પ્રહલાદ બે. પટેલ
બ્યૂટિરિક ઍસિડ
બ્યૂટિરિક ઍસિડ (બ્યૂટેનોઇક ઍસિડ, ઇથાઇલ ઍસેટિક ઍસિડ, પ્રોપાઇલ ફૉર્મિક ઍસિડ) : પ્રાણીજ ચરબી અને વનસ્પતિજ તેલોમાં ઍસ્ટર રૂપે મળી આવતો એલિફેટિક શ્રેણીનો સંતૃપ્ત ઍસિડ. બંધારણીય સૂત્ર CH3CH2CH2COOH. માખણમાં ગ્લિસેરાઇડ તરીકે તેનું પ્રમાણ 3 %થી 4 % જેટલું હોય છે. ખોરા (બગડી ગયેલા) માખણની અણગમતી વાસ એ આ ગ્લિસેરાઇડના જળવિભાજનથી ઉદભવતા…
વધુ વાંચો >બ્યૂટિલ આલ્કોહૉલ
બ્યૂટિલ આલ્કોહૉલ : સમાન અણુસૂત્ર (C4H9OH) ધરાવતા ચાર સમાવયવી (isomeric) આલ્કોહૉલમાંનો એક. આ ચારેય સમઘટકોમાં બંધારણીય સૂત્રો અને ભૌતિક ગુણધર્મો આ સાથેની સારણી મુજબ છે : સમઘટકોમાં બંધારણીય સૂત્રો અને ભૌતિક ગુણધર્મો બંધારણીય સૂત્ર નામ ઉ.બિં. (સે.) ગ.બિં. (સેં.) વિ.ઘ. (20° સે.) CH3CH2CH2CH2OH n-બ્યૂટિલ આલ્કોહૉલ (1-બ્યૂટેનોલ) 117.7° 90.2° 0.810 આઇસોબ્યૂટિલ…
વધુ વાંચો >બ્યૂટીન
બ્યૂટીન : C4H8 અણુસૂત્રવાળા આલ્કીન સમુદાયોનો એક દ્વિબંધ ધરાવતો અસંતૃપ્ત હાઇડ્રૉકાર્બન. આ અણુસૂત્રવાળા ચાર સમાવયવી (isomeric) હાઇડ્રૉકાર્બન છે, જેમનાં બંધારણીયસૂત્ર નીચે પ્રમાણે છે. આ ચારેય સંયોજનો બ્યૂટીન અથવા બ્યૂટિલીન હાઇડ્રૉકાર્બન તરીકે જાણીતાં છે. ઓરડાના દ્બાણે અને તાપમાને બધાં વાયુરૂપમાં હોય છે. ઔદ્યોગિક રીતે તે બ્યૂટેનના ઉદ્દીપકીય વિહાઇડ્રોજનીકરણ દ્વારા મેળવી શકાય…
વધુ વાંચો >બ્યૂટેન
બ્યૂટેન : કાર્બનિક સંયોજનોની આલ્કેન શ્રેણી(સામાન્ય સૂત્ર CnH2n+2)નો ચોથો સભ્ય. સંતૃપ્ત હાઇડ્રૉકાર્બન. અણુસૂત્ર C4H10. બ્યૂટેનના બે સંરચનાકીય (structural) સમઘટકો (isomers) છે : (i) સરળ (સીધી) શૃંખલાવાળો n–બ્યૂટેન (normal બ્યૂટેન) અને (ii) શાખિત (branched) શૃંખલાવાળો આઇસો–બ્યૂટેન. બંને પ્રકારના બ્યૂટેન કુદરતી વાયુ (natural gas), અપરિષ્કૃત (crude) પેટ્રોલિયમ તથા ખનિજતેલના શુદ્ધીકરણમાં મળતા રિફાઇનરી-વાયુઓમાં…
વધુ વાંચો >માર્કસ, રુડોલ્ફ આર્થર
માર્કસ, રુડોલ્ફ આર્થર (જ. 21 જુલાઈ 1923, મૉન્ટ્રિયલ, કૅનેડા) : રસાયણશાસ્ત્રમાં અતિઉત્તેજિત પ્રાયોગિક વિકાસ (highly stimulated experimental developments) માટે 1992ના વર્ષના રસાયણશાસ્ત્રના નોબેલ પુરસ્કારવિજેતા. તેઓ મેકગિલ યુનિવર્સિટીમાંથી 1943માં ગ્રૅજ્યુએટ થયા અને 1946માં તેમણે પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1988માં તેમને ડી.એસસી.ની માનાર્હ પદવી પ્રાપ્ત થયેલી. 1983માં પણ આવી જ પદવીથી તેમને…
