પ્રવીણચંદ્ર પરીખ
ચીન
ચીન ભારતની ઉત્તરે આવેલો પ્રાચીન સંસ્કૃતિ અને સુદીર્ઘ ઇતિહાસ ધરાવતો દેશ. ભૌગોલિક સ્થાન, વિસ્તાર અને સીમા : ચીનનો વિસ્તાર ઉત્તર ગોળાર્ધમાં 18° ઉ. અ.થી 53° ઉ. અક્ષાંશ વચ્ચે આવેલો છે. આ રીતે તેનો દક્ષિણ તરફનો ભાગ ઉષ્ણ કટિબંધની આબોહવાવાળો અને મધ્ય તથા ઉત્તર તરફનો ભાગ સમશીતોષ્ણ કટિબંધની આબોહવાવાળો છે. 74°…
વધુ વાંચો >ચૌરંગીનાથ
ચૌરંગીનાથ (નવમી–દસમી સદી) : ચોરાસી સિદ્ધો પૈકીના એક સિદ્ધ. સિદ્ધોના ક્રમમાં એમને ત્રીજું અને અન્ય મતે દસમું સ્થાન અપાયું છે. ચૌરંગીનાથ મત્સ્યેન્દ્રનાથના શિષ્ય અને ગોરખનાથના ગુરુભાઈ હતા. એમનો જન્મ સિયાલકોટના રાજા શાલિવાહનને ત્યાં થયો હતો પરંતુ એમની ઓરમાન માતાએ દ્વેષથી એમના પગ કપાવી નાખ્યા હતા. ડૉ. હજારીપ્રસાદ દ્વિવેદીને મતે પંજાબ…
વધુ વાંચો >છત્રસાલ
છત્રસાલ (જ. 4 મે 1649, કકર-કચનગામ, બુંદેલખંડ; અ. 4 ડિસેમ્બર 1731) : મુઘલ કાળના પ્રસિદ્ધ બુંદેલા યોદ્ધા અને પન્ના રાજ્યના સંસ્થાપક. બુંદેલા સરદાર ચંપતરાયના ચોથા પુત્ર. બચપણમાં અસ્ત્રસંચાલન, મલ્લયુદ્ધ અને ઘોડેસવારીની તાલીમ લીધી. યુવાન વયે પંવારવંશની કન્યા દેવકુંવર સાથે લગ્ન થયાં. પિતા ચંપતરાયને મુઘલો સાથેની અથડામણને લઈને નિર્વાસિત થઈને સપરિવાર…
વધુ વાંચો >જયસ્વાલ, કાશીપ્રસાદ
જયસ્વાલ, કાશીપ્રસાદ (જ. 27 નવેમ્બર, 1881 ઉ. પ્ર.; અ. 4 ઑગસ્ટ 1937) : પ્રસિદ્ધ ઇતિહાસવિદ. કાશીપ્રસાદ જયસ્વાલનું શિક્ષણ મુખ્યત્વે વિલાયતમાં ઑક્સફર્ડમાં થયું. અભ્યાસ દરમિયાન તેમના ત્યાંના અનુભવો વિશે તેઓ હિન્દીમાં લેખો પ્રગટ કરવા લાગ્યા અને ત્યારથી જાણીતા થયા. ત્યાં રહી ચીની ભાષા અને સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી એમ.એ.…
વધુ વાંચો >જયાદિત્યનું મંદિર
જયાદિત્યનું મંદિર : નગરા(તા. ખંભાત)માં આવેલું મંદિર. હાલમાં આ એક નાના ખંડ સ્વરૂપનું મંદિર જોવામાં આવે છે. તેમાં સૂર્યની તેમજ સૂર્યાણીની 1.83 મી. ઊંચી મૂર્તિઓ છે. આ મૂર્તિઓ પર સં. 1292 (ઈ. 1236)નો લેખ કોતરેલો છે. તેમાં જણાવ્યા અનુસાર જયાદિત્યનું મંદિર અતિવૃષ્ટિને લઈને પડી જવા જેવું થવાથી મહામાત્ય વસ્તુપાલે એ…
