પ્રહલાદ છ. પટેલ

જૂલ-ટૉમ્સન અસર

જૂલ-ટૉમ્સન અસર (JouleThomson effect) : ઉષ્માનો વિનિમય કે બાહ્ય કાર્ય કર્યા સિવાય વાયુના સમોષ્મી વિસ્તરણ (adiabatic expansion) સાથે સંકળાયેલ તાપમાનનો ફેરફાર. હાઇડ્રોજન અને હિલિયમ વાયુ સિવાય, બધા જ વાયુઓનું વિસ્તરણ કરતાં તે ઠંડા પડે છે. (હાઇડ્રોજન અને હિલિયમનું પ્રારંભિક તાપમાન ખૂબ જ નીચું હોય ત્યારે તેમનું વિસ્તરણ કરતાં ઠંડા પડે…

વધુ વાંચો >

જૉલિયો-ક્યૂરી ફ્રેડરિક

જૉલિયો-ક્યૂરી ફ્રેડરિક (જ. 19 માર્ચ 1900, પૅરિસ, ફ્રાન્સ; અ. 14 ઑગસ્ટ 1958, પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેંચ ભૌતિક રસાયણવિદ. જેમને 1935માં પત્ની આઇરીન ક્યૂરી સાથે, સંયુક્ત રીતે, નવાં કૃત્રિમ રેડિયોઍક્ટિવ તત્વોની શોધ માટે રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર અર્પણ થયો હતો. અભ્યાસ કરતાં, ફ્રેડરિક ખેલકૂદમાં આગળ હતા. કૌટુંબિક સંજોગોને કારણે, વિના-શુલ્ક શિક્ષણ માટે…

વધુ વાંચો >

જોસેફસન અસર

જોસેફસન અસર (Josephson effect) : અવાહક દ્રવ્યના પાતળા સ્તર વડે અલગ કરેલા બે અતિવાહક (super conducting) દ્રવ્યના ટુકડા વચ્ચે થતું વિદ્યુતપ્રવાહનું વહન. આવા પ્રવાહનું વહન બે અતિવાહકને અલગ કરતા પાતળા પરાવૈદ્યુત (dielectric) સ્તરની આરપાર સુરંગ(tunnel)ની જેમ અતિવાહક વચ્ચે નબળા જોડાણ (જોસેફસન જંક્શન) દ્વારા યુગ્મિત (paired) ઇલેક્ટ્રૉન(કૂપર જોડ)ના માર્ગ દ્વારા થતું…

વધુ વાંચો >

ઝાકળ

ઝાકળ : ભૂમિતલની નજીકના ઘાસ, છોડ અને બારીના કાચ જેવા પદાર્થો ઉપર જામતું પાણીનું પાતળું પડ. દિવસે પૃથ્વીની સપાટી સૂર્યનાં કિરણોનું શોષણ કરે છે. આથી તે ગરમ થાય છે. સૂર્યાસ્ત પછી પૃથ્વીની સપાટી ધીમે ધીમે ઠંડી પડે છે.  આકાશ વાદળો વિનાનું હોય તો સપાટી જલદી ઠંડી પડે છે અને આકાશ…

વધુ વાંચો >

ઝીમન અસર

ઝીમન અસર (Zeeman effect) : ચુંબકીય ક્ષેત્રની અસર નીચે વર્ણપટની રેખાઓ બેવડાઈ કે ત્રેવડાઈ જવાની ઘટના. તેના અભ્યાસ માટેની પ્રાયોગિક ગોઠવણી આાકૃતિ 1માં દર્શાવી છે, જેમાં પ્રકાશસ્રોત S, માત્ર એક જ તરંગલંબાઈ λ0 અને આવૃત્તિ 0ના પ્રકાશનું ઉત્સર્જન કરે છે : આ સંજોગોમાં આકૃતિ 1માં રાખેલા વર્ણપટમાપક-(spectrometer)માં ચુંબકીય ક્ષેત્ર Hની…

