પૂરવી ઝવેરી

લેનાર્ડ, ફિલિપ

લેનાર્ડ, ફિલિપ (Lenard, Phillipp) (જ. 7 જૂન 1862, પ્રેસબર્ગ, હંગેરી અ. 20 મે 1947, મોસલહૉસન, જર્મની) : કૅથોડ કિરણો પરના કાર્ય માટે 1905નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. લેનાર્ડે બુડાપેસ્ટ, વિયેના, બર્લિન તથા હાઇડલબર્ગમાં ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તેઓ બન્સેન, હેમહોલ્ટ્ઝ, કોનિગ્સબર્ગર અને ક્વિન્કના વિદ્યાર્થી હતા. તેમણે 1886માં હાઇડલબર્ગ ખાતે…

વધુ વાંચો >

લૅન્ડૉ, લેવ ડેવિડૉવિચ  (Landau, Lev Davidovich)

લૅન્ડૉ, લેવ ડેવિડૉવિચ  (Landau, Lev Davidovich) જ. 22 જાન્યુઆરી 1908, બાકુ, યુ.એસ.એસ.આર; અ. 1 એપ્રિલ 1968, મૉસ્કો, યુ.એસ.એસ.આર) : સંઘનિત દ્રવ્ય અને ખાસ કરીને પ્રવાહી હીલિયમ માટે મૂળભૂત, પાયાના સિદ્ધાંતો આપવા માટે 1962નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. લેવ ડેવિડૉવિચ લૅન્ડૉ લૅન્ડૉનો જન્મ બાકુ, અઝરબૈજાનમાં થયો હતો. તેમનાં માતાપિતા યહૂદી…

વધુ વાંચો >

વાઈનલૅન્ડ, ડેવિડ જે. (Wineland, David J.)

વાઈનલૅન્ડ, ડેવિડ જે. (Wineland, David J.) (જ. 24 ફેબ્રુઆરી 1944, મિલ્વૉકી, વિસ્કોન્સિન, યુ.એસ.એ.) : ક્વૉન્ટમ પ્રણાલીના વ્યક્તિગત રીતે માપન અને નિયંત્રણ માટે અભૂતપૂર્વ પ્રાયોગિક પદ્ધતિઓ વિકસાવવા માટે 2012નો ભૌતિકશાસ્ત્રમાં પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર સંયુક્ત રીતે ડેવિડ જે. વાઈનલૅન્ડ અને સર્જ હરોચને પ્રાપ્ત થયો હતો. વાઈનલૅન્ડે 1961માં સેક્રેમેન્ટો, કૅલિફૉર્નિયાની એન્સિના…

વધુ વાંચો >

વાસલ, સુરિન્દ્ર કુમાર (ડૉ.)

વાસલ, સુરિન્દ્ર કુમાર (ડૉ.) (જ. 12 એપ્રિલ 1938, અમૃતસર) : સિદ્ધહસ્ત મકાઈ પ્રજનક, આનુવાંશિકીવિદ અને મિલેનિયમ વિશ્વ ખાદ્ય પુરસ્કાર વિજેતા. ડૉ. વાસલે પોતાનું ઉચ્ચશિક્ષણ અને શૈક્ષણિક પદવીઓ ભારતની વિભિન્ન સંસ્થાઓમાંથી મેળવ્યું, જેમાં ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાન, નવી દિલ્હીથી પીએચ.ડી. સામેલ છે. એમની પ્રોફેશનલ કૅરિયર હિમાચલ કૃષિવિભાગથી શરૂ થઈ, જ્યાં એમણે…

વધુ વાંચો >

વિલ્સન, કેનિથ જી. (Wilson, Kenneth G.)