વધુ વાંચો >જહાંગીર બાદશાહ
જહાંગીર બાદશાહ (જ. 30 ઑગસ્ટ 1569 ફતેહપુર સિક્રી; અ. 28 ઑક્ટોબર 1627, લાહોર) : મુઘલ બાદશાહ અકબરનો પુત્ર અને બાબરના વંશમાં ચોથો બાદશાહ. મૂળ નામ સલીમ પણ ઈ. સ. 1605ના ઑક્ટોબરની 24મી તારીખે નૂરુદ્દીન મુહમ્મદ જહાંગીરનું બિરુદ ધારણ કરી આગ્રાના રાજતખ્ત ઉપર એ બેઠો. તે અરબી, ફારસી, સંસ્કૃત અને તુર્કી…
વધુ વાંચો >જહુજહારખાન
જહુજહારખાન : ગુજરાતના બે નામાંકિત હબસી સિપાહસાલારોનો ખિતાબ. એક બિલાલ હબસી, જેને એ ખિતાબ ઈ. સ. 1538માં ગુજરાતના સુલતાન તરફથી મળ્યો હતો. બીજો જહુજહારખાન મર્જાન સુલતાન હબસી નામથી ઓળખાતો હતો. એ બિલાલ હબસીનો પુત્ર હતો. જહુજહારખાન બિલાલ સુલતાન મહમૂદશાહ ત્રીજાના સમયમાં ગુજરાતની ફોજે દીવના કિલ્લાને ઘેરો ઘાલ્યો ત્યારે આગેવાનીભર્યો ભાગ…
વધુ વાંચો >જામ હમીરજી
જામ હમીરજી : કચ્છના હબાય(તા. ભૂજ)માં 1429માં સર્વ સત્તા ધારણ કરતા જામ ભીમાજીના ભત્રીજા. હમીરજીએ પોતાની કાબેલિયતથી નામના કાઢી હતી અને ગુજરાતના સુલતાન મહમૂદ શાહ બેગડા સાથે ગાઢ સંબંધો સ્થાપ્યા હતા. એણે બેગડાને પોતાની પુત્રી કમાબાઈ લગ્નમાં આપી હતી. અબડાસા(તા. નખત્રાણા)ના જામ લાખાની ઉત્તરક્રિયામાં જામ ભીમોજી અને કુમાર હમીરજી ઉપસ્થિત…
વધુ વાંચો >જિન દ થેવેનો
જિન દ થેવેનો (જ. 1633, પૅરિસ; અ. 28 નવેમ્બર 1667, નૈના, તબરીઝ) : જગતનો નામાંકિત પ્રવાસી. ગુજરાતમાં એ 1666માં આવ્યો હતો. તેણે કરેલું સૂરત અને અમદાવાદનું વર્ણન ઘણું બારીક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. 18 વર્ષે પૅરિસ યુનિવર્સિટીની નવારે કૉલેજમાંથી ભણી ઊતરેલો થેવેનો જગતપ્રવાસનાં સ્વપ્નાં સેવતો હતો. આ ઉપક્રમમાં એણે…
વધુ વાંચો >જીવ (યોગ)
જીવ (યોગ) : કૌલ સાધનામાં સ્વીકૃત 36 તત્વોમાં તેરમું તત્વ જીવ છે. માયાના છ કંચુકોથી બંધાયેલ શિવ જ જીવ છે. સાંખ્ય દર્શનમાં એને પુરુષ કહ્યો છે. કૌલ સાધક મૂલાધારમાં કુંડલિની, સહસ્રારમાં પરમશિવ અને હૃદય-પદ્મમાં જીવને રહેલો માને છે. કુંડલિનીને જાગ્રત કરીને, ષડચક્રોનું ભેદન કરીને જીવને હૃદય-પદ્મમાંથી ઉઠાવીને સહસ્રારમાં રહેલા પરમશિવ…
વધુ વાંચો >