પ્રવીણચંદ્ર પરીખ

માણસનું મરણોત્તર અસ્તિત્વ

માણસનું મરણોત્તર અસ્તિત્વ : માણસનું મરણોત્તર અસ્તિત્વ ટકી રહે છે કે કેમ તે અંગેની જગતના ધર્મોમાં સ્વીકૃત માન્યતાઓ હિંદુ, જૈન, બૌદ્ધ, શીખ, જરથોસ્તી, યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ આ આઠ ધર્મોમાં માણસના મરણ પછી પણ તેનું અસ્તિત્વ ટકી રહે છે તેવો સિદ્ધાંત સ્વીકારાયો છે. માણસના મરણોત્તર અસ્તિત્વના સ્વરૂપ પરત્વે આ ધર્મો…

વધુ વાંચો >

માધવદાસજી

માધવદાસજી (જ. 1806; અ. 1921) : યોગીકોટિના પરમહંસ સંત. પૂર્વ બંગાળમાં નવદ્વીપ (નદિયા) પાસેના કોઈ ગામે મુખોપાધ્યાય બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા માધવદાસજીએ પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં અને માધ્યમિક શિક્ષણ કોલકાતાની એક મિશનરી શાળામાં લીધું હતું. વયસ્ક થતાં તેમનાં લગ્ન લેવાયાં ત્યાં અચાનક તેમનાં માતાનું અવસાન થતાં લગ્ન મુલતવી રહ્યું અને લગ્નની…

વધુ વાંચો >

માન કવિ (17મી સદીનો ઉત્તરાર્ધ)

માન કવિ (17મી સદીનો ઉત્તરાર્ધ) : મેવાડના મહારાણા. રાજસિંહ (ઈ. સ. 1629–1680)ના રાજકવિ. માન કવિએ પોતાના આશ્રયદાતાનું જીવનચરિત્ર ‘રાજવિલાસ’માં નિરૂપ્યું છે. આ કૃતિની રચના 26 જૂન, 1677ના રોજ આરંભાઈ હતી અને 1680માં રાજસિંહના અવસાન સાથે પૂર્ણ થઈ હતી. ‘રાજવિલાસ’માં 18 વિલાસ છે. પ્રથમ વિલાસમાં બાપા રાવળની ઉત્પત્તિ, બીજામાં એમની વંશાવળી…

વધુ વાંચો >

મારફત

મારફત : મૂળ અરબી શબ્દ મઅરિફત એટલે આધ્યાત્મિક જ્ઞાન, સૂફી વિચારધારા પ્રમાણે મારફત એટલે પરમાત્માની ઓળખ થવી, પિછાણ થવી, પરિચય થવો અને તેમની સાથે એકત્વ અનુભવવું. એ જ્ઞાન દ્વારા મનુષ્ય સમજી શકે છે કે જે પોતાને જે ભિન્નત્વની પ્રતીતિ થાય છે તે મિથ્યા છે. આ જ્ઞાનને સથવારે પ્રથમ તો નિજને…

વધુ વાંચો >

મારુ-ગુર્જર શિલ્પશૈલી

મારુ-ગુર્જર શિલ્પશૈલી : ગુજરાત, રાજસ્થાન અને માળવામાં પૂર્વમધ્યકાલ (ઈ. સ. 1000થી 1300) દરમિયાન ખીલેલી શિલ્પશૈલી. આ વિસ્તારમાં આ કાળ દરમિયાન ભાષા અને કલાને ક્ષેત્રે લગભગ સમાન સ્વરૂપ પ્રવર્તતું હતું, તેથી ભાષાની જેમ આ પ્રદેશની શિલ્પશૈલી મારુ-ગુર્જરશૈલી નામે ઓળખાવા લાગી. ગુજરાતના સિદ્ધરાજ અને કુમારપાળ જેવા સમર્થ રાજવીઓની આણ ગુજરાત ઉપરાંત રાજસ્થાન…

વધુ વાંચો >

માલમ, રામસિંહ (અઢારમી સદી)

