંબંધી સજીવોમાં કે પૂર્વજોમાં નિશ્ચિત…
વધુ વાંચો >અવિયોજન
અવિયોજન (nondisjunction) : કોષવિભાજન દરમ્યાન રંગસૂત્રો છૂટા નહિ પડવાની ઘટના. ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓ તેમજ વનસ્પતિઓના કોષોમાં રંગસૂત્રો નિશ્ચિત સંખ્યામાં અને જોડમાં હોય છે. પ્રજનનકોષોના નિર્માણ સમયે સમજાત રંગસૂત્રોની પ્રત્યેક જોડમાં આવેલાં આ રંગસૂત્રોનું વિયોજન થતાં તેઓ અલગ અલગ પ્રજનનકોષમાં પ્રવેશે છે. પરિણામે પ્રજનનકોષોમાં રંગસૂત્રોની સંખ્યા પિતૃઓના શારીરિક (somatic) કોષો કરતાં…
વધુ વાંચો >અષ્ટસૂત્રાંગી
અષ્ટસૂત્રાંગી (octopus) : સમુદાય મૃદુકાય (Mollusca). વર્ગ શીર્ષપાદ (Cephalopoda). શ્રેણી દ્વિઝાલરીય, ઉપશ્રેણી ઑક્ટોપોડાની એક પ્રજાતિ. આ પ્રાણીઓ આઠ લાંબા, પાતળા અને સૂત્ર જેવા મુખહસ્તો (oral arms) ધરાવે છે તેથી તેમને અષ્ટસૂત્રાંગી કહે છે. અષ્ટસૂત્રાંગી પ્રાણીઓ પ્રથમ ક્રિટેશિયસ યુગમાં ઉદભવ્યાં હતાં. આજ સુધીમાં શીર્ષપાદ વર્ગના 1૦,૦૦૦ જેટલા પ્રકારો મળી આવ્યા છે.…
વધુ વાંચો >અસંયોગી જનન (પ્રાણીશાસ્ત્ર)
અસંયોગી જનન (પ્રાણીશાસ્ત્ર) (parthenogenesis) : અફલિત જનનકોષનો થતો સ્વયંસ્ફુરિત વિકાસ. અસંયોગી જનનની ઘટના એ ગર્ભવિદ્યાની જટિલ સમસ્યા છે. તેની સૌપ્રથમ શોધ બોનેટે 1762માં કરી; તેણે શોધ્યું કે ઉનાળા દરમિયાન મશી કીટકો ફક્ત અફલિત અંડકોષોમાંથી ઉત્પન્ન થાય છે. અસંયોગી જનનની ઘટના પ્રાણીઓમાં તેમજ વનસ્પતિમાં પણ જોવા મળે છે. અસંયોગી જનન દરમિયાન…
વધુ વાંચો >અસાના, જહાંગીરજી જામસજી
અસાના, જહાંગીરજી જામસજી (જ. 189૦; અ. 16 ડિસેમ્બર 1954, પુણે) : પ્રાણીશાસ્ત્રના ઉત્તમ કોટિના સંશોધક. ગુજરાત કૉલેજ, અમદાવાદના ભૂતપૂર્વ પ્રાધ્યાપક. વડોદરાની કૉલેજમાંથી એમ.એ.ની પદવી મેળવીને તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત 1915માં ગુજરાત કૉલેજમાં પ્રાણીશાસ્ત્રના સહાયક પ્રાધ્યાપક તરીકે કરી હતી. ત્યાં પ્રાણીશાસ્ત્રની પ્રયોગશાળા તેમજ સંગ્રહાલય સ્થાપવા ઉપરાંત પોતાના પ્રાણીચર્મવિદ્યા(taxidermy)ના કૌશલ્યનો ઉપયોગ તેમણે…
વધુ વાંચો >અસ્થિ
