પ્રવીણચંદ્ર પરીખ

મેગૅસ્થેનીઝ

મેગૅસ્થેનીઝ : ચંદ્રગુપ્ત મૌર્ય(ઈ. સ. પૂ. 322 – ઈ. સ. પૂ. 298)ના રાજદરબારમાં ગ્રીક રાજા સેલ્યુકસે મોકલેલો રાજદૂત. તે ભારતમાં પાંચ વર્ષ રહ્યો હતો અને ભારત વિશે એણે ‘ઇન્ડિકા’ નામે વૃત્તાંત–ગ્રંથ લખ્યો હતો. આ ગ્રંથની મૂળ પ્રત લુપ્ત થઈ ગઈ છે, પણ પછીના લેખકોએ તેનાં લખાણોમાંથી અવતરણો ટાંકેલાં હોવાથી એ…

વધુ વાંચો >

મેનિઓ-શિઉ

મેનિઓ-શિઉ : શિન્તો ધર્મનો એક શાસ્ત્રગ્રંથ. આ ગ્રંથ દશ હજાર પત્રોના સંગ્રહ રૂપે છે. પાંચમાથી આઠમા સૈકાના ગાળામાં જે કાવ્યો રચાયાં તેમાંનાં 4496 કાવ્યોનો આ ગ્રંથમાં સંગ્રહ થયેલો છે. જાપાનના બેટની દિવ્ય ઉત્પત્તિ અને પ્રાચીન ઇતિહાસને લગતી કથાઓ, ગીતો અને કાવ્યોનો સંગ્રહ આ ગ્રંથમાં કરવામાં આવ્યો છે. કુદરતની શક્તિઓમાં રહેલો…

વધુ વાંચો >

મૈત્રેય

મૈત્રેય : ગૌતમ બુદ્ધ પછી લગભગ 4000 વર્ષ બાદ થનારા ભાવિ બુદ્ધ. બૌદ્ધ સંપ્રદાયની માન્યતા મુજબ હાલ મૈત્રેય તુષિત સ્વર્ગમાં બોધિસત્વ સ્વરૂપે વિચરે છે. મૈત્રેયને હીનયાન અને મહાયાન બંને શાખાના અનુયાયીઓ માને છે. ભારત ઉપરાંત શ્રીલંકા, મ્યાનમાર, જાવા, તિબેટ, થાઈ પ્રદેશ વગેરે દેશોમાં ગૌતમ બુદ્ધની સાથે ભાવિ બુદ્ધ મૈત્રેયની પૂજા…

વધુ વાંચો >

મૈથાણ(જિ. સુરેન્દ્રનગર)નો મંદિર સમૂહ

મૈથાણ(જિ. સુરેન્દ્રનગર)નો મંદિર સમૂહ : મહાગુર્જરીશૈલીનાં જોડાજોડ એકાંકી પ્રકારનાં ત્રણ મંદિરોનો સમૂહ. પ્રાક સોલંકીકાળનાં આ મંદિરો ગર્ભગૃહ અને મુખમંડપનાં બનેલાં છે. દરેકના ગર્ભગૃહનું તલ-આયોજન ત્રિ-રથ પ્રકારનું છે, એટલે કે દરેકનું તલમાન મધ્યમાં ભદ્ર-નિર્ગમ ધરાવે છે. આ ત્રણ મંદિરો છે. ત્રણેય મંદિરોની ઉભડક બાંધણીમાં સૌથી નીચે કલશાદિ થરોથી શોભતો વેદીબંધ અને…

વધુ વાંચો >

મોતી મસ્જિદ

મોતી મસ્જિદ : દિલ્હીના લાલ કિલ્લામાં ઔરંગઝેબે બંધાવેલી શાહી મસ્જિદ. સાધારણ રીતે પોતાની પૂર્વેના બાદશાહોએ અસંખ્ય બાંધકામો કરાવ્યાં હોવાથી ઔરંગઝેબ કોઈ પણ નવાં બાંધકામો કરવાનો વિરોધી હતો અને તેને નિરર્થક ખર્ચરૂપ ગણતો; પરંતુ સત્તા પર આવ્યા પછી કામની વ્યસ્તતા અને અંગત સલામતીના સંદર્ભમાં સવારસાંજ નમાજ પઢવા દૂર જવાને બદલે શાહી…

