પ્રવીણચંદ્ર પરીખ

મહત્ – મહાન્

મહત્ – મહાન્ : સાંખ્યદર્શનમાં બુદ્ધિવાચક શબ્દ. બાહ્ય જગતની દૃષ્ટિએ એ વિરાટ-બીજ છે તેથી તેને મહતત્વ કહે છે. આભ્યંતરિક દૃષ્ટિએ આ એવી બુદ્ધિ છે જે જીવમાત્રમાં વિદ્યમાન રહે છે. અને તે જ્ઞાતા-જ્ઞેયના અન્યોન્ય ભેદાભેદનો નિશ્ચય અને નિર્ણય કરે છે. સાંખ્યદર્શન અનુસાર સૃષ્ટિ-પ્રક્રિયાનું મુખ્ય કારણ મહત્ જ છે. તદનુસાર પ્રકૃતિ અને…

વધુ વાંચો >

મહાકાલેશ્વર

મહાકાલેશ્વર : દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું એક લિંગ ધરાવતું ઉજ્જયિનીમાં આવેલું સુપ્રસિદ્ધ પ્રાચીન શૈવ તીર્થ. આનું વર્ણન કાલિદાસે ‘મેઘદૂત’(‘પૂર્વમેઘ’, 36)માં યક્ષને સંદેશો આપતી વખતે અને ‘રઘુવંશ’(6–34)માં ઇન્દુમતીસ્વયંવર-પ્રસંગે અવંતિ-નરેશનો પરિચય આપતી વખતે વિસ્તારથી કર્યું છે. ઉજ્જયિની પ્રાચીન કાળમાં ખગોળ અને જ્યોતિષવિદ્યાનું કેન્દ્ર ગણાતું હતું. આજે જેમ ગ્રિનિચથી સમયગણના થાય છે તેમ એ વખતે…

વધુ વાંચો >

મહાનુભાવ સંપ્રદાય

મહાનુભાવ સંપ્રદાય : ચક્રધરસ્વામીએ મહારાષ્ટ્રમાં પ્રવર્તાવેલો સંપ્રદાય. વિદર્ભ-મહારાષ્ટ્રના મધ્યકાલીન ધાર્મિક ઇતિહાસમાં આ સંપ્રદાયનું વિશિષ્ટ મહત્વ છે. (1) મહાનુભાવ, (2) મહાત્મા, (3) અચ્યુત, (4) જયકૃષ્ણી, (5) ભટમાર્ગ, (6) પરમાર્ગ – એવાં વિવિધ નામોથી આ સંપ્રદાયને ઓળખવામાં આવે છે. આ પંથના ઉપાસ્ય દેવ વિષ્ણુ કે કૃષ્ણ છે. એના સ્થાપક ચક્રધરસ્વામી ઈસવી સનના…

વધુ વાંચો >

મહાસ્તંભ

મહાસ્તંભ : વિજયનગર-શૈલીનાં મંદિરોમાં વિશાળ પથ્થરોને કોરીને કરવામાં આવેલા ભવ્ય કલાત્મક સ્તંભ. આમાં મંદિરની મધ્યમાં એક સ્તંભ અને ફરતી નાની સ્તંભાવલિઓ પર દેવી-દેવતા, મનુષ્ય, પશુ તેમજ મનુષ્ય-પશુનાં મિશ્ર વ્યાલ શિલ્પો તેમજ યોદ્ધાઓ, નર્તકીઓ વગેરેનાં જીવંત અને સુંદર શિલ્પો કંડારેલાં હોય છે. આ શિલ્પો સાધારણ રીતે સ્તંભની કુંભી અને દંડના નીચેના…

વધુ વાંચો >

મહેતા, ચંદ્રકાન્ત હરિશંકર (‘શશિન’)

મહેતા, ચંદ્રકાન્ત હરિશંકર (‘શશિન’) (જ. 6 ઑગસ્ટ 1939, સરખેજ, જિ. અમદાવાદ) : ગુજરાતી સાહિત્યકાર, પત્રકાર. વતન સરોડા. પિતા આખ્યાનકાર અને હિંદુ ધર્મના અભ્યાસી. માતા મણિબહેન. શિક્ષણ સરોડા તથા કેલિયાવાસણાની શાળાઓમાં તથા અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં. હિંદી વિષયમાં એમ. એ., પીએચ. ડી. તથા કાયદાશાસ્ત્રમાં એલ.એલબી. નવગુજરાત કૉલેજમાં હિંદીના પ્રાધ્યાપક તેમજ…