અસ્થિ (bone) : અસ્થિ એ પૃષ્ઠવંશી પ્રાણીનું અંત:કંકાલતંત્ર રચતી, ઘણી સખત પ્રકારની સંયોજક પેશી છે. શરીરના વિવિધ ભાગોમાં આવેલાં અસ્થિઓ અંદરથી પોલાં હોય છે, તેમજ આકાર અને કદની દૃષ્ટિએ ઘણું વૈવિધ્ય ધરાવે છે. સપાટી પર આવરણ અને અંદરની તરફ અસ્થિદ્રવ્ય આવેલું હોય છે. મધ્યભાગને અસ્થિદંડ કહે છે, જ્યારે બંને છેડા…
વધુ વાંચો >અસ્થિમત્સ્યો
અસ્થિમત્સ્યો (osteichthyes) હાડકાનું અંત:કંકાલ ધરાવતી માછલીઓ. હાલમાં જીવતી હનુધારી (gnathostoma) માછલીઓ બે સ્વતંત્ર વર્ગોમાં વહેંચાયેલી છે : ટીલિયૉસ્ટોમી અને ઇલૅસ્મોબ્રૅકિયેમૉર્ફી. લુપ્ત માછલીઓનો સમાવેશ કરવામાં આવે તો આ વર્ગો વચ્ચેની ભિન્નતા અસ્પષ્ટ બને છે. શક્ય છે કે ટીલિયૉસ્ટોમી માછલીઓ એક યા બીજા તબક્કે વાતાશયો (air bladders) ધરાવતી હોય. આજે જીવતી બધી…
વધુ વાંચો >અળસિયું
અળસિયું : સમુદાય : નૂપુરક Annelida; વર્ગ : અલ્પલોમી (oligochaeta); શ્રેણી : નિયોઑલિગોકીટા (Neooligochaeta); પ્રજાતિ : ફેરેટિમા (Pheretima); જાતિ : પૉસ્થુમા (posthuma). ભારતમાં સામાન્યપણે રહેનારું પ્રાણી. દુનિયામાં અળસિયાની આશરે 1,8૦૦ જાતિઓ અસ્તિત્વ ધરાવે છે, જેમાંની લગભગ 4૦ જેટલી ભારતમાં મળી આવે છે. તે ભેજવાળી, પોચી જમીનમાં મોટી સંખ્યામાં રહે છે.…
વધુ વાંચો >અંત:કોષરસજાળ
અંત:કોષરસજાળ (endoplasmic reticulatum) : સુકોષકેન્દ્રી (eukaryotic) કોષના કોષરસમાં વિસ્તૃત અને આંતરસંબંધિત (interconnected) પટલતંત્ર (membrane system) રચતી અંગિકા. તે બધા જ પ્રાણીકોષો અને વનસ્પતિકોષોમાં જોવા મળે છે. આદિકોષકેન્દ્રી (prokayota), પરિપક્વ રક્તકણો, અંડકોષ કે યુગ્મનજ(zygote)માં તેનો અભાવ હોય છે. આદિશુક્રકોષમાં તે રસધાની સ્વરૂપે વિકાસ પામેલી રચના છે. સંયુક્ત સૂક્ષ્મદર્શકયંત્ર હેઠળ કોષરસમાં જોવા…
વધુ વાંચો >અંબર (પ્રાણીશાસ્ત્ર)
અંબર (પ્રાણીશાસ્ત્ર) : સ્પર્મ વ્હેલ(Physeter catodon)ના આંતરડામાં અપાચ્ય ખોરાકની આસપાસ બનતો વિષ્ટારૂપ એક ઘન પદાર્થ. આ પદાર્થનું નિર્માણ એક સામાન્ય જૈવિક ક્રિયાને કારણે છે કે કોઈ વિકૃતિને લીધે છે તે અંગે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. અંબર દરિયામાં તરતું, દરિયાકિનારે તથા વ્હેલના પેટમાંથી મળે છે. સામાન્ય રીતે નાના ટુકડારૂપે તે મળે…
વધુ વાંચો >