પ્રહલાદ બે. પટેલ
ક્રોટો, હેરોલ્ડ વૉલ્ટર (સર)
ક્રોટો, હેરોલ્ડ વૉલ્ટર (સર) (જ. 7 ઑક્ટોબર 1939, વિઝબેક, કેમ્બ્રિજશાયર, ઇંગ્લૅન્ડ; અ. 30 એપ્રિલ 2016, ઇસ્ટ સસેક્સ, ઇંગ્લૅન્ડ) : કાર્બનના નવા અપરરૂપ (allotrope) એવાં ફુલેરીનના શોધક અને 1996ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. ક્રોટોએ 1964માં યુનિવર્સિટી ઑવ્ શેફિલ્ડ (યુ.કે.)માંથી પીએચ.ડી. પદવી પ્રાપ્ત કરી હતી. 1967માં તેઓ યુનિવર્સિટી ઑવ્ સસેક્સની ફૅકલ્ટીમાં…
વધુ વાંચો >ક્લૉરડેન
ક્લૉરડેન : ઑક્ટાક્લૉરોહેક્ઝાહાઇડ્રોમિથેનોઇન્ડિન(C10H6Cl8)ના એક જ અણુસૂત્રવાળા પરંતુ જુદાં જુદાં બંધારણીય સૂત્રોવાળા સમઘટકોનું સામૂહિક નામ. ક્લૉરડેન તેમાંનો એક સમઘટક છે જે સ્પર્શ-કીટકનાશક (contact insecticide) તરીકે વપરાય છે. તે ઑક્ટાક્લૉર તરીકે પણ ઓળખાય છે. સાયક્લૉપેન્ટાડાઇન અને હેકઝાક્લૉરોસાયક્લોપેન્ટાડાઇન વચ્ચે યોગશીલ પ્રક્રિયા થવાથી ક્લૉરડિન મળે છે. તેની ક્લોરિન સાથે યોગશીલ પ્રક્રિયા કરવાથી ક્લૉરડેન મળે.…
વધુ વાંચો >ગ્રુબ્સ, રૉબર્ટ એચ.
ગ્રુબ્સ, રૉબર્ટ એચ. (Grubbs, Robert H.) (જ. 27 ફેબ્રુઆરી 1942, પોસુમ ટ્રોટ પાસે, કેન્ટકી, યુ.એસ.; અ. 19 ડિસેમ્બર 2021, કેલિફોર્નિયા, યુ. એસ.) : અમેરિકન રસાયણવિદ અને 2005ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. ગ્રુબ્સે 1968માં કોલંબિયા યુનિવર્સિટી, ન્યૂયૉર્ક સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી મેળવી હતી. 1978માં તેઓ કેલ્ટેક(Caltech)ના શિક્ષકગણમાં જોડાયા. સ્થાનફેર (metathesis)…
વધુ વાંચો >ચાલ્ફી, માર્ટિન
ચાલ્ફી, માર્ટિન (Chalfie, Martin) (જ. 15 જાન્યુઆરી 1947, શિકાગો, યુ.એસ.) : અમેરિકન જૈવવૈજ્ઞાનિક અને 2008ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. ચાલ્ફીએ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ચેતાજીવવિજ્ઞાન(neurobiology)માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. હાલ તેઓ કોલંબિયા યુનિવર્સિટીમાં જૈવિક વિજ્ઞાનો(biological sciences)ના પ્રાધ્યાપક છે. ચેતાજીવવિજ્ઞાન એ ચાલ્ફીના સંશોધનનું મુખ્ય ક્ષેત્ર છે. તેમની પ્રયોગશાળામાં ચેતાકોષ(nerve cell)ના વિકાસ…
વધુ વાંચો >ચૉવિન, ઈવ (Chauvin, Yves)
ચૉવિન, ઈવ (Chauvin, Yves) (જ. 10 ઑક્ટોબર 1930, ફ્રાંસ; અ. 28 જાન્યુઆરી 2015, ફ્રાંસ) : ફ્રેંચ રસાયણવિદ અને 2005ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. ચૉવિને તેમની કારકિર્દીનો મોટા ભાગનો સમય ફ્રેન્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પેટ્રોલિયમ ઇન રૂઈલ-માલ્માઇસન (Rueil-Malmaison) ખાતે રસાયણશાસ્ત્રમાં સંશોધન કરવામાં ગાળ્યો હતો. 1970માં તેમણે એક મહત્વની શોધ કરી. કાર્બનિક…
