પ્રમોદ રતિલાલ શાહ
જૈવરાસાયણિક શ્વસન
જૈવરાસાયણિક શ્વસન (biochemical oxidation) : સજીવોમાં શક્તિ ઉત્પન્ન કરતી અગત્યની જૈવરાસાયણિક પ્રક્રિયા. સજીવો વૃદ્ધિ દરમિયાન આ ક્રિયા દ્વારા વિવિધ પોષક દ્રવ્યોનું ઑક્સિડેશન-વિઘટન કરી શક્તિદાતા અણુ-એટીપી (ATP) ઉત્પન્ન કરે છે. ઑક્સિડેશન દરમિયાન પોષક દ્રવ્યના અણુમાંથી હાઇડ્રોજન અથવા ઇલેક્ટ્રૉન મુક્ત થાય છે, જેનું પરિવહન વિશિષ્ટ શૃંખલા દ્વારા થઈ, અંતે શૃંખલાના અંતિમ ઘટક…
વધુ વાંચો >ઝાઇગોમાયસેટિસ
ઝાઇગોમાયસેટિસ : ફૂગના ઝાયગોમાયકોટા વિભાગનો એક વર્ગ. આ વર્ગનું મુખ્ય લક્ષણ જાડી દીવાલ ધરાવતા વિશ્રામી બીજાણુનું નિર્માણ છે. આ બીજાણુને યુગ્મબીજાણુ (zygospore) કહે છે. તેનું સર્જન બે જન્યુધાનીઓ(gametangia)ના સંયોગથી થાય છે. સંકોષીય (coenocytic) મિસિતંતુ (mycelium). અલિંગી પ્રજનન બીજાણુધાનીય બીજાણુ (sporangiospore) દ્વારા અને કશાધારી (flagellate) કોષો તથા તારાકેન્દ્ર (centriole)નો અભાવ –…
વધુ વાંચો >ઝાલર (fimbriae or pili)
ઝાલર (fimbriae or pili) : કેટલાંક ગ્રામઋણાત્મક જીવાણુની સપાટીની ફરતે ચારે બાજુ પથરાયેલ, અસંખ્ય વાળ જેવી પાતળી, પોલી, તંતુકીય રચના. કશા(flagella)ની માફક જ ઝાલર પણ કોષરસમાંથી ઉદભવે છે. તે દેખાવમાં કશા જેવી લાગતી હોવા છતાં કશાથી જુદી હોય છે. કશા કરતાં તે પાતળા, નાના, સીધા (ઓછા વલયાકાર) અને તંતુ રૂપે…
વધુ વાંચો >ડી બેરી, હેઇનરિક ઍન્ટૉન
ડી બેરી, હેઇનરિક ઍન્ટૉન (જ. 26 જાન્યુઆરી 1831, સ્ટ્રાસબર્ગ,; અ. 19 જાન્યુઆરી 1886, સ્ટ્રાસબર્ગ) : પ્રખર જર્મન ફૂગશાસ્ત્રી. તેમણે શ્લેષ્મફૂગ (slime molds); ફાયટોપ્થોરા ઇન્ફેસ્ટાન તેમજ ઘઉંમાં કાળા ગેરુનો રોગ કરતી ફૂગ પક્સિનિયાના જીવનચક્રનો અભ્યાસ કર્યો હતો. તેમણે જણાવ્યું કે પક્સિનિયા ફૂગને જીવનચક્ર પૂરું કરવા બે યજમાન વનસ્પતિની જરૂર પડે છે.…
વધુ વાંચો >ડ્યુટેરોમાઇસેટીસ
ડ્યુટેરોમાઇસેટીસ : ફૉર્મવર્ગ કે અપૂર્ણ ફૂગ (fungi imperfectii) તરીકે ઓળખાતી ફૂગનો એક સમૂહ. આ ફૂગના જીવનચક્રમાં લિંગી પ્રજનન કે તેની પૂર્ણ અવસ્થાનો અભાવ હોય છે. અલિંગી પ્રજનન મુખ્યત્વે કણી બીજાણુ (conidia) દ્વારા થાય છે, જે ફૂગની પ્રજાતિ ઓળખવા માટે ઉપયોગી છે. ડ્યુટેરોમાઇસેટીસની આશરે 15,000 થી 20,000 જેટલી જાતિ નોંધાયેલી છે.…