વધુ વાંચો >મિચેલ, હાર્ટમુટ
મિચેલ, હાર્ટમુટ (જ. 18 જુલાઈ, 1948, લુડવિગ્ઝબર્ગ, જર્મની) : જર્મન રસાયણવિદ અને 1988ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબલ પુરસ્કારના ડીઝેનહોફર અને હુબર સાથેના સંયુક્ત વિજેતા. હાર્ટમુટે 1969-75 દરમિયાન ટ્યૂબિન્જેન અને મ્યૂનિકમાં જૈવરસાયણનો અભ્યાસ કર્યો હતો. તેમણે 1977માં યુનિવર્સિટી ઑવ્ વૂર્ઝબર્ગમાંથી જૈવરસાયણમાં પીએચ.ડી.ની પદવી મેળવી અને 1977-79 દરમિયાન ત્યાં જ પોસ્ટડૉક્ટરલ ફેલો…
વધુ વાંચો >મિથાઈલ આલ્કોહૉલ
મિથાઈલ આલ્કોહૉલ (મિથેનોલ, કાર્બિનોલ) : સાદામાં સાદો આલ્કોહૉલ. બંધારણીય સૂત્ર . અગાઉ લાકડામાંથી કોલસો બનાવતી વખતે સહનીપજ (coproduct) તરીકે મળતો હોવાથી તે કાષ્ઠ આલ્કોહૉલ (wood alcohol) અથવા કાષ્ઠ સ્પિરિટ (wood spirit) કહેવાતો. તે નિર્મળ (clear), રંગવિહીન, વાસવિહીન, લગભગ સ્વાદવિહીન, વહનક્ષમ (mobile), ધ્રુવીય (polar) અને ઝેરી પ્રવાહી છે. તેનું ઉ. બિં.,…
વધુ વાંચો >મિથાઈલ ઑરેન્જ
મિથાઈલ ઑરેન્જ : રાસાયણિક પ્રયોગશાળામાં ઉપયોગમાં લેવાતો ઍસિડ-બેઝ સૂચક. [P– (P-ડાઇમિથાઈલઍમિનો ફિનાઇલએઝો) – બેન્ઝિન સલ્ફોનેટ ઑવ્ સોડિયમ]; હેલિયાન્થિન B; ઑરેન્જ-III; ગોલ્ડ ઑરેન્જ; ટ્રૉપીઓલિન D તરીકે પણ તે જાણીતો છે. અણુસૂત્ર : (CH3)2NC6H4NNC6H4SO3Na. તે કાર્બનિક એઝો રંગક છે. તેમાં એઝો સમૂહ (–N=N–) હોવાથી એઝોઇક રંગક પણ કહેવાય છે, નારંગી-પીળા રંગનો આ…
વધુ વાંચો >મિથાઈલ ક્લોરાઇડ
મિથાઈલ ક્લોરાઇડ (ક્લોરોમિથેન; મૉનૉક્લોરોમિથેન) : ક્લોરિન પરમાણુ ધરાવતું કાર્બનિક સંયોજન. બંધારણીય સૂત્ર . રંગવિહીન, સંકોચિત વાયુ અથવા પ્રવાહી. ઈથર જેવી આછી મધુર વાસ ધરાવે છે. વિ. ઘ. 0.92 (20° સે.); ઉ. બિં. –23 7° સે.; પાણીમાં અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય થઈ વિઘટન પામે છે. આલ્કોહૉલ, ક્લૉરોફૉર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, બેન્ઝિન, ગ્લૅશિયલ ઍસેટિક…
વધુ વાંચો >મિથિલીન ક્લોરાઇડ
મિથિલીન ક્લોરાઇડ (મિથિલીન ડાઇક્લોરાઇડ; ડાઇક્લોરો-મિથેન) : બે ક્લોરિન પરમાણુ ધરાવતું કાર્બનિક સંયોજન. અણુસૂત્ર, CH2Cl2. તે રંગવિહીન, બાષ્પશીલ; અજ્વલનશીલ (nonflammable), ઈથર જેવી તીક્ષ્ણ (penetrating) વાસવાળું પ્રવાહી છે. પાણી કરતાં ભારે છે. પાણીમાં અલ્પદ્રાવ્ય; જ્યારે આલ્કોહૉલ તથા ઈથરમાં દ્રાવ્ય પ્રવાહી છે. તેનું ઉ. બિં. 40° સે. અને ઘનતા 1.335 (15/4C) છે. ઔદ્યોગિક…
વધુ વાંચો >