વધુ વાંચો >

ટેલિવિઝન

ટેલિવિઝન : ધ્વનિસહ, ર્દશ્ય ચિત્રનું વિદ્યુતચુંબકીય તરંગો દ્વારા સંચારણ (transmission) અને અભિગ્રહણ (reception) કરતી પ્રયુક્તિ. તેની મદદથી કોઈ પણ ચિત્રને દૂર આવેલા સ્થળેથી જોઈ શકાય છે. ચલચિત્રની જેમ ટેલિવિઝનમાં ક્રમિક ચિત્રોની શ્રેણીનો સમાવેશ થાય છે. ર્દષ્ટિસાતત્યને કારણે પ્રતિબિંબોની આવી શ્રેણી મગજ ઉપર સળંગ ચિત્ર રૂપે નોંધાય છે. એક સેકન્ડમાં ઓછામાં…

વધુ વાંચો >

ટોકામેક

ટોકામેક : પ્લાઝ્મા માટે સંવૃત અથવા પરિભ્રમણ પૃષ્ઠ (doughnut અથવા toroid) આકારની પરિરોધ(confinement)-પ્રણાલી. પ્લાઝ્મા વિદ્યુતભારિત અને તટસ્થ કણોનો વાયુરૂપ સમૂહ છે, જે સમગ્રપણે વિદ્યુત-તટસ્થ વર્તણૂક ધરાવે છે અને તે દ્રવ્યનું ચોથું સ્વરૂપ છે. ન્યૂક્લિયર સંગલન(fusion)થી મળતી ઊર્જા અગાધ અને શુદ્ધ હોય છે. આથી  આવી ઊર્જા પેદા કરવા માટે સક્રિય પ્રયત્નો…

વધુ વાંચો >

‘ડબલ્યૂ’ કણ

‘ડબલ્યૂ’ કણ : નિર્બળ ન્યૂક્લિય બળોનું સંચરણ કરતા માનવામાં આવેલા એટલે કે અમુક પ્રકારના પારમાણ્વિકન્યૂક્લિયસમાં રેડિયોઍક્ટિવ ક્ષય(decay)નું સંચાલન કરતાં વિચારવામાં આવેલા અવપારમાણ્વિક (subatomic) કણોના વર્ગમાંનો એક કણ. તેને ન્યૂક્લિયસમાં રેડિયોઍક્ટિવ ક્ષયનું સંચાલન કરતો ગણવામાં આવેલ છે. તેને  મંદ બોઝૉન કે W મેસૉન પણ કહે છે. બોઝૉન એટલે શૂન્ય કે પૂર્ણાંક…

વધુ વાંચો >

ડેવિસ, રૅમન્ડ (જુનિયર)

ડેવિસ, રૅમન્ડ (જુનિયર) (જ. 14 ઑક્ટોબર 1914, વૉશિંગ્ટન ડી. સી., અ. 31 મે 2006, બ્લૂ પૉઇન્ટ, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકન રસાયણવિજ્ઞાની, ભૌતિકવિજ્ઞાની અને 2002ના ભૌતિકવિજ્ઞાનના નોબેલ પુરસ્કારના સહવિજેતા. ડેવિસના પિતા નૅશનલ બ્યૂરો ઑવ્ સ્ટાન્ડર્ડ્ઝના તસવીરકાર હતા. તેમનાં માતા દેવળની ગાયક મંડળી ચલાવતાં હતાં. તેમાં ડેવિસ કેટલાંક વર્ષો સુધી માતાને ખુશ…

વધુ વાંચો >

ડૉ. આત્મારામ

ડૉ. આત્મારામ (જ. 12 ઑક્ટોબર 1908, બિજનોર, ઉ. પ્ર.; અ. 1985) : ભારતના કાચ અને સિરૅમિક ઉદ્યોગના પિતામહ. આત્મારામ ગામડામાં ગરીબી વચ્ચે ઊછર્યા હતા. પારિવારિક સાદગી, સભ્યતા અને સંસ્કારો વારસામાં મળ્યાં હતાં. 1924માં તેમણે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી મૅટ્રિક અને 1928માં બી.એસસી.ની પરીક્ષાઓ પસાર કરી. અલ્લાહાબાદ વિશ્વવિદ્યાલયમાં તેમને પ્રવેશ ન મળ્યો;…

વધુ વાંચો >