પ્રભુદયાલ શર્મા

શારીરિક શિક્ષણ

શારીરિક શિક્ષણ : શરીરનાં વિવિધ તંત્રો તથા પાંચ કર્મેન્દ્રિયોને પૂરી ક્ષમતાથી કામ કરે તે રીતે તૈયાર કરવા જે શિક્ષણ અપાય છે તે. શારીરિક શિક્ષણનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. પ્રાચીન શિક્ષણશાસ્ત્રીઓએ એ સ્વીકાર્યું કે ‘શરીરમાદ્યં ખલુ ધર્મસાધનમ્’ – ધર્મ એટલે જીવન જીવવાની શ્રેષ્ઠ પદ્ધતિ, તે માટેનું પ્રથમ સાધન શરીર છે. સ્વસ્થ…

વધુ વાંચો >

શેતરંજ (‘ચેસ’)

શેતરંજ (‘ચેસ’) : ભારતની ખૂબ જ પ્રાચીન રમત. પ્રાચીન સમયમાં રાજામહારાજાઓ આ રમત રમતા હતા અને તેના દ્વારા યુદ્ધની વ્યૂહરચનામાં પણ કુશળ બનતા હતા. મૂળ આ રમત ભારતમાં ઈ. સ.ના પાંચમા સૈકામાં ‘ચતુરંગ’ના નામથી પ્રચલિત હતી. આમાં ક્રમશ: સુધારાવધારા પછી તે શેતરંજ (‘ચેસ’) બની. ધીમે ધીમે આ રમત સામાન્ય જનતામાં…

વધુ વાંચો >

શોધન, દીપક

શોધન, દીપક (જ. 18 ઑક્ટોબર 1928, અમદાવાદ) : ગુજરાતના જાણીતા ક્રિકેટ-ખેલાડી અને કારકિર્દીની પ્રથમ ટેસ્ટ મૅચમાં જ સદી ફટકારનાર ભારતીય ટેસ્ટ-ખેલાડી. જાણીતા ઉદ્યોગપતિ હર્ષદલાલ શોધનના પુત્ર. દીપક ઉપનામથી જાણીતા બનેલ આ બૅટધરનું સાચું નામ રોશન છે. તેમણે ક્રિકેટ રમવાની શરૂઆત 1942માં અમદાવાદની શેઠ ચિ. ન. વિદ્યાવિહારની ક્રિકેટ ટીમમાંથી કરી હતી.…

વધુ વાંચો >

સતપાલ

સતપાલ (જ. 10 ડિસેમ્બર 1956, બવાના, દિલ્હી) : ભારતના ઑલિમ્પિક તથા કુસ્તીના ખેલાડી. જન્મ સામાન્ય કુટુંબમાં થયો હતો. પિતાનું નામ હુકમસિંઘ. તેમણે કુસ્તીક્ષેત્રે મોટી પ્રગતિ કરી. તેમને નાનપણથી જ કુસ્તીમાં રસ હતો. 1973માં વેલ્ટર વેઇટમાં, 1974માં મિડલ વેઇટમાં તથા 1978થી 1980 સુધી હેવી વેઇટમાં કુસ્તીની અંદર ‘રાષ્ટ્રીય ચૅમ્પિયન’ રહ્યા. તેમણે…

વધુ વાંચો >

સતીશ મોહન

સતીશ મોહન : બિલિયર્ડના આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડી. ભારતમાં બિલિયર્ડની રમત આમજનતાની રમત ન હોવા છતાં પણ ભારતે બિલિયર્ડમાં કેટલાક આંતરરાષ્ટ્રીય સ્તરના ખ્યાતનામ ખેલાડીઓ રમતગમતની દુનિયાને આપ્યા છે, તેમાંના એક તે સતીશ મોહન. સતીશ મોહન 1970થી 1973 સુધી સતત ચાર વર્ષ બિલિયર્ડમાં ‘રાષ્ટ્રીય ચૅમ્પિયન’ રહ્યા હતા. સતત ચાર વર્ષ સુધી ‘રાષ્ટ્રીય…

