પ્રવીણચંદ્ર પરીખ

જુનૈદ (સાતમી-આઠમી સદી)

જુનૈદ (સાતમી-આઠમી સદી) : સિંધમાં અરબોની સત્તા ર્દઢ કરનાર તથા તેને પશ્ચિમ ભારતમાં ફેલાવનાર સેનાપતિ. સિંધમાં અરબોની સત્તા મુહમ્મદ બિન કાસિમે 711ના અરસામાં સ્થાપી. ત્યાંના સ્થાનિક હિંદુ રાજ્યને ઉખાડીને આ સત્તા ર્દઢ કરવાનું કાર્ય જુનૈદે કર્યું. તત્કાલીન ખલીફા હિશામ (724–743) દ્વારા હિ. સં. 107(725)માં જુનૈદની સિંધના હાકેમ તરીકે નિયુક્તિ થઈ…

વધુ વાંચો >

જેમ્સ, પ્રિન્સેપ

જેમ્સ, પ્રિન્સેપ (જ. 20 ઑગસ્ટ 1799, ઇંગ્લૅન્ડ; અ. 22 એપ્રિલ 1840, ભારત) : ભારતીય પુરાતત્વવિદ્યાના અને અભિલેખવિદ્યાના આંગ્લ અભ્યાસી. ભારતમાં 1819માં 20 વર્ષની વયે કૉલકાતાની સરકારી ટંકશાળમાં મદદનીશ ધાતુશુદ્ધિ પરીક્ષક (assay master) તરીકે જોડાયા. બીજે વર્ષે બઢતી પામીને વારાણસી ગયા. ત્યાં 1820થી 1830 સુધી કામ કર્યું. ત્યાંથી કૉલકાતા બદલી થતાં…

વધુ વાંચો >

જોધરાજ

જોધરાજ (19મી સદીનો પૂર્વાર્ધ) : હમ્મીરરાસોના કર્તા. પોતે અલવરના નીપરાણા ચૌહાણવંશી રાજા ચંદ્રભાણના આશ્રિત કવિ હતા. પિતાનું નામ બાલકૃષ્ણ હતું અને પોતે બીજવાર ગામના નિવાસી હતા. તેઓ અત્રિગોત્રીય ગૌડ બ્રાહ્મણ હતા. જોધરાજ પોતે કાવ્યકલા અને જ્યોતિષવિદ્યાના પંડિત હતા. પોતાના આશ્રયદાતાની આજ્ઞાથી તેમણે ‘હમ્મીરરાસો’ની રચના કરી હતી. ગ્રંથની પુષ્ટિકામાં જણાવ્યા અનુસાર…

વધુ વાંચો >

જોર્વે

જોર્વે : મહારાષ્ટ્રમાં અહમદનગર જિલ્લામાં સંગમનેરથી 8 કિમી. દૂર પ્રવરા નદીના કાંઠે આવેલું તામ્રપાષાણ-યુગના અવશેષોવાળું સ્થળ. તે અનુહડપ્પીય સંસ્કૃતિના અંકોડા મેળવવા માટે ઉપયોગી છે. અગિયારમી સદીના કેટલાક શિલાલેખોમાં તેનું ‘જઉર’ ગામ એવું નામ મળે છે. 1950-51માં ખોદકામ કરતાં તાંબાના કાટખૂણાઓ, ચોરસ ચપટી કુહાડી, ગોળ પથ્થરોને ફોડીને બનાવેલાં નાનાં સેંકડો હથિયારો,…

વધુ વાંચો >

જ્યેષ્ઠાદેવી

જ્યેષ્ઠાદેવી : શૈવ આગમમાં વર્ણિત પરાશક્તિનું વિલક્ષણ સ્વરૂપ. આ દેવીની પૂજા ઘણી જૂની છે. બોધાયન ગૃહ્યસૂત્રમાં આ દેવીની પૂજા અંગે અક પ્રકરણ આપેલું છે. સમુદ્રમંથન વખતે ક્ષીરસાગરને વલોવવામાં આવ્યો ત્યારે લક્ષ્મીની પહેલાં જ્યેષ્ઠા ઉત્પન્ન થઈ, પણ કોઈએ એના કુરૂપને કારણે પસંદ કરી નહિ, પરંતુ ઋષિ કપિલે તેને પોતાની પત્ની તરીકે…

