પ્રવીણચંદ્ર પરીખ

ગોપીનાથ કવિરાજ

ગોપીનાથ કવિરાજ (જ. 7 સપ્ટેમ્બર 1887, ધામરાઈ, પ. બંગાળ; અ. 12 જૂન 1976, વારાણસી) : 20મી સદીના આધ્યાત્મિક જ્ઞાન-વિજ્ઞાનના ઋષિતુલ્ય પંડિત પ્રવર. એમનો જન્મ મોસાળમાં હાલના બંગલા દેશમાં ઢાકા જિલ્લાના ધામરાઈ ગામમાં થયો હતો. પિતાનું નામ ગોકુલનાથ કવિરાજ હતું. બાલ્યાવસ્થામાં માતા-પિતાનો સ્વર્ગવાસ થયેલ હોઈ મામા કાલાચંદ સાન્યાલને ત્યાં કાંટાલિયા(જિ. મૈમનસિંહ)માં લાલનપાલન…

વધુ વાંચો >

ગોરખનાથ (ગોરક્ષનાથ 1)

ગોરખનાથ (ગોરક્ષનાથ 1) (ઈ. સ.ની દસમી કે અગિયારમી સદી) : ગુજરાતમાં સોલંકીકાળ દરમિયાન પ્રચલિત બનેલા સંપ્રદાયના મુખ્ય પ્રવર્તક. આ સંપ્રદાયના સાધુઓના નામાન્તે ‘નાથ’ શબ્દ પ્રયોજાતો. નાથ એટલે અનાદિ ધર્મ. ‘નાથ’ શબ્દ ઈશ્વર અથવા પશુપતિની જેમ સ્વામી કે મહેશ્વરના અર્થમાં અભિપ્રેત હોવાનું જણાય છે. બહુ પ્રાચીન કાળથી આ સંપ્રદાય સિદ્ધમતને નામે…

વધુ વાંચો >

ગોવિંદ ગુપ્ત

ગોવિંદ ગુપ્ત (પાંચમી સદી) : ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનો ધ્રુવસ્વામિનીદેવીથી ઉત્પન્ન થયેલો પુત્ર. એ ગુપ્ત સમ્રાટ હોવાનું મનાય છે. પિતાના સમયમાં એ યુવરાજપદે હતો અને ત્યારબાદ ઈ. સ. 412થી 415 દરમિયાન એનું અલ્પકાલીન શાસન પણ પ્રવર્ત્યું હતું. ‘વસુબંધુચરિત’માં એનો ‘કુમાર બાલાદિત્ય’ તરીકે નિર્દેશ થયો છે. એમાં નોંધાયા પ્રમાણે આ સમ્રાટે…

વધુ વાંચો >

ગૌડ, રામદાસ

ગૌડ, રામદાસ (જ. 1881 જૌનપુર, અ. 1937 બનારસ) : મૂળ રસાયણશાસ્ત્રી અને હિંદીને માધ્યમ બનાવી વૈજ્ઞાનિક વિષયો પર  લખનારા પ્રસિદ્ધ તજજ્ઞ. અભ્યાસ બનારસ અને અલાહાબાદમાં થયો અને 1903માં મ્યોર સેંટ્રલ કૉલેજ, અલાહાબાદમાં બી.એ. થયા. ત્યારબાદ અનેક શિક્ષણસંસ્થાઓમાં રસાયણશાસ્ત્રના અધ્યાપક તરીકે સેવાઓ આપી, પરંતુ અસહકાર આંદોલન ફેલાતાં એમણે વિશ્વવિદ્યાલયની નોકરી છોડી…

વધુ વાંચો >

ગૌણી ભક્તિ

ગૌણી ભક્તિ : દેવાર્ચન, ભજન-સેવાની પ્રવૃત્તિ. એને સાધન-ભક્તિ પણ કહે છે. પરાભક્તિની ભૂમિકામાં પ્રવેશ માટેનું આ પહેલું પગથિયું છે. એનાથી પરાભક્તિની સાધનામાં આવતી અનેક બાધાઓ દૂર થાય છે. નારદભક્તિસૂત્રમાં ગુણભેદ અનુસાર એના ત્રણ પ્રકારો બતાવ્યા છે : (1) સાત્વિકી – જેમાં કેવળ ભક્તિ માટે જ ભક્તિ કરવામાં આવે છે. (2)…