વધુ વાંચો >ત્સિયન, રોજર યૉંચિયન
ત્સિયન, રોજર યૉંચિયન (Tsien, Roger Yonchien) (જ. 1 ફેબ્રુઆરી 1952, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકન જૈવવૈજ્ઞાનિક અને લીલા પ્રસ્ફુરક પ્રૉટીન (green fluorescent protein, GFP) અંગેના સંશોધન બદલ 2008ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. ત્સિયનનાં કુટુંબીઓ વુયુ (Wuyue) રાજ્યના રાજવી પરિવારનાં સંતાનો હતાં. ઐતિહાસિક ર્દષ્ટિએ ત્સિયન એ રાજા કિયાન લૂ (Qian Lue)…
વધુ વાંચો >નવસાર (Sal ammoniac)
નવસાર (Sal ammoniac) : રાસાયણિક રીતે એમોનિયમ ક્લોરાઇડ તરીકે ઓળખાતો અકાર્બનિક ઘન પદાર્થ. સૂત્ર NH4Cl. એમોનિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ અથવા એમોનિયા કાર્બોનેટ અને કૅલ્શિયમ ક્લોરાઇડનાં દ્રાવણો વચ્ચેની પ્રક્રિયામાં આંશિક સ્ફટિકીકરણ દ્વારા તે મેળવી શકાય છે : (NH4)2SO4 + 2NaCl → 2NH4Cl + Na2SO4 એમોનિયા-સોડા (સોલ્વે સોડા) પ્રવિધિમાં તે આડપેદાશ રૂપે…
વધુ વાંચો >નેગિશી, એઈ – ઈચી (Negishi, Ei – ichi)
નેગિશી, એઈ – ઈચી (Negishi, Ei – ichi) [જ. 14 જુલાઈ 1935, ચેન્ગચુન, ચીન(Changchun, China)] : યુગ્મન પ્રક્રિયાના શોધક અને 2010ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા જાપાની રસાયણવિદ. તેઓ ચેન્ગચુન, ચીનમાં જન્મેલા પરંતુ તેમનો ઉછેર જાપાની હકૂમત હેઠળ કોરિયાના સેઉલ(Seoul)માં થયો હતો. 1958માં તેઓ ટોકિયો યુનિવર્સિટીમાંથી સ્નાતક બનેલા અને તેઈજિન(Teijin)…
વધુ વાંચો >નૉયોરી, ર્યોજી (Noyori, Ryoji)
નૉયોરી, ર્યોજી (Noyori, Ryoji) (જ. 3 સપ્ટેમ્બર 1938, કોબે, જાપાન(Kobe, Japan)) : જાપાની રસાયણવિજ્ઞાની અને 2001ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. નૉયોરી ક્યોટો યુનિવર્સિટીની એન્જિનિયરિંગ શાળાના ઔદ્યૌગિક રસાયણ-વિભાગના વિદ્યાર્થી હતા. ત્યાંથી 1961માં સ્નાતક થયા અને તે પછી નગોયા યુનિવર્સિટીની ગ્રૅજ્યુએટ(graduate) સ્કૂલ ઑવ્ એન્જિનિયરિંગમાંથી ઔદ્યોગિક રસાયણમાં અનુસ્નાતક પદવી મેળવી હતી.…
વધુ વાંચો >નોલ્સ, વિલિયમ સ્ટૅન્ડિશ (Knowles, William Standish)
નોલ્સ, વિલિયમ સ્ટૅન્ડિશ (Knowles, William Standish) (જ. 1 જૂન 1917, ટૉનટન(Taunton), મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 13 જૂન 2012, ચેસ્ટરફિલ્ડ, મિસૌરી, યુ.એસ.) : અમેરિકન રસાયણવિદ અને 2001ના રસાયણવિજ્ઞાન માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. શરૂઆતમાં શાળાકીય શિક્ષણ માટે શેફિલ્ડ, મૅસચૂસેટ્સની બર્કશાયર સ્કૂલ(Berkshire School)માં દાખલ થયેલા. ત્યાં તેમણે સારી પ્રગતિ કરી હતી અને કૉલેજ બોર્ડ…
વધુ વાંચો >