વિલ્સન, કેનિથ જી. (Wilson, Kenneth G.) (જ. 8 જૂન 1936, વૉલધમ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.એ.; અ. 15 જૂન 2013, મેઈન, યુ.એસ.એ.) : પ્રાવસ્થા સંક્રમણને સંબંધિત ક્રાંતિક પરિઘટના (critical Phenomena)ના સિદ્ધાંત માટે 1982નો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. કેનિથ જી. વિલ્સન અમેરિકન સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી હતા. કણ ભૌતિકશાસ્ત્રના અભ્યાસ માટે કમ્પ્યૂટરના ઉપયોગના તેઓ અગ્રણી હતા.…

વધુ વાંચો >

વિશ્વેશ્વરૈયા પ્રકાશ

વિશ્વેશ્વરૈયા પ્રકાશ (જ. 23 નવેમ્બર 1951, કર્ણાટક, ભારત) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક. તેઓએ જીવવિજ્ઞાનના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેઓએ 1976માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ 1976–80 દરમિયાન સંયુક્ત રાજ્ય અમેરિકામાં રહ્યા અને પોસ્ટ ડૉક્ટરલ ફેલોશિપ પ્રાપ્ત કરી. ત્યારબાદ તેઓ 1981માં ભારત પાછા ફર્યા અને સી.એફ.ટી.આર.આઈ.માં વૈજ્ઞાનિક તેમજ…

વધુ વાંચો >

વેઈસ, રેઈનર (Weiss, Rainer)

વેઈસ, રેઈનર (Weiss, Rainer) (જ. 29 સપ્ટેમ્બર 1932, બર્લિન, જર્મની) : લિગો સંસૂચક(detector)ના નિર્ણાયક પ્રદાન માટે તથા ગુરુત્વાકર્ષણ-તરંગોના નિરીક્ષણ માટે 2017નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. એ પુરસ્કારનો અર્ધભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ કિપ થોર્ન અને બૅરી બેરીશ વચ્ચે વિભાજિત થયો હતો. રેઈનર વેઈસના પિતા ડૉક્ટર હતા અને…

વધુ વાંચો >

શાહી, વિજય નંદન

શાહી, વિજય નંદન (ડૉ.) (જ. 18 જાન્યુઆરી 1942) : અગ્રણી કાર્ડિયોલૉજિસ્ટ. જેમણે નૈદાનિક તથા નિવારક કાર્ડિયોલૉજી તેમજ ઍડવાન્સ્ડ કાર્ડિયાક પેસિંગમાં વિશેષજ્ઞતા પ્રાપ્ત કરી છે. તેઓ રિસર્ચ ઍન્ડ રેફરલ હૉસ્પિટલના નિદેશક તથા સશસ્ત્ર સેના ચિકિત્સા સેવાના મહાનિદેશક તથા મુખ્ય કન્સલ્ટન્ટનાં ગૌરવશાળી પદો પર કાર્ય કરી ચૂક્યા છે. તેઓએ રક્ષા મંત્રાલયમાં એમરિટ્સ…

વધુ વાંચો >

શેટ્ટી, દેવી પ્રસાદ (ડૉ.)

શેટ્ટી, દેવી પ્રસાદ (ડૉ.) (જ. 8 મે 1953, મૅંગાલુરુ, કર્ણાટક, ભારત) : જાણીતા હૃદયવિજ્ઞાની, અને નારાયણ હૃદયાલય, બૅંગાલુરુના અધ્યક્ષ. તેઓએ કસ્તુરબા મેડિકલ કૉલેજ, મૅંગાલુરુમાંથી એમ.બી.બી.એસ. તથા એમ.એસ.ની પદવીઓ પ્રાપ્ત કરી છે. તેઓએ વાલ્સગ્રેવ હૉસ્પિટલ, કન્વેન્ટરી તથા ઈસ્ટ બર્મિંગહામ હૉસ્પિટલ, બર્મિંગહામ તથા ગાય્ઝ હૉસ્પિટલ (Guy’s Hospital) લંડનમાં હૃદયસંબંધી શલ્યક્રિયા(surgery)માં ગહન પ્રશિક્ષણ…

વધુ વાંચો >

શ્મિટ, બ્રાયન પી. (Schmidt, Brain P.)

શ્મિટ, બ્રાયન પી. (Schmidt, Brain P.) (જ. 24 ફેબ્રુઆરી 1967, મિસુલા, મૉન્ટાના, યુ.એસ.એ.) : સુપરનોવાના નિરીક્ષણ દ્વારા પ્રવેગથી વિસ્તરતા જતા બ્રહ્માંડની શોધ માટે 2011નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ સાઑલ પર્લમટર તથા આદમ રિઝ વચ્ચે વિભાજિત થયો હતો. બ્રાયન શ્મિટનો…

વધુ વાંચો >