પ્રવીણચંદ્ર પરીખ
અશ્મક દેશ
અશ્મક દેશ : અશ્મક કે અસ્સક (અશ્વક) નામે ઓળખાતો પ્રદેશ. તે માહિષ્મતી અને ગોદાવરી વચ્ચે આવેલો હતો. આજે આ પ્રદેશ ખાનદેશ તરીકે ઓળખાય છે. તેના લોકો અશ્મક તરીકે ઓળખાતા હોવાનું પાણિનિએ જણાવ્યું છે. બૌદ્ધકાલમાં અશ્મક જનપદ હતું અને એની રાજધાની પોતન કે પોતલી હતી. ખારવેલના લેખમાં જણાવ્યું છે તેમ, એણે…
વધુ વાંચો >અષ્ટસખા
અષ્ટસખા : ગોપાલકૃષ્ણના સમાનવય, સમાનશીલ અને સમાન-પ્રવૃત્તિ ધરાવતા સખાઓ. પુષ્ટિમાર્ગમાં કૃષ્ણ, તોક, અર્જુન, ઋષભ, સુબલ, શ્રીદામા, વિશાલ અને ભોજને અષ્ટસખા માનવામાં આવે છે. સાધારણ રીતે ગોપીભાવની ભક્તિ પોતાને સખીરૂપે કલ્પીને કરવામાં આવે છે, જ્યારે સખાભાવની ભક્તિમાં ભક્ત પોતાને શ્રીકૃષ્ણના ગોપસખારૂપે કલ્પે છે. શ્રીકૃષ્ણના બાલ્ય અને કિશોરલીલાના સંગી ગોપ સખાઓમાંના બળરામ…
વધુ વાંચો >અંકચિહનો અને સંખ્યાલેખનપદ્ધતિ (ભારતીય)
અંકચિહનો અને સંખ્યાલેખનપદ્ધતિ (ભારતીય) : જેમ વર્તમાન ભારતીય લિપિઓના અક્ષરોને પ્રાચીન બ્રાહ્મી અક્ષરો સાથે સરખાવતા તેમની વચ્ચે મોટું અંતર જણાય છે, તેમ વર્તમાન ભારતીય અંકો અને પ્રાચીન બ્રાહ્મી અંકો વચ્ચે પણ મોટું અંતર રહેલું છે. આ અંતર અંકોનાં સ્વરૂપ તેમજ સંખ્યાલેખનપદ્ધતિમાં પણ વરતાય છે. પ્રાચીન બ્રાહ્મી અંકચિહનોની પદ્ધતિમાં શૂન્યનો પ્રયોગ…
વધુ વાંચો >અંગકોર
અંગકોર : કમ્પુચિયા (પ્રાચીન કમ્બુજ) દેશમાં યશોધરપુર અને અંગકોરથોમ નામે બે રાજધાનીઓ ધરાવતો વિસ્તાર. યશોધરપુર મૂળમાં કમ્બુપુરીને નામે ઓળખાતું શહેર હતું અને તેની સ્થાપના ખ્મેર સમ્રાટ યશોવર્મા(889-9૦૦)એ કરી હતી. નોમ બળેન નામની ટેકરીની આસપાસ આ શહેર વસ્યું હતું. યશોવર્માએ ટેકરી પર રાજગઢ અને શહેર બહાર ‘યશોધર-તટાક’ નામે વિશાળ જળાશય કરાવ્યાં…
વધુ વાંચો >અંગદેશ
અંગદેશ : સોળ મહાજનપદોમાંનું એક. એ બિહારના ઈશાન ભાગમાં આજના ભાગલપુર અને મોંઘીર જિલ્લાને આવરતો વિસ્તાર ધરાવતું હતું. તેની રાજધાની ચંપાનગરી હતી. એ સ્થાન પર આજે ભાગલપુર વસેલું છે. મહાભારત અનુસાર અંગ-વૈરોચની રાજાના નામ પરથી તે દેશનું નામ અંગદેશ પડ્યું, દુર્યોધને કર્ણને આ દેશનો અધિપતિ બનાવ્યો હતો. રામાયણ પ્રમાણે કામદેવનું…
વધુ વાંચો >અંજાર
અંજાર : ગુજરાત રાજ્યનાં કચ્છ જિલ્લામાં આવેલું અગત્યનાં નગરોમાંનું એક. લગભગ 300 ઉ. અક્ષાંશ પર આવેલું આ નગર કંડલા અને ગાંધીધામની ઉત્તરે લગભગ 25 કિમી. દૂર આવેલું છે. તેની પશ્ચિમે ભૂજ અને પૂર્વમાં ભચાઉ નામના જાણીતાં નગરો આવેલાં છે. વસ્તી : 1,48,354 (2011). અંજાર પ્રાચીન નગર છે. સ્થાનિક ઇતિહાસ અનુસાર…
વધુ વાંચો >અંબિકા
અંબિકા : હિંદુ ધર્મમાં અંબા, અંબામાતા, અંબાજી, ઉમા, દુર્ગા વગેરે નામોથી પૂજાતાં લોકપ્રિય દેવી. વેદમાં અંબિકાને રુદ્રની ભગિનીરૂપે વર્ણવવામાં આવી છે ને રુદ્ર સાથે બલિદાનનો અંશ ગ્રહણ કરવા માટે એનું પણ આવાહન કરવામાં આવતું. મૈત્રાયણી સંહિતામાં તેને રુદ્રની અર્ધાંગિની કહી છે. ઉત્તરકાલમાં તેની ઉમા અને દુર્ગા સ્વરૂપે પૂજા થવા લાગી.…
વધુ વાંચો >આગમ
આગમ : સગુણ ઈશ્વરની ઉપાસનાનું નિરૂપણ કરતાં વિશિષ્ટ શાસ્ત્રો. આગમોની રચના ઉપનિષદો પછી થયાનું જણાય છે. આને માટે બે કારણો અપાય છે. પહેલું અહીં સુધી આવતાં વૈદિક આચારો બહુ ક્ષીણ થઈ ગયા હતા, બીજું આ કાળમાં એક વિરાટ જનસમુદાય હિંદુ ધર્મમાં પ્રવેશ પામ્યો હતો, જેમને હિંદુ ધર્મ તેમજ તેની ઉપાસનાપદ્ધતિનું…
વધુ વાંચો >