પ્રવીણચંદ્ર પરીખ

અદ્ભુતાનંદજી

અદ્ભુતાનંદજી (જ. 1847, પાડગોલ, તા. પેટલાદ; અ. 1947, મહેલોલ, તા. ગોધરા) : વૈદિક પરંપરાના પ્રસિદ્ધ સંન્યાસી. બ્રાહ્મણ પરિવારમાં જન્મ, પૂર્વાશ્રમનું નામ ભોળાનાથ, પિતા ગૌરીશંકર અને માતા યમુનાગૌરી. અભ્યાસ ચાર ગુજરાતી ચોપડી. ગોવિંદલાલ ગોસાંઈ પાસે શ્રીમદભાગવતનું અધ્યયન, વૈદિક કર્મકાંડનો પણ અભ્યાસ કરેલો. ભાઈઓ સાથેના કુટુંબકલેશથી કંટાળી 50 વર્ષે વાનપ્રસ્થ ગ્રહણ કર્યું…

વધુ વાંચો >

અદ્વૈતવાદ

અદ્વૈતવાદ : દર્શનમાં સત્(સત્તા)ની તપાસ તરવામાં આવે છે. અને સતને જ ‘તત્વ’ કે ‘પદાર્થ’ કહે છે. ક્યારેક એને અંતિમ સત્તા કે સત્ય અને પરમ તત્વ કહે છે. આ સતનું અસ્તિત્વ છે કે નથી ? તે એક છે કે અનેક છે ? તે સ્થૂળ છે કે સૂક્ષ્મ છે ? વગેરે પ્રશ્નો…

વધુ વાંચો >

અધ્યાત્મવાદ (સાંસ્કૃતિક માનવવિદ્યા)

અધ્યાત્મવાદ (સાંસ્કૃતિક માનવવિદ્યા) : અધ્યાત્મ એ દર્શનનું પ્રાથમિક રૂપ છે. સભ્યતાના વિકાસના પ્રારંભકાળમાં મનુષ્ય પાસે કોઈ ને કોઈ સ્વરૂપે દર્શન હતું. જીવન અને જગત પ્રત્યે કેટલાક વિશ્વાસો અને કેટલીક માન્યતાઓ મનુષ્ય ધરાવતો હતો. સાધનોનો અભાવ, જ્ઞાનની અલ્પતા અને વિકાસના પ્રથમ સોપાનની નિકટ હોઈને તે આ સમસ્યાઓ ઉપર ઊંડું ચિંતન કરી…

વધુ વાંચો >

અનહદનાદ (યોગ)

અનહદનાદ (યોગ) : આ શબ્દ સંત સાહિત્યમાં ‘અસીમ’ના અર્થમાં પ્રયોજાય છે. યોગશાસ્ત્રમાં આ પરત્વે ‘આહત’ અને ‘અનાહત’ એવા બે શબ્દો પ્રયોજાય છે. આહત એટલે ઉચ્ચારણ-સ્થાનવિશેષ સાથેના ઘર્ષણથી ઉદભવતો શબ્દ. જીભ, દાંત, તાલુ વગેરે અવયવોના પરસ્પરના આંતરિક ઘર્ષણ, ઉત્ક્ષેપણ, સંકોચ-વિસ્તાર દ્વારા જે શબ્દ વૈખરી વાણી(વ્યક્ત ભાષા)ના રૂપમાં ઉચ્ચારાય – સંભળાય છે…

વધુ વાંચો >

અનુઓ

અનુઓ (પુરાણોમાં) : યયાતિના પુત્ર અનુના વંશજો. વાયુ, બ્રહ્માંડ, બ્રહ્મ, હરિવંશ, મત્સ્ય, વિષ્ણુ વગેરે પુરાણોમાં અનુઓ વિશે માહિતી મળે છે. અનુ યયાતિનો પુત્ર હતો અને તેને ગંગા-યમુનાના દોઆબનો ઉત્તર ભાગ મળ્યો હતો. તેના વંશમાં થયેલા ઉશીનર અને તિતિક્ષુ નામના બે ભાઈઓથી શાખાઓ પડી. ઉશીનરના વંશજો યૌધેયો, શિબિ, મદ્રક, કેકય, ગાંધાર,…

