પ્રબોધ જોશી

આંટિયા, ફીરોઝ

આંટિયા, ફીરોઝ (જ. 13 માર્ચ 1914; અ. 1965) : પારસી રંગભૂમિના નટ, દિગ્દર્શક અને નાટ્યકાર. કૉલેજકાળ દરમિયાન નાનામોટા કાર્યક્રમોમાં વિશિષ્ટ અભિનયસૂઝ અને રમૂજવૃત્તિ દાખવનાર ફીરોઝ આંટિયા અદી મર્ઝબાન સાથે શરૂઆતમાં અનેક નાટકોમાં કુશળ નટ તથા દિગ્દર્શક અને પછી નાટ્યલેખક તરીકે ચમક્યા હતા. 1954માં ઇન્ડિયન નૅશનલ થિયેટરે ‘રંગીલો રાજા’ નાટક ફીરોઝ…

વધુ વાંચો >

ઇન્ડિયન નૅશનલ થિયેટર (INT)

ઇન્ડિયન નૅશનલ થિયેટર (INT) : ગુજરાતની અગ્રણી નાટ્યસંસ્થા. સ્થાપના : 1943. 1942ના આંદોલનમાં કારાવાસ ભોગવનાર સમાજવાદી વિચારસરણીના નવલોહિયા જવાનોએ, રંગમંચ લોકશિક્ષણનું મહત્વનું માધ્યમ છે એ વાત સ્વીકારીને ઇન્ડિયન નૅશનલ થિયેટરની સ્થાપના કરી. એ વખતના એમના સહભાગીઓ હતા કટારલેખક અને નામાંકિત અર્થશાસ્ત્રી રોહિતભાઈ દવે, વિવેચક બાબુભાઈ ભૂખણવાલા, ચંદ્રકાન્ત દલાલ, બચુભાઈ સંપટ…

વધુ વાંચો >

કાતરિયું ગેપ

કાતરિયું ગેપ : અદી મર્ઝબાનનું લોકપ્રિય પારસી પ્રહસન. 1954ના અંતમાં અદી મર્ઝબાન અમેરિકાની કૅલિફૉર્નિયાની પેસેડેના અકાદમીમાં અભ્યાસ કરી પરત આવ્યા પછી ભારતીય વિદ્યાભવન કલાકેન્દ્રમાં નાટ્યવિભાગના વડા નિમાયા. ત્યારબાદ તેમણે રજૂ કરેલું ત્રીજું, સહુથી સરસ અને હેતુલક્ષી પ્રહસન હતું. કૉફમૅન હાર્ટનાં બે નાટકો ‘મિ. વૉશિંગ્ટન સ્લેપ્ટ હિયર વન નાઇટ’ના રૂપાંતર ‘પીરોજા…

વધુ વાંચો >

જોશી, રમણલાલ જેઠાલાલ

જોશી, રમણલાલ જેઠાલાલ (જ. 22 મે 1926, હીરપુરા, તા. વિજાપુર; અ. 10 સપ્ટેમ્બર 2006, અમદાવાદ) : ગુજરાતી વિવેચક, સંપાદક, પ્રાધ્યાપક. પ્રાથમિક શિક્ષણ વતન વડનગરમાં, ઉત્તર ગુજરાતમાં; માધ્યમિક શિક્ષણ વિજાપુર તાલુકાના પિલવાઈ ગામમાં. કૉલેજનું શિક્ષણ વડોદરામાં. 1950માં તેઓ ગુજરાતી મુખ્ય તથા સંસ્કૃત ગૌણ વિષય સાથે, બી.એ.ની પરીક્ષામાં સમગ્ર મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી…

વધુ વાંચો >

વ્યાસ, અવિનાશ

વ્યાસ, અવિનાશ (જ. 21 જુલાઈ 1911; અ. 20 ઑગસ્ટ 1984, મુંબઈ) : જાણીતા સંગીતકાર ને ગીતકાર. વિસલનગરા નાગર. પિતા આનંદરાય. માતુશ્રી મણિબહેન જ્ઞાતિના સ્ત્રીમંડળનાં મંત્રી, ગરબા વગેરે કરાવે. તેમના સંસ્કાર અવિનાશ વ્યાસમાં આવ્યા. પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ, અમદાવાદમાં અભ્યાસ. થવા ઇચ્છતા હતા ક્રિકેટર. કદાચ તેથી જ જીવનના અંત સુધી મુંબઈની કોઈ પણ…

વધુ વાંચો >