પ્રવીણચંદ્ર પરીખ

રુકિમણી

રુકિમણી : વિદર્ભ નરેશ ભીષ્મકની પુત્રી અને શ્રીકૃષ્ણની પટરાણી. એને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. યુવાન થયે એને નારદના મુખેથી શ્રીકૃષ્ણની શક્તિ અને એમનાં રૂપ તેમજ ગુણનું વર્ણન સાંભળી મનથી શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરવાનો મનસૂબો કર્યો. રુકિમણીનો ભાઈ રુકિમ એનાં લગ્ન જરાસંધનો સમર્થક હતો અને કંસવધને કારણે કૃષ્ણ પ્રત્યે વેર…

વધુ વાંચો >

રુદ્રકૂપ

રુદ્રકૂપ : તળાવ સ્થાપત્યનું એક અંગ. માનવસર્જિત તળાવોમાં વરસાદનું પાણી લાવવા માટે નીક બનાવવામાં આવતી. આ પાણીમાં ઘન કચરો પુષ્કળ પ્રમાણમાં રહેતો. આવા ઘન કચરાવાળું પાણી તળાવમાં જો સીધું જ ઠલવાય તો તળાવના તળિયે કચરાનો જમાવ થતો. ધીમે ધીમે આ કચરાનો જમાવ વધી જાય તો તળાવનું તળ ઊંચું આવવાથી તેની…

વધુ વાંચો >

રૂપા કચરા

રૂપા કચરા : જામનગરના સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ હરોળના ચિતારા. જામનગરના રાજવી જામ વિભાજીના સમય (1852-1895) દરમિયાન તેઓ થઈ ગયા. જાતિએ તેઓ કડિયા જ્ઞાતિના હતા. એમની અનેક ચિત્રકૃતિઓ પ્રાપ્ત થાય છે. તેમાં અમદાવાદના સ્વામિનારાયણ મંદિર(કાલુપુર)ના રંગમહેલમાં પ્રદર્શિત કરેલી શ્રી ઘનશ્યામ મહારાજની દોલોત્સવની તથા બાળ ઘનશ્યામ અને ધર્મભક્તિની ચિત્રકૃતિઓ જૂનામાં જૂની છે.…

વધુ વાંચો >

રૂહ

રૂહ : આત્મા. સૂફીઓને મતે આત્માના બે ભેદ છે – રૂહ અને નફ્સ (પ્રાણ). રૂહ સદવૃત્તિઓનું ઉદગમ સ્થાન છે, એ વિવેક દ્વારા કાર્યરત થાય છે. રૂહ આત્માને ઊર્ધ્વ તરફ લઈ જાય છે. પરમાત્માને લગતી બધી વૃત્તિઓનું એ નિવાસસ્થાન છે. પરમાત્માનો પ્રેમ પણ રૂહની નિસબત છે. એમાં ક્યારેય બુરાઈ આવતી નથી.…

વધુ વાંચો >

રેખા-દેઉલ

રેખા-દેઉલ : ઓરિસાનાં મંદિરોમાં શિખરની રચના પરત્વે વિશિષ્ટ સ્વરૂપ ધરાવતું ગર્ભગૃહ. ઓરિસામાં મંદિરના ગર્ભગૃહને શ્રી-મંદિર કે દેઉલ કહે છે. એમાં શિખર-રચના પરત્વે રેખા-દેઉલ અને પીડ-દેઉલ એવી બે પદ્ધતિઓ જોવામાં આવે છે. રેખા-દેઉલમાં બાડા, છપ્પર અને આમલક એવાં ત્રણ અંગો હોય છે; જ્યારે પીડ-દેઉલમાં બાડા, પીડ અને ઘંટાકલશ હોય છે. રેખા-દેઉલનો…

