પ્રવીણચંદ્ર પરીખ

પ્રજ્ઞપ્તિદેવી

પ્રજ્ઞપ્તિદેવી : શ્વેતાંબર જૈન પરંપરામાં વિદ્યાદેવી અને દિગંબર પરંપરામાં ભગવાન સંભવનાથનાં શાસન દેવી યક્ષી. આચાર-દિનકર પ્રમાણે શ્રુતદેવતા પ્રજ્ઞપ્તિને બે હાથ હોય છે જેમાં કમળ અને શક્તિ ધારણ કરેલાં હોય છે. નિર્વાણકલિકા અનુસાર દેવીને ચાર હાથ હોય છે અને એમાં વરદ, શક્તિ, માતુલિંગ અને શક્તિ ધારણ કર્યાં હોય છે. દેવીનો વર્ણ…

વધુ વાંચો >

પ્રજ્ઞાપારમિતા

પ્રજ્ઞાપારમિતા : બૌદ્ધ ધર્મના મહાયાન સંપ્રદાયની જ્ઞાનદાતા દેવી. બાર પારમિતાઓમાં પણ એનો સમાવેશ થયેલો છે. મહાયાનીઓના બધા ફિરકા તેને જ્ઞાનની દેવી તરીકે પૂજે છે. જોકે કેટલાક તેને બુદ્ધની માતા તરીકે પણ ઓળખાવે છે. પ્રજ્ઞાપારમિતાની પૂજાનો પ્રચાર નાગાર્જુન અને આર્ય અસંગે કર્યો હોવાનું મનાય છે. ભારત બહાર એનો પ્રચાર બીજી સદીથી…

વધુ વાંચો >

પ્રતિમાવિધાન

પ્રતિમાવિધાન કોઈ મૂળ વસ્તુની પ્રતિકૃતિ, પ્રતિચ્છાયા કે પ્રતીક. સૌંદર્યાનુભૂતિમાં પ્રતિમા એ કલાકારનું માનસ-પ્રત્યક્ષ છે; જેમાં તાલ, લય, ગતિ, વિન્યાસ, સંતુલન વગેરે સંપૂર્ણ અંગો સહિત સુંદરતાનો આવિર્ભાવ થાય છે. ભારતમાં ‘પ્રતિમા’ શબ્દ અંગ્રેજી ભાષામાં વપરાતા idol(બાવલા)ના અર્થમાં લેવાતો નથી. ત્યાં idol હંમેશાં ‘ખોટા દેવ’ માટે વપરાય છે, જ્યારે ‘પ્રતિમા’ શબ્દ તો…

વધુ વાંચો >

પ્રતિષ્ઠાન

પ્રતિષ્ઠાન : પ્રાચીન કાળમાં ભારતમાં પ્રતિષ્ઠાન નામે ત્રણ નગર આવેલાં હતાં : (1) ઉત્તરમાં પ્રયાગ પાસે ગંગા-યમુનાના સંગમ પાસે આવેલ પ્રતિષ્ઠાનપુર આજે ઝૂસી તરીકે ઓળખાય છે. આ સ્થળ અલાહાબાદને સામે કાંઠે ગંગા ઉપર આવેલું છે. બ્રહ્મપુરાણ, હરિવંશ અને કૂર્મપુરાણ તેને ગંગાને કાંઠે હોવાનું કહે છે, જ્યારે લિંગપુરાણ તેને યમુનાને કાંઠે…

વધુ વાંચો >

પ્રતિહારો (જૈન મૂર્તિવિધાન)

પ્રતિહારો (જૈન મૂર્તિવિધાન) : હિંદુ મંદિરોની જેમ જિનમંદિરોમાં મુકાતાં મોટે ભાગે પૂરા કદનાં દ્વારપાળનાં મૂર્તિશિલ્પો. આ શિલ્પો શાસ્ત્રના નિયમ પ્રમાણે કંડારાયેલાં છે. રૂપમંડન અને રૂપાવતાર જેવા શિલ્પગ્રંથો આ દ્વારપાળોનાં આયુધો, ઉપકરણો, અભિધાનો વગેરે શાસ્ત્રીય રીતે કંડારવાનો આગ્રહ રાખે છે. દરેક પ્રતિહાર ચતુર્ભુજ હોય છે તેમનું મૂર્તિવિધાન કોષ્ટકમાં આ પ્રમાણે નિર્દેશી…