વધુ વાંચો >

અનુપમાદેવી

અનુપમાદેવી : ગુજરાતમાં સોલંકી યુગ દરમિયાન 13મી સદીમાં થયેલા ધોળકાના વાઘેલા રાણા વીરધવલના મંત્રી તેજપાલની પત્ની. ચંદ્રાવતીના પ્રાગ્વાટ ધરણિંગની આ પુત્રી કદરૂપી હોઈ તેજપાલને તે ગમતી નહોતી. પણ કુલગુરુ વિજયસેનસૂરિની પ્રેરણાથી તેણે અનુપમાદેવીનો સ્વીકાર કર્યો હતો. વિનય, વિવેક, ઔચિત્ય અને દાક્ષિણ્યને લીધે તે વસ્તુપાલ અને તેજપાલ જેવા મંત્રીઓની પ્રેરણાદાયિની અને…

વધુ વાંચો >

અપરાજિતપૃચ્છા

અપરાજિતપૃચ્છા (12મી સદીનો ઉત્તરાર્ધ) : ગુજરાતમાં રચાયેલો પશ્ર્ચિમ ભારતીય વાસ્તુ, શિલ્પ, ચિત્ર, સંગીત અને નૃત્યકલાને લગતો સર્વસંગ્રહરૂપ ગ્રંથ. ગુજરાતના સોલંકી રાજા મૂળરાજ બીજા (1161)ના પુત્ર અપરાજિતને પ્રસન્ન કરવાના ઉદ્દેશથી કોઈ વાસ્તુવિદ્યાવિદે ‘ભુવનદેવાચાર્ય’ના ઉપનામથી આ અજોડ ગ્રંથ રચ્યો હોવાનું મનાય છે. ગ્રંથમાં પોતાના સહુથી નાના માનસપુત્ર અપરાજિતે પૂછેલા પ્રશ્નોના વાસ્તુવિદ્યાના દેવતા…

વધુ વાંચો >

અબ્રહામ

અબ્રહામ (ઈ. પૂ. 2300) : યહૂદી ધર્મના પ્રથમ મહાપુરુષ. જૂના ધર્મનિયમ (Old Testament) અનુસાર તેઓ યહૂદી રાજ્યના સ્થાપક હતા. તેમનું મૂળ નામ અબ્રામ હતું. તેઓ હજરત નૂહના વંશજ મનાય છે. તેમના પિતા તેરાહ ઇરાકના ઉર નગરમાં રહેતા અને અનેક દેવીદેવતાઓની મૂર્તિઓ બનાવીને વેચતા અને તેઓ મૂર્તિપૂજા પણ કરતા. અબ્રામ મૂર્તિપૂજાના…

વધુ વાંચો >

અમતેરસુ–સૂર્યદેવી

અમતેરસુ–સૂર્યદેવી : જાપાનમાં પ્રચલિત શિન્તો ધર્મની દેવસૃષ્ટિમાં અમતેરસુ–સૂર્યદેવીની પૂજાનું મહત્વ વિશેષ છે. ઈસે નામના ધાર્મિક સ્થળે સૂર્યદેવીના માનમાં એક મંદિર બાંધવામાં આવ્યું છે અને ત્યાં પ્રજા અને સરકાર તરફથી દર વર્ષે સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે અને આ દિવસને ઉત્સવ રૂપે મનાવવામાં આવે છે. આ પૂજા અમુક પ્રકારે કરવી એ…

વધુ વાંચો >

અમરકંટક

અમરકંટક : પ્રાચીન વિદર્ભ દેશમાં આવેલું નર્મદા અને શોણ નદીનું ઉદગમસ્થાન. મધ્ય પ્રદેશમાં રીવાથી 256 કિમી. દૂર સપ્તકુલ પર્વતો પૈકીના ઋક્ષપર્વત પર જમીનથી 762.5 મીટર ઊંચે આ સ્થાન આવેલું છે. નર્મદાનો ઉદગમ ત્યાં એક પર્વતકુંડમાંથી થયેલો બતાવાય છે, પણ વાસ્તવિક ઉદગમ એનાથી થોડે દૂર સોમ નામની ટેકરીમાંથી થાય છે. બાણભટ્ટે…

વધુ વાંચો >