વધુ વાંચો >તમાકુ કિર્મીર વિષાણુ
તમાકુ કિર્મીર વિષાણુ : તમાકુમાં મોઝેક કે પચરંગિયો રોગ કરતા વિષાણુ. તે Tobacco mosaic virus — TMV તરીકે જાણીતા છે. આ વિષાણુ 300 નેનોમીટર લાંબા અને 180 નેનોમીટર પહોળા, સખ્ત નળા કે સોટાના આકારના હોય છે. તેમાં જનીનદ્રવ્ય તરીકે આર.એન.એ.નો એક કુંતલ (SS-RNA) મધ્યમાં આવેલો હોય છે. આર.એન.એ. કુંતલની આસપાસ…
વધુ વાંચો >તાજ ગાંઠ
તાજ ગાંઠ (crown gall) : ચેપને કારણે ટમેટાં, રાસબરી, સફરજન વગેરે ફળવાળી વનસ્પતિના પ્રકાંડ ઉપર ઊગતી ગાંઠ Agrobacterium tumefaciens બૅક્ટેરિયાના ચેપને કારણે આ ગાંઠનો દેખાવ તાજ જેવો હોય છે, તેથી તેને તાજની ગાંઠ કહે છે. આ ગાંઠ મનુષ્યમાં થતી કૅન્સરની ગાંઠને મળતી આવે છે. ચેપ દરમિયાન આ બૅક્ટેરિયા પોતાના કોષમાં…
વધુ વાંચો >તાપરાગી
તાપરાગી (thermophiles) : 45° સે.થી વધુ તાપમાને જ વૃદ્ધિ પામતા સૂક્ષ્મજીવો. કેટલાક વાતજીવી અને અવાતજીવી બીજાણુધારક બૅક્ટેરિયા તેમજ કેટલીક ફૂગ આ પ્રકારનાં હોય છે. ઘણાખરા તાપરાગી સૂક્ષ્મજીવો માટે ઇષ્ટતમ તાપમાન 55°થી 60° સે. હોય છે; પરંતુ કેટલાક તો 75° સે. જેટલા ઊંચા પાણીના તાપમાને પણ વૃદ્ધિ પામતા હોય છે; દા.ત.,…
વધુ વાંચો >ત્રિગુણી રસી
ત્રિગુણી રસી (tripple vaccine) : નવજાત શિશુ તેમજ નાનાં બાળકોને રોગપ્રતિકાર માટે અપાતી ડી.પી.ટી. (DPT – diphtheria, pertussis અને tetanus મિશ્રિત) રસી. તેમાં ત્રણ રોગો, ડિફ્થેરિયા, ઊંટાટિયું (whooping cough) અને ધનુર (tetanus) સામે રોગ પ્રતિકારકશક્તિ – પ્રતિરક્ષા (immunity) મળે તેવી ત્રણ રસીઓનું મિશ્રણ હોય છે. તેનું અંત:ક્ષેપણ (injection) એક માસથી…
વધુ વાંચો >ત્રિશર્કરા આયર્ન અગાર
ત્રિશર્કરા આયર્ન અગાર (Triple Sugar Iron agar : TSI, Agar) : ત્રણ શર્કરાઓ ડેક્સ્ટ્રોઝ (1.0 ગ્રામ/લિટર), લૅક્ટોઝ અને સુક્રોઝ (10.0 ગ્રામ/લિટર) તેમજ આયર્ન (FeSO4); પૅપ્ટોન, અગાર વગેરે ઘટકો ઉપરાંત pH દર્શક તરીકે ફિનૉલ રેડ ધરાવતું ભેદદર્શક (differentiating) માધ્યમ. ત્રિશર્કરા આયર્ન અગાર–ટૂંકમાં ટી.એસ.આઇ. તરીકે જાણીતું છે. ગ્રામઋણી જીવાણુઓ પૈકી આંતરડાંના રોગકારક…
વધુ વાંચો >