વધુ વાંચો >

મોતીરામજી મહારાજ

મોતીરામજી મહારાજ (જ. 1886; અ. 1940) : સિદ્ધપુરના આત્મસાધક સંત. સિદ્ધપુરના બ્રાહ્મણ પરિવારમાં જન્મ. ગુજરાતી શાળામાં વાંચવા, લખવા અને ગણવા જેટલું સામાન્ય જ્ઞાન લીધેલું. ગૃહસ્થજીવન ગાળ્યા પછી પુત્રોને સંપત્તિ સોંપી એકાકી જીવન ગાળનારા ત્યાગી સંત થયા. નજીકની હિંગળાજ માતાની ટેકરી પર પર્ણકુટી કરીને ત્યાં નિવાસ કર્યો અને આત્મસાધના કરવા માંડી.…

વધુ વાંચો >

મોરારસાહેબ

મોરારસાહેબ (જ. 1758, થરાદ, જિ. બનાસકાંઠા; અ. 1857, ખંભાલીડા, જિ. જામનગર) : રવિભાણ સંપ્રદાયના આત્માનુભવી સંત. થરાદના વાઘેલા વંશના રાજકુમાર તરીકે જન્મ. મૂળ નામ માનસિંહ. રવિસાહેબના પ્રભાવથી 21 વર્ષની ભરયુવાન વયે રાજવૈભવ છોડી, શેરખીમાં દીક્ષા લેતાં ‘મોરારસાહેબ’ નામ પામ્યા. આઠ વર્ષ સુધી રવિસાહેબની સેવામાં રહ્યા અને ગુરુ-આજ્ઞાથી ધ્રોળ પાસે ખંભાલીડા…

વધુ વાંચો >

મોરારિબાપુ

મોરારિબાપુ (જ. 25 સપ્ટેમ્બર 1946, તલગાજરડા, તા. મહુવા, જિ. ભાવનગર) : રામકથાના સુપ્રસિદ્ધ કથાકાર ને પ્રચારક. પિતા પ્રભુદાસ હરિયાણી, માતા સાવિત્રીબહેન. નિમ્બાર્કાચાર્યની વૈષ્ણવ પરંપરાના એ અનુયાયી. દાદા-દાદીની નિશ્રામાં એમનો ઉછેર અને ઘડતર. દાદીમા દ્વારા પૌરાણિક કથાઓ તેમજ લોકવાર્તાઓનું શ્રવણપાન. દાદા અને ગુરુ ત્રિભોવનદાસ પાસે તુલસી-રામાયણનું અધ્યયન. મોરારિબાપુનું આ અધ્યયન જ્યાં…

વધુ વાંચો >

મ્યુઝિયૉલૉજી

મ્યુઝિયૉલૉજી : મ્યુઝિયમની ચીજવસ્તુઓને સુરુચિપૂર્વક પ્રદર્શિત કરવા અંગેની વિદ્યા. મ્યુઝિયમોની લોકપ્રિયતા વધતાં થોડાં વર્ષોથી આ વિદ્યાનો સ્વતંત્ર વિદ્યા તરીકે વિકાસ થયો છે. મ્યુઝિયમની પ્રદર્શિત કરવા અંગેની સામગ્રીમાં દર્શકો વધુમાં વધુ રસ લે અને એ રીતે જે તે પદાર્થનું યથાર્થ જ્ઞાન સંક્રાંત થતું જાય, એવું પ્રયોજન આ વિદ્યાશાખાનું રહેલું છે. આમાં…

વધુ વાંચો >

યક્ષ (પાલિ યખ્ખ, ગુજરાતી જખ) :

યક્ષ (પાલિ યખ્ખ, ગુજરાતી જખ) : ભારતની ધાર્મિક પરંપરાઓ અનુસાર દિવ્ય ખજાનાઓના રક્ષક અને ધનસંપત્તિના દાતા, ઉપદેવતા. હિંદુ, બૌદ્ધ અને જૈન ત્રણેય ધર્મોમાં યક્ષોનો મહિમા સ્વીકારવામાં આવ્યો છે. હિંદુ ધર્મમાં દેવોના દેવો, ગણદેવો અને ઉપદેવો એ ત્રણ વર્ગો મનાય છે. યક્ષોની ગણના ઉપદેવોમાં કરવામાં આવે છે. મહાભારતમાં તેમને શૂદ્રદેવતા કહ્યા…

વધુ વાંચો >