માલમ, રામસિંહ (અઢારમી સદી) : કચ્છનો કુશળ વહાણવટી, સ્થપતિ અને હુન્નર-ઉદ્યોગનો મર્મજ્ઞ. મૂળમાં સૌરાષ્ટ્રના ઓખામંડળની વાઘેર જાતિના એક વહાણવટીનો આ સાહસિક પુત્ર કિશોરવયે આફ્રિકા જતા વહાણમાં સફરે નીકળ્યો. રસ્તામાં અચાનક ઊભા થયેલા સમુદ્રી તોફાનમાં ફસાઈને તેનું વહાણ તૂટી જતાં રામસિંહ સમુદ્રમાં ફેંકાઈ ગયો. જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતા રામસિંહને ડચ વહાણવટીઓએ…

વધુ વાંચો >

માળવાનું ઇસ્લામી સ્થાપત્ય

માળવાનું ઇસ્લામી સ્થાપત્ય : ધાર અને માંડૂમાં રચાયેલ ઇસ્લામી સ્થાપત્યો. માળવાનાં ઘોરી અને ખલજી સુલતાનોએ પ્રાચીન રાજધાની ધાર અને નવીન રાજધાની માંડૂને ઇમારતોથી સજાવી હતી. આમાં માંડૂની ઇમારતો શુદ્ધ ઇસ્લામી સ્થાપત્યસ્વરૂપ ધરાવે છે, જ્યારે ધારની ઇમારતો પર હિંદુ કલાનો વ્યાપક પ્રભાવ જોવામાં આવે છે. ઇમારતોના ઘુંમટ સારી રીતે બનાવેલા છે…

વધુ વાંચો >

માંડવીનું સુંદરવનનું મંદિર

માંડવીનું સુંદરવનનું મંદિર  (ઈ. સ. 1574) : કચ્છના રાવ ખેંગારજીએ વિ. સં. 1631માં બંધાવેલું મંદિર. મંદિર પશ્ચિમાભિમુખ છે. ગર્ભગૃહ અંદરના ભાગમાં 3 303 મીટરનું છે. એની અંદર કમલાસન પર લાકડાના પરિકરમાં સુંદરવરજીની ઊભી શ્યામ-શિલામાં કંડારેલી પ્રતિમા નજરે પડે છે. સભામંડપમાં દાખલ થવા માટે ત્રણે બાજુ મુખમંડપ કાઢેલા છે. મંડપનું વિતાનક…

વધુ વાંચો >

મિકાડો-પૂજા

મિકાડો-પૂજા : જાપાનના સમ્રાટની પૂજા. જાપાનના સમ્રાટનું બિરુદ મિકાડો છે. મિકાડો દેવનો અવતાર છે, તેમની સત્તા પણ દેવના જેવી છે એવી દૃઢ માન્યતા જાપાની પ્રજામાં પ્રવર્તે છે. પવિત્રતા એ શિન્તો ધર્મની નૈતિકતાનો પાયો છે. જાપાનનો રાજા મિકાડો પણ સમસ્ત દેશની શુદ્ધિ-પવિત્રતા માટે તથા પ્રજાના પાપ, ચોરી, વ્યભિચાર, મારામારી વગેરેથી થયેલા…

વધુ વાંચો >

મિત્રવૃંદા

મિત્રવૃંદા : અવંતિ નરેશ જયસેનની પુત્રી. તેની માતાનું નામ રાજાધિદેવી હતું અને રાજાધિદેવી શ્રીકૃષ્ણની ફોઈ થતી હતી. તેના પુત્રો અનુવિંદ અને વિંદ પોતાની બહેન મિત્રવૃંદાનાં લગ્ન શ્રીકૃષ્ણ વેરે થાય એ ઇચ્છતા નહોતા. મિત્રવૃંદા માટે સ્વયંવર રચવામાં આવ્યો ત્યારે શ્રીકૃષ્ણે આક્રમણ કરીને એ બંને ભાઈઓને પરાજિત કરી મિત્રવૃંદાનું અપહરણ કર્યું. મિત્રવૃંદાને…

વધુ વાંચો >