પ્રકૃતિ કાશ્યપ
લાખિયા, કુમુદિની
લાખિયા, કુમુદિની (જ. 17 મે 1930, મુંબઈ) : કથક નૃત્યશૈલીનાં વિખ્યાત નૃત્યાંગના, કલાગુરુ તથા ‘કદંબ’ નૃત્યસંસ્થાનાં સંસ્થાપક-નિયામક. મૂળ નામ કુમુદિની જયકર. પિતાનું નામ દિનકર તથા માતાનું નામ લીલા. પરિવારમાં નૃત્ય અને સંગીતને વિદ્યાકીય પ્રવૃત્તિઓ જેટલું જ મહત્વનું સ્થાન અપાતું હતું. માત્ર નવ વર્ષની વયે કથક નૃત્યશૈલીની તાલીમ લેવાની શરૂઆત કરી.…
વધુ વાંચો >વાત્સ્યાયન, કપિલા
વાત્સ્યાયન, કપિલા (જ. 25 ડિસેમ્બર 1928, દિલ્હી) : કલા, સાહિત્ય, શિક્ષણ, લેખન, રાજદ્વારી વહીવટ, સંસ્થા-સંચાલન – એમ વિવિધ ક્ષેત્રે જ્વલંત કારકિર્દી ધરાવતી મહિલાઓ પૈકીનાં એક. પિતા શ્રીરામ લાલ મલિક સ્વદેશપ્રેમી તેમજ કાયદાશાસ્ત્રી. માતા શ્રીમતી સત્યવતી કલાસાહિત્ય, ચિત્રકળા તેમજ હસ્તકળા અને હુન્નરમાં રસ ધરાવતાં હતાં. કપિલાનું પ્રારંભિક શિક્ષણ દિલ્હી, કોલકાતા, શાંતિનિકેતન…
વધુ વાંચો >વૈંપટિ, ચિન્ન સત્યમ્
વૈંપટિ, ચિન્ન સત્યમ્ (જ. 15 ઑક્ટોબર 1929, કુચીપુડી ગામ) : દક્ષિણ ભારતની કુચીપુડી નૃત્યશૈલીને શાસ્ત્રીય દરજ્જો અપાવનાર નૃત્યકાર. પિતા વેંકટ ચેલ્લૈયા અને માતા વરલક્ષ્મમ્મા. બાળપણથી અન્ય કલાકારો સાથે સતત રહીને નૃત્યનાટિકાઓમાં સક્રિય ભાગ લીધો. નૃત્યની પ્રારંભિક તાલીમ બે પિતરાઈ ભાઈઓ તાડેપલ્લે પેરૈયા શાસ્ત્રી તથા વેંકટ પેદા સત્યમ્ પાસેથી લીધી. વળી…
વધુ વાંચો >શર્મા, વેદાંત સત્યનારાયણ
શર્મા, વેદાંત સત્યનારાયણ (જ. 1934, કુચિપુડી ગામ, આંધ્રપ્રદેશ) : કુચિપુડી નૃત્યશૈલીના વિખ્યાત કલાકાર. પિતાનું નામ સુબ્બયા અને માતાનું નામ વેંકટરત્નમ્. સોળમી સદીમાં ભક્તકવિ સિદ્ધેન્દ્ર યોગીએ ભાગવતના પ્રસંગો પર આધારિત નાટિકાઓ રચી અને તેમને ભજવવા બ્રાહ્મણ યુવકોને તૈયાર કર્યા. તેમની પ્રસ્તુતિથી રાજા ખૂબ પ્રસન્ન થયા અને આખું ગામ તેમને ભેટ આપ્યું…
વધુ વાંચો >શંભુ મહારાજ
શંભુ મહારાજ (જ. 1904; અ. 4 નવેમ્બર 1970) : કથક નૃત્યશૈલીના લખનૌ ઘરાનાના વિખ્યાત નૃત્યકાર. પિતાનું નામ કાલકાપ્રસાદ. શંભુ મહારાજ તેમના સૌથી નાના પુત્ર હતા. બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી; પણ કાકા બિંદાદીન મહારાજ(1829-1915)નું ખૂબ હેત મળ્યું. આઠ-દસ વર્ષના થયા ત્યાં બિંદાદીન મહારાજનો પણ સ્વર્ગવાસ થયો. પણ પિતાતુલ્ય કાકાએ બાળક…