વધુ વાંચો >

રૈદાસ

રૈદાસ (આશરે 1388–1518) : નિર્ગુણમાર્ગી ભારતીય સંત. બનારસના રહેવાસી. જાતિએ ચમાર, કબીરના સમકાલીન. કબીર, નાભાદાસ, મીરાં અને પ્રિયદાસ જેવાં સંતો અને ભક્તોએ તેમનું આદરપૂર્વક સ્મરણ કર્યું છે. ચિતોડના રાણા સંગ્રામસિંહની પત્ની ઝાલીરાણી અને મીરાંબાઈ તેમનાં શિષ્યા હોવાનું પણ મનાય છે. તેઓ ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં વિરક્ત કોટિના સંત હતા. તેમણે જોડા…

વધુ વાંચો >

રોરુક

રોરુક : સક્કર(સિંધ, પાકિસ્તાન)થી 9 કિમી. દૂર આવેલું આજના રોરી નગરની સમીપનું પ્રાચીન જનપદ. બુદ્ધકાલ (ઈ. પૂ. છઠ્ઠી સદી) દરમિયાન આ વિસ્તાર સૌવીર કે દક્ષિણ સિંધુ પ્રદેશમાં સમાવિષ્ટ હતો. ‘દિવ્યાવદાન’માં રોરી કે રોરુક જનપદના રાજા તરીકે રુદ્રાયણનો ઉલ્લેખ મળે છે. સિકંદરના ભારત પરના આક્રમણ (ઈ. પૂ. 326) વખતે રોરુકમાં મૂષિક…

વધુ વાંચો >

લલકદાસ

લલકદાસ (18મી સદીનો ઉત્તરાર્ધ) : રામાનન્દ સંપ્રદાયના ગાદીધારી મહાત્મા. આ વૈષ્ણવ સંત રામોપાસક હતા અને પોતાની વિશાળ શિષ્યમંડળી સાથે મોટે ભાગે પર્યટન કરતા. તેઓ માધુર્યભક્તિના ઉપાસક હતા. ભક્તિ ઉપરાંત કાવ્યશાસ્ત્રમાં પણ અનુરાગ ધરાવતા હતા. કાવ્યશાસ્ત્ર પરત્વે તેમને કવિઓ સાથે વાદ-વિવાદના અનેક પ્રસંગો બનતા. એમની બે રચનાઓ પ્રસિદ્ધ છે : ‘સત્યોપાખ્યાન’…

વધુ વાંચો >

લાક્ષાગૃહ

લાક્ષાગૃહ : પાંડવોને જીવતા બાળી મૂકવા માટે દુર્યોધને પુરોચન દ્વારા વારણાવતમાં કરાવેલ લાખનો આવાસ. મહાભારતમાં એવો ઉલ્લેખ છે કે એક વાર પાંડવો અને એમની માતા કુંતી વારણાવતમાં ભરાતો મહાદેવનો મેળો જોવા ગયાં. દુર્યોધનને આની પહેલેથી ખબર પડી આથી એણે પોતાના પુરોચન નામના મંત્રીને ત્યાં મોકલી પાંડવોને રહેવા માટે લાક્ષાગૃહનું નિર્માણ…

વધુ વાંચો >

લાડસાગર

લાડસાગર : ચાચા હિત-વૃંદાવનદાસરચિત રાધાના શૈશવથી લઈને કિશોરાવસ્થા સુધી શ્રીકૃષ્ણ પ્રત્યે વ્યક્ત થયેલ પ્રેમનો અગાધ સાગરરૂપ ગ્રંથ. ઈ. સ. 1747થી 1778 દરમિયાન એની રચના થઈ છે. આમાં શૈશવાવસ્થાની ચપળ ક્રીડાઓનું સ્વાભાવિક વર્ણન કરતાં કવિ પોતાની ભાવના દ્વારા અનોખું અને અદ્વિતીય શબ્દચિત્ર રજૂ કરે છે. ‘લાડસાગર’ દશ પ્રકરણોમાં વિભક્ત છે. એમાં…

વધુ વાંચો >