વધુ વાંચો >

ઘટોત્કચગુપ્ત, પહેલો

ઘટોત્કચગુપ્ત, પહેલો : મગધના ગુપ્તવંશના સ્થાપક શ્રીગુપ્તનો પુત્ર. વાકાટકોના અભિલેખોમાં એને ગુપ્તોના ‘આદિરાજ’ તરીકે ગણાવ્યો છે, જે સૂચવે છે કે વસ્તુત: એ ગુપ્તવંશનો પહેલો પ્રતાપી રાજા હતો અને મગધ પર એણે ગુપ્તોની સત્તાનો વિસ્તાર કર્યો હતો. અલબત્ત, રાજસત્તા વધારવા છતાં આ પ્રતાપી રાજાએ કેવળ ‘મહારાજ’નું બિરુદ જ ધારણ કર્યું હતું.…

વધુ વાંચો >

ઘટોત્કચગુપ્ત, બીજો

ઘટોત્કચગુપ્ત, બીજો : મગધના ગુપ્તવંશનો રાજા. તે કુમારગુપ્ત પહેલા અને સ્કંદગુપ્તની વચ્ચેના સમયગાળામાં સત્તા પર આવેલો જણાય છે. બષાઢ(વૈશાલી)માંથી મળેલી મુદ્રા ઉપર ‘શ્રીઘટોત્કચગુપ્તસ્ય’ એટલું જ લખાણ મળે છે; પરંતુ તુમેનમાંથી મળેલ અભિલેખમાં આપેલી ગુપ્તોની વંશાવળીમાં એનો કુમારગુપ્ત પહેલા પછી તરત ઉલ્લેખ કરેલો છે અને તેને માટે કહ્યું છે કે, ‘એણે…

વધુ વાંચો >

ચતુર્ભુજદાસ (અષ્ટ છાપી)

ચતુર્ભુજદાસ (અષ્ટ છાપી) (જ. 1530; અ. 1585) : પુષ્ટિમાર્ગના અષ્ટ છાપ ભક્ત કવિઓ પૈકીના એક. ‘બસ બાવન વૈષ્ણવોની વાર્તા’માં તેમજ ‘અષ્ટસખાની વાર્તા’માં એમનું ચરિત મળે છે. ‘સંપ્રદાય કલ્પદ્રુમ’ અનુસાર અષ્ટછાપના કવિ કુંભનદાસનું તેઓ સાતમું સંતાન હતા. ગોવર્ધનની નિકટના જમુનાવતી નામના ગામે તેમનોજન્મ થયો હતો. એમણે 1540માં પુષ્ટિમાર્ગ ગ્રહણ કર્યો હતો.…

વધુ વાંચો >

ચતુર્ભુજદાસ (રાધાવલ્લભી)

ચતુર્ભુજદાસ (રાધાવલ્લભી) (જ. 1528) : રાધાવલ્લભ સંપ્રદાયના પ્રસિદ્ધ કવિ. નાભાજી ‘ભક્તમાલ’ અને ધ્રુવદાસરચિત ‘ભક્ત નામાવલી’માં તેમનું ચરિત વર્ણવાયું છે. તે પરથી જણાય છે કે આ કવિ જબલપુરની નિકટના ગઢા ગામના વતની હતા. તેમના રચેલા બાર ગ્રંથો ઉપલબ્ધ છે, જે ‘દ્વાદશ યશ’ને નામે પ્રખ્યાત થયા છે. આ બાર ગ્રંથો અલગ અલગ…

વધુ વાંચો >

ચતુર્મુખ પ્રાસાદ

ચતુર્મુખ પ્રાસાદ : જૈન મંદિરનું વિશિષ્ટ સ્થાપત્ય-સ્વરૂપ. આમાં મધ્યના ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત ચતુર્મુખ જિનમૂર્તિઓનાં સમ્મુખ દર્શન થાય એવી રીતે ચારેય દિશાઓમાં એક એક પ્રવેશદ્વાર ઊભું કરવામાં આવેલ હોય છે. આમાં એક જ તીર્થંકરની ચાર પ્રતિમાઓ અથવા તો જુદા જુદા ચાર તીર્થંકરોની પ્રતિમાઓને પીઠથી એકબીજી સાથે એવી રીતે ગોઠવવામાં આવે છે કે…

વધુ વાંચો >