વધુ વાંચો >સચિન શંકર
સચિન શંકર (જ. 24 સપ્ટેમ્બર 1924, બનારસ; અ. 10 મે 2005) : નૃત્યકલાના પ્રસિદ્ધ કલાકાર ને તજ્જ્ઞ. વિદ્યા અને કલાને વરેલ શંકર પરિવારમાં આ આધુનિક નૃત્ય-નાટિકાના રચયિતાનો જન્મ થયો હતો. ગૌર પડછંદ દેહાકૃતિ પિતા જિતેન્દ્ર શંકર અને નકશીદાર સૌમ્ય ચહેરો માતા કાલીદેવી તરફથી તેમને વારસામાં મળ્યાં હતાં. તેમને પોતાના વિશાળ…
વધુ વાંચો >સિતારાદેવી
સિતારાદેવી (જ. 22 ઑક્ટોબર 1922, કોલકાતા) : ભારતીય ચલચિત્રનાં અભિનેત્રી અને વિખ્યાત ભારતીય શાસ્ત્રીય નર્તકી. તેમનો જન્મ ધનતેરસને દિવસે થયો હોવાથી બધાં તેમને લાડમાં ‘ધન્નો’ કહેતાં. બાળપણથી તે શેતાન અને નટખટ હતાં. નેપાળી રાજ્યના દરબારી સંગીતકાર તથા પારંપરિક કથાકાર-કથકનર્તક સુખદેવ મહારાજ તેમના પિતા. તેમણે કોલકાતામાં રાધાકૃષ્ણ નૃત્ય-મંદિરની સ્થાપના કરી હતી.…
વધુ વાંચો >સિંઘ સિંઘજિત
સિંઘ, સિંઘજિત (જ. 3 નવેમ્બર 1932, ઇમ્ફાલ, મણિપુર) : જાણીતા મણિપુરી નૃત્યકાર ને મૃદંગવાદક. ઇમ્ફાલ શહેરના રાજવી કુટુંબમાં જન્મ્યા હોવા છતાં સિંઘજિતને માતામહની જેમ મંદિરમાં ઉત્કૃષ્ટ મૃદંગવાદક બનવાની આકાંક્ષા હતી, તેથી આઠ વર્ષની ઉંમરે તેની તાલીમ લેવાની શરૂઆત કરી. મણિપુરમાં સંકીર્તન અથવા મૃદંગ સાથે નૃત્ય કરવું એ મંદિરના પ્રાંગણ સુધી…
વધુ વાંચો >સિંહ ગુરુ બિપિન
સિંહ, ગુરુ બિપિન (જ. 23 ઑગસ્ટ 1918, સિંગારી, જિલ્લો કચાર, આસામ; અ. 9 જાન્યુઆરી 2000, આસામ) : મણિપુરી નૃત્યશૈલીના અગ્રણી કલાકાર. પિતા પુખરમ્બમ્ લૈખોમસના સિંહ અચ્છા કવિ અને કલાકાર હતા. માતા ઇન્દુબાલા દેવી રાસલીલામાં નૃત્ય કરતાં. થોક ચોમ ગિરક પ્રખ્યાત મૃદંગવાદક હતા. તે બિપિન સિંહ સાથે એક જ ઘરમાં રહેતા…
વધુ વાંચો >સુધારાણી રઘુપતિ
સુધારાણી રઘુપતિ (જ. 21 માર્ચ 1944, પોલ્લાચી, બૅંગલુરુ) : દક્ષિણ ભારતનાં વિખ્યાત નૃત્યાંગના. માતાનું નામ શકુંતલા. પિતાનું નામ હ. લ. જગન્નાથ. સુધારાણીએ કુમળી વયથી જ લબ્ધપ્રતિષ્ઠ વિદ્વાન નૃત્યાચાર્યો કીટ્ટપ્પા પિલ્લૈ, યુ. એસ. કૃષ્ણરાવ અને મૈલાપોર ગૌરી અમ્મા પાસેથી નૃત્યનાં ઉચ્ચતમ તત્ત્વોની તાલીમ લીધી. વળી કર્ણાટકી સંગીતના વિખ્યાત વાયોલિનવાદક ટી. ચૌદિયા…
વધુ વાંચો >