વધુ વાંચો >

ટંકશાળ (ક્રિયાપદ્ધતિ)

ટંકશાળ (ક્રિયાપદ્ધતિ) : ધાતુના સિક્કા પાડવાની જુદી જુદી પદ્ધતિઓ. ભારતમાં મુખ્યત્વે ત્રણ-ચાર પદ્ધતિઓ પ્રયોજાઈ હતી. સહુથી પ્રાચીન સિક્કા બિંબટંક-આહતપદ્ધતિ (Punch market technique)થી પડેલા હતા. સાંચામાં ઢાળેલા (Cast) સિક્કાઓમાં એકબિંબ આહત (Single-die-struck) અને બેવડા ટંક-આહત (Duble die-struch) સિક્કાની ક્રિયાપદ્ધતિ પ્રચલિત થઈ હતી. મધ્યકાલીન ગ્રંથ ‘આઈને અકબરી’માં સૌપ્રથમ વાર વિસ્તારથી ટંકશાળ ક્રિયાપદ્ધતિનું…

વધુ વાંચો >

ટેરાકોટા (પ્રકાર અને નિર્માણપદ્ધતિ)

ટેરાકોટા (પ્રકાર અને નિર્માણપદ્ધતિ) : માટીનાં પકવેલાં શિલ્પો એ સામાન્ય જનસમાજની જરૂરિયાત ને પોષક લોકકલાનો વૈવિધ્યપૂર્ણ વૈભવ છે. ઘરગથ્થુ ઉપયોગ માટે, દેવસેવા કે પૂજન અર્થે, ગૃહસજાવટ માટે, બાળકોને રમવાનાં રમકડાં તરીકે અને જંતરમંતરના પ્રયોજનથી માટીનાં શિલ્પોનું નિર્માણ થયેલું જોવામાં આવે છે. વિદેશો સાથેના વ્યાપારવિનિમયમાં પણ પ્રારંભમાં માટીમાંથી બનાવેલી મુદ્રાઓનો ઉપયોગ…

વધુ વાંચો >

ટોટમિઝમ

ટોટમિઝમ (totemism) : ટોટમ એટલે કુળ કે આદિમ જાતિનું પ્રતીક, જે જાતિ સાથે સંબંધ ધરાવતું મનાતું. જાતિના ચિહન તરીકે માનવામાં આવતું પ્રાણી કે કુદરતી વસ્તુ; તેની પ્રતિમા જેની ઉપર કુળ-પ્રતીકો કોતરેલાં હોય એવો લાંબો વાંસ અને ટોટમિઝમ એટલે કુળપ્રતીકોની પ્રથા કે પદ્ધતિ. આદિમ જાતિઓમાં એક એવી માન્યતા પ્રવર્તે છે કે…

વધુ વાંચો >

ડિંગલ

ડિંગલ : પશ્ચિમી રાજસ્થાની કે મારવાડી સાહિત્ય-સ્વરૂપ. પિંગલને આધારે આ નામ પ્રચલિત થયાનું મનાય છે. જોધપુરના કવિરાજ બાંકીદાસરચિત ‘કુકવિ બત્તિસી’ (A. D. 1815)માં એનો પ્રથમ પ્રયોગ થયેલો નજરે પડે છે. બાંકીદાસ અને એમના વંશજ બુધાજીએ તત્કાલીન મારવાડી ભાષાને ‘ડિંગલ’ નામ આપ્યું છે, ત્યારથી સાહિત્યજગતમાં પણ આ નામ પ્રચલિત થયું છે.…

વધુ વાંચો >

ઢબુ

ઢબુ : ઢબુ કે ઢબુ પૈસો નામે ઓળખાતો તાંબાનો સિક્કો. વસ્તુત: ઢબુ બે પૈસા કે છ પાઈની કિંમત બરાબર હતો. તેનું વજન પણ પૈસા કરતાં બમણું હતું. સ્થાનિક લોકો તેને ‘બેવડિયું કાવડિયું’ કે ‘બેવડિયો પૈસો’ પણ કહેતા. વડોદરા રાજ્યે ‘દોન પૈસે’ના નામે આ સિક્કો ચલાવેલો. બ્રિટિશ કંપની સરકાર તેમજ પાછળથી…

વધુ વાંચો >