પ્રકાશ ભગવતી

પાયરાઇટ

પાયરાઇટ (Pyrite) : લોહમાક્ષિક, લોહ સલ્ફાઇડ (Fe2S) બંધારણ ધરાવતું ધાતુખનિજ. આ પાયરાઇટ ‘લોહ પાયરાઇટ’ અથવા ‘પાયરાઇટ’ નામથી વધુ જાણીતું છે. તદ્દન શુદ્ધ પાયરાઇટમાં લોહ 46.6% અને સલ્ફર (ગંધક) 53.4% રહેલું છે. જ્યારે તેને બાળવામાં આવે છે ત્યારે તેમાં રહેલી ગંધક માત્રાને કારણે દહનશીલ બની રહે છે. પાયરાઇટને – ‘મૂર્ખાઓનું સોનું’…

વધુ વાંચો >

પાયરોક્લૉર

પાયરોક્લૉર : માઇક્રોલાઇટ શ્રેણીનું ખનિજ. એલ્સવર્થાઇટ અને હૅચેટ્ટોલાઇટ તેના પ્રકારો છે. રાસા. બં.: (Na, Ca, U)2 (Nb, Ta, Ti)2O6 (OH, F). સ્ફ. વ. : ક્યૂબિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો ઑક્ટાહેડ્રલ, ક્યારેક (011), (113) કે (001) ફલકો સહિત. ખડકોમાં જડાયેલા કણો સ્વરૂપે પણ મળે; અનિયમિત દળદાર જથ્થા પણ મળે. યુગ્મતા (111)…

વધુ વાંચો >

મોટરકાર

મોટરકાર : મુખ્યત્વે અંતર્દહન એન્જિનથી સ્વયંચાલિત (ઑટોમોબાઇલ) અને સામાન્ય રીતે ત્રણથી ચાર વ્યક્તિઓના યાત્રાપરિવહન માટે વપરાતું ચાર પૈડાંવાળું, ઘણું પ્રચલિત સાધન. આ સાધન ટ્રક, ટ્રૅકટર, જીપ, મોટરસાઇકલ અને મોપેડ જેવાં અન્ય ઑટોમોબાઇલ સાધનો જેવું સાધન છે. મોટરના મુખ્ય ભાગોમાં ચેસીસ કે જેના પર એન્જિન અને ગતિપ્રસારણ સાધનો (ક્લચથી ટાયર સુધીનાં)…

વધુ વાંચો >

વાયુબ્રેક

વાયુબ્રેક : હવાના દબાણના તફાવત દ્વારા સક્રિય બનતી બ્રેક. વાયુબ્રેક (Air Brake) અથવા વધુ સ્પષ્ટ રીતે વર્ણવીએ તો દબાયેલી વાયુબ્રેક (compressed air brake) ભારે માલવાહક વાહનોની ગતિ ધીમી પાડવા અથવા તેને અટકાવવામાં વપરાય છે. આ પ્રકારની વાયુબ્રેકનો ઉપયોગ બસ, ટ્રક, ટ્રેઇલર અને રેલગાડીમાં થાય છે. અને 1872માં જ્યોર્જ વૉશિંગ્ટને સૌપ્રથમ…

વધુ વાંચો >

શ્રીધરન્, ઈ. (ઈલાટ્ટુવલાપિલ)

શ્રીધરન્, ઈ. (ઈલાટ્ટુવલાપિલ) (જ. 12 જુલાઈ 1932, છટ્ટનુર, પાલઘાટ જિલ્લો, કેરળ) : ઉચ્ચકક્ષાના ભારતીય ટેક્નોક્રૅટ અને કોલકાતા મેટ્રો રેલ, કોંકણ રેલવે તથા દિલ્હી મેટ્રો રેલવેના મુખ્ય ઇજનેર. તેજસ્વી શૈક્ષણિક કારર્કિદી. મુખ્ય ચૂંટણી કમિશનર ટી. એન. શેષાન તેમના સહાધ્યાયી હતા. એન્જિનિયરિંગના સ્નાતક બની ટૂંકી મુદત માટે સિવિલ એન્જિનિયરિંગના વ્યાખ્યાતા બન્યા પછી…

વધુ વાંચો >

સુપર ચાર્જર

સુપર ચાર્જર : ઑટોમોબાઇલ એન્જિનમાં મળતી શક્તિ, આપેલા વિસ્થાપન (displacement) માટે વપરાતું સાધન. અંતર્દહન એન્જિનમાં પિસ્ટનના નિર્ધારિત વિસ્થાપન દરમિયાન સુપર ચાર્જરની મદદથી એન્જિન અંદર પ્રવેશતા વાયુને વધારાનું દબાણ આપીને, વધારાની શક્તિ (power) એન્જિનમાં ઉત્પાદિત કરવામાં આવે છે. આમ સુપર ચાર્જર એ એક પ્રકારનું  Air Compressor છે. સુપર ચાર્જરના બે પ્રકારો…

વધુ વાંચો >

સ્કૂટર (scooter)

સ્કૂટર (scooter) : બૈ પૈડાંવાળું, મશીન દ્વારા ચલાવાતું વાહન (vehicle). સ્કૂટરનો વિકાસ તબક્કાવાર થયો છે. સૌપ્રથમ બાઇસિકલ કે સાઇકલ માનવી વડે ચાલતું વાહન પ્રચલિત થયું. બાઇસિકલમાં ચેઇન વડે પાછળના વ્હિલને ગતિ આપવામાં આવે છે. આ વાહન પર્યાવરણની દૃષ્ટિએ બિલકુલ નિર્દોષ છે. આમ હોવા છતાં તેની ગતિ મર્યાદિત જ રહે છે,…

વધુ વાંચો >