વધુ વાંચો >

મહેદવી પંથ

મહેદવી પંથ : ભારતમાં મધ્યકાલમાં પ્રગટેલો ઇસ્લામનો એક ઉદારવાદી પંથ. તેના અનુયાયીઓ ‘ગયર મેહદી’ કે કયામત પહેલાં આવનાર ઇમામ મહેદીમાં નહિ માનતા હોવાથી પોતાને મહેદવી તરીકે ઓળખાવતા. ઇસ્લામની માન્યતા છે કે આ દુનિયા પર પાપ વધી જશે અને ઇસ્લામમાંથી લોકોનું યકીન ઘટી જશે ત્યારે કયામત પહેલાં ઇમામ મહેદી આવીને સાત…

વધુ વાંચો >

મહેશ્વર

મહેશ્વર : મધ્યપ્રદેશમાં ખરગોન જિલ્લામાં ઇંદોરથી દક્ષિણે લગભગ 90 કિમી.ના અંતરે નર્મદાકાંઠે આવેલું એક પ્રાચીન નગર. મહાભારતમાં એનો મુખ્યત્વે ‘મહેશ્વર’ કે ‘મહેશ્વરપુર’ તરીકે અને પુરાણોમાં ‘માહિષ્મતી’ તરીકે ઉલ્લેખ થયેલો છે. મહાભારતના સમયમાં અહીં રાજા નીલનું શાસન હતું. મહાભારતના યુદ્ધમાં તે કૌરવપક્ષે લડતાં પાંડવોને હાથે મરાયો હતો. પુરાણો અનુસાર યદુવંશની હૈહય…

વધુ વાંચો >

મહોબાનાં મૂર્તિશિલ્પો

મહોબાનાં મૂર્તિશિલ્પો : ચંદેલા રાજા કીર્તિવર્માના સમય (11મી સદી)નાં બૌદ્ધ, હિંદુ અને જૈન ધર્મોને લગતાં મૂર્તિશિલ્પો અને અન્ય કલાકૃતિઓ મહોબા અને આસપાસના વિસ્તારમાંથી પ્રાપ્ત થઈ છે. એમાં બોધિસત્વ સિંહનાદ અને પદ્મપાણી અવલોકિતેશ્વરની મૂર્તિઓ શ્રેષ્ઠ છે. જમણા હાથમાં નાગ વીટ્યું ત્રિશૂળ ધારણ કરીને મહારાજ લીલાસનમાં સિંહ પર બેઠેલા સિંહનાદના જટામુકુટની પાછળ…

વધુ વાંચો >

મંડોવર

મંડોવર : ગુજરાતના સોલંકી શૈલીના મંદિરમાં ગર્ભગૃહના પીઠની ઉપર ચણવામાં આવતી દીવાલનો અલંકૃત ભાગ. એની રચના અનેકવિધ સમતલ થરો દ્વારા થતી હોય છે. મહામંદિરોમાં સાધારણ રીતે આ થરોમાં નીચેથી ઉપરના ક્રમે જોતાં ખુરક, કુંભક, કલશ, કપોતાલી (કેવાલ), મંચિકા, જંઘા, ઉદગમ, ભરણી, શિરાવટી, મહાકેવાલ અને કૂટછાદ્ય નામે ઓળખાતા થરો જોવામાં આવે…

વધુ વાંચો >

મંદિર-સ્થાપત્ય

મંદિર-સ્થાપત્ય કોઈ પણ દેવતાની પૂજા-ઉપાસના કે પ્રાર્થના માટેનું પવિત્ર વસ્તુ કે પ્રતીકો ધરાવતું વિશિષ્ટ સ્થાપત્ય. આવું સ્થાપત્ય સાધારણ રીતે કોઈ ધર્મ-સંપ્રદાય સાથે સંકળાયેલું હોય છે. રચના પરત્વે એમાં નાના, સાદા એકાદા ખંડ કે મઢૂલીથી માંડીને શિખર કે મિનારાબંધ ભવ્ય પ્રાસાદ-સ્વરૂપનાં બાંધકામો જોવામાં આવે છે. એમાંનાં ઘણાં દેવતાની મૂર્તિ કે ચિત્ર…

વધુ વાંચો >