વધુ વાંચો >

સરદાર પટેલ ઍવૉર્ડ

સરદાર પટેલ ઍવૉર્ડ : ગુજરાત સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને અપાતો જૂનામાં જૂનો ઍવૉર્ડ. ખેલાડીઓને પ્રેરણા મળે તે દૃષ્ટિથી આ ઍવૉર્ડ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નામ સાથે સાંકળવામાં આવ્યો છે. જ્યારે રાજ્યનો કોઈ ખેલાડી રાષ્ટ્રીય કક્ષાએ વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે ત્યારે તેની આ ઍવૉર્ડ માટે પસંદગી થાય…

વધુ વાંચો >

સરદેસાઈ, દિલીપ

સરદેસાઈ, દિલીપ (જ. 8 ઑગસ્ટ 1940, ગોવા) : ભારતીય ક્રિકેટ-ખેલાડી. તેમણે ઉચ્ચ અભ્યાસ મુંબઈમાં પૂર્ણ કર્યો અને ત્યાં જ રહેવાનું રાખ્યું હતું. એ રીતે તેમણે મુંબઈ રાજ્ય વતી ક્રિકેટ રમવાની શરૂઆત કરી. તેઓ બૅટ્સમૅન ઉપરાંત કુશળ રાઇટ-આર્મ-ઑફ-સ્પિન બૉલર પણ હતા. તેમણે ટેસ્ટમૅચ રમવાની શરૂઆત 1 ડિસેમ્બર 1961ના રોજ ઇંગ્લૅન્ડ સામે…

વધુ વાંચો >

સહા, આરતી

સહા, આરતી (જ. 1940, કોલકાતા; અ. 23 ઑગસ્ટ, 1994, કોલકાતા) : ભારતની લાંબા અંતરની અગ્રણી મહિલા-તરવૈયા. નાનપણથી જ તેમને તરવાનો શોખ હતો. તેઓ ભારતનાં જ નહિ, પરંતુ ‘ઇંગ્લિશ ચૅનલ’ તરનારાં એશિયા ખંડનાં પ્રથમ મહિલા-તરવૈયા બનવાનું ગૌરવ મેળવી શક્યાં. ફ્રાન્સ અને ઇંગ્લૅન્ડ વચ્ચેના સમુદ્રના ભાગને ‘ઇંગ્લિશ ચૅનલ’ કહેવામાં આવે છે અને…

વધુ વાંચો >

સંતોષ ટ્રૉફી

સંતોષ ટ્રૉફી : ફૂટબૉલની રમતની ભાઈઓની અખિલ ભારતીય સ્પર્ધાઓ માટેની રાષ્ટ્રીય ટ્રૉફી. શરૂઆત 1841માં. ટ્રૉફી માટેની સ્પર્ધાઓનું આયોજન દર વર્ષે ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાં કરવામાં આવે છે. એનો સમગ્ર વહીવટ ‘ઑલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશન’ (AIFF) કરે છે. ભારતમાં 1893માં ‘ઇન્ડિયન ફૂટબૉલ ઍસોસિયેશન’-(IFA)ની સ્થાપના થઈ હતી તે પાછળથી 1937માં ‘ઑલ ઇન્ડિયા…

વધુ વાંચો >

સુબ્રતો કપ

સુબ્રતો કપ : શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય કક્ષાની ફૂટબૉલ ટ્રૉફી. એની શરૂઆત 1960માં થઈ હતી. તે શરૂ કરવાનું શ્રેય ભારતના હવાઈ દળના પૂર્વ વડા સુવ્રત મુખર્જીને ફાળે જાય છે. આજે તો ભારતમાં શાળાના વિદ્યાર્થીઓ માટે આ ટ્રૉફી ખૂબ જ પ્રતિષ્ઠિત ગણાય છે. આ ટ્રૉફીની સરખામણી ભારતમાં 1888માં શરૂ થયેલ…

વધુ વાંચો >