વધુ વાંચો >

પ્રતીત્યસમુત્પાદ

પ્રતીત્યસમુત્પાદ : જગતના કારણરૂપ અનાદિ ભવચક્રનો સિદ્ધાંત. બૌદ્ધદર્શનનો આ પાયાનો સિદ્ધાંત એ દર્શનના બધા સંપ્રદાયોના પાયામાં રહેલો છે. જગત-કારણની બાબતમાં અન્ય ભારતીય દર્શનો સત્કાર્યવાદ, અસત્કાર્યવાદ, યદૃચ્છાવાદ (ચાર્વાક્) તેમજ વિવર્તવાદ કે માયાવાદને માને છે. બુદ્ધ કોઈ પ્રકૃત્તિ, પુરુષ, માયા કે ઈશ્વરને જગતના કારણરૂપ નહિ માનતા આ ભવચક્રને અનાદિ બતાવ્યું છે. આ…

વધુ વાંચો >

પ્રાણનાથ (મહામતિ) (1618–1694)

પ્રાણનાથ (મહામતિ) (1618–1694) : શ્રીકૃષ્ણ પ્રણામી સંપ્રદાયના મહત્વના આચાર્ય. શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મ કે નિજાનંદ સંપ્રદાયની સ્થાપના સત્તરમી સદીના પૂર્વાર્ધમાં જામનગરમાં નિજાનંદાચાર્ય દેવચંદ્રજીએ કરેલી. તેને વ્યાપક ફલક પર મૂકવાનું કાર્ય તેમના અગ્રણી શિષ્ય મહામતિ સ્વામી પ્રાણનાથે કર્યું. ઔરંગઝેબના અન્યાયી શાસનના કપરા કાળમાં એમણે સર્વધર્મઐક્યનો નવો મંત્ર આપી, ધર્મો પર છવાયેલી ધૂળને…

વધુ વાંચો >

પ્રાર્થનાસમાજ

પ્રાર્થનાસમાજ : એક સમાજસુધારક સંસ્થા. આ સંસ્થાની સ્થાપના મુંબઈ મુકામે 31 માર્ચ 1867ના રોજ થઈ હતી. તેના સ્થાપક ડૉ. આત્મારામ પાંડુરંગ હતા. બીજા વર્ષે રામકૃષ્ણ ગોપાલ ભાંડારકર, મહાદેવ ગોવિંદ રાનડે અને ચંદાવરકર તેના મુખ્ય નેતાઓ બનવાથી સંસ્થાને બળ મળ્યું. પ્રાર્થનાસમાજ નાત-જાતના ભેદભાવ દૂર કરવા અને હિંદુ સમાજની અનેક કુરૂઢિઓ નાબૂદ…

વધુ વાંચો >

પ્રેમમાર્ગી સાધક

પ્રેમમાર્ગી સાધક : સૂફી સાધકો અને પ્રેમમાર્ગી કવિઓ માટે પ્રયોજાતો શબ્દ. સૂફીઓ પોતાની સાધનામાં પ્રેમને ખૂબ મહત્વ આપે છે. તેમને મતે પ્રેમનું અસ્તિત્વ સાધનાના પ્રારંભથી જ હોય છે અને તેની પરિણતિ પણ પ્રેમમાં જ થાય છે. પરમ પ્રિયતમ પરમાત્માને પ્રેમ દ્વારા પ્રાપ્ત કરવા એ સૂફી સાધનાનું મુખ્ય અંગ છે. સૂફીઓ…

વધુ વાંચો >

પ્રેહ-ખન મંદિર

પ્રેહ-ખન મંદિર : પ્રાચીન કંબુજ દેશ(કંબોડિયા)ના કોમ્પોંગ-સ્વાય નગરમાં આવેલું મહામંદિર. આ મંદિરનું બાંધકામ લગભગ 200 વર્ષ સુધી ચાલ્યું હોવાનું જણાય છે. મધ્યના મુખ્ય દેવાલયને ફરતા ચાર પ્રાકાર અને તેની અંદર અનેક આનુષંગિક ઇમારતો, ખાઈઓ અને પુલો કરેલ છે. મુખ્ય દેવાલય સ્વસ્તિકાકાર છે. તેની ચારે બાજુ પ્રવેશદ્વારો કરેલાં છે, જે ફરતી…

વધુ વાંચો >