પૂરવી ઝવેરી
ગીમ, આન્દ્રે (Geim, Andre)
ગીમ, આન્દ્રે (Geim, Andre) (જ. 21 ઑક્ટોબર, 1958, સોચી, રશિયા) : દ્વિ-પારિમાણિક પદાર્થ ગ્રૅફીન પર અભૂતપૂર્વ પ્રયોગો માટે 2010નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમની અને કૉન્સ્ટન્ટિન નોવો સેલૉવ વચ્ચે વિભાજિત થયો હતો. આન્દ્રે ગેઈમનું કુટુંબ જર્મન મૂળનું હતું તથા તેમનાં માતા-પિતા બંને ઇજનેર હતાં. તેમનું બાળપણ મોસાળમાં…
વધુ વાંચો >ગેઝ આન્ડ્રિયા (Ghez Andrea)
ગેઝ, આન્ડ્રિયા (Ghez, Andrea) (જ. 16 જૂન 1965, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.) : આપણી આકાશગંગાના કેન્દ્રમાં અત્યંત દળદાર તથા સઘન વસ્તુ(પદાર્થ)ની શોધ માટે 2020નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર મહિલા વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ આન્ડ્રિયા ગેઝ તથા રાઈનહાર્ડ ગેન્ઝેલને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. બીજો અર્ધભાગ રૉજર પેનરોઝને પ્રાપ્ત થયો હતો. આન્ડ્રિયા ગેઝ અમેરિકન…
વધુ વાંચો >ગેન્ઝેલ રાઈનહાર્ડ (Genzel Reinhard)
ગેન્ઝેલ, રાઈનહાર્ડ (Genzel, Reinhard) (જ. 24 માર્ચ 1952, જર્મની) : આપણી આકાશગંગાના કેન્દ્રમાં અત્યંત દળદાર તથા સઘન વસ્તુ(પદાર્થ)ની શોધ માટે 2020નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક અર્ધભાગ રાઈનહાર્ડ ગેન્ઝેલ અને આન્ડ્રિયા ગેઝને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો અને બીજો અર્ધભાગ રૉજર પેનરોઝને પ્રાપ્ત થયો હતો. રાઈનહાર્ડ ગેન્ઝેલ જર્મન…
વધુ વાંચો >ચર્પાક, જ્યૉર્જીસ
ચર્પાક, જ્યૉર્જીસ (Charpak, Georges) (જ. 1 ઑગસ્ટ 1924, ડેબ્રોવિકા, પોલૅન્ડ; અ. 29 સપ્ટેમ્બર 2010 પૅરિસ, ફ્રાન્સ) : કણ સંસૂચક (particle detetector), ખાસ કરીને બહુતાર પ્રમાણપદ કક્ષ (multiwire proportional chamber)ની શોધ અને વિકાસ માટે 1992નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. જ્યૉર્જીસ ચર્પાક ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી હતા. તેમનાં માતા-પિતા યહૂદી હતા. જ્યારે ચર્પાક…
વધુ વાંચો >ચુ, સ્ટીવન
ચુ, સ્ટીવન (Chu, Steven)(જ. 28 ફેબ્રુઆરી 1948, સેન્ટ લૂઈસ, મિસુરી, યુ. એસ.એ.) : લેસર પ્રકાશ વડે પરમાણુઓનું શીતલન (cooling) તથા તેમને પાશમાં લેવાની (પ્રગ્રહણ) કાર્યપદ્ધતિ વિકસાવવા માટે 1997નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર સંયુક્ત રીતે સ્ટીવન ચુ, ક્લૉડ કોહેન-તનુજી તથા વિલિયમ ડી. ફિલિપ્સને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો.…
વધુ વાંચો >જેરાર્ડ્સ ’ટ હૂફ્ટ (Gerard ’t Hooft)
જેરાર્ડ્સ ’ટ હૂફ્ટ (Gerard ’t Hooft) (જ. 5 જુલાઈ 1946, ડેન હેલ્ડર, નેધરલૅન્ડ્સ) : ભૌતિકશાસ્ત્રમાં વિદ્યુત-મંદ પારસ્પરિક ક્રિયાના ક્વૉન્ટમ બંધારણની સ્પષ્ટતા કરવા માટે 1999નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર જેરાર્ડ ટ હૂફ્ટ અને જે. જી. વેલ્ટમૅનને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. જેરાર્ડનું કુટુંબ વિદ્વાનોનું હતું. તેમના દાદાના ભાઈ,…
વધુ વાંચો >ઝર્નિક ફ્રિટ્ઝ
ઝર્નિક, ફ્રિટ્ઝ (Zernike, Frits) (જ. 16 જુલાઈ 1888, એમ્સટર્ડમ, નેધરલૅન્ડ્ઝ; અ. 10 માર્ચ 1966, એમર્સફૂટ, નેધરલૅન્ડ્ઝ) : પ્રાવસ્થા વ્યતિરેક (phase contrast) કાર્યપદ્ધતિ અને વિશેષ રૂપે 1953નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. ફ્રિટ્ઝ ઝેર્નિકનાં માતા-પિતા બંને ગણિતના શિક્ષક હતાં. પિતાના ભૌતિકશાસ્ત્ર પ્રત્યેના વિશેષ લગાવને કારણે ઝેર્નિકની તે વિષયમાં રુચિ કેળવાઈ. તેમણે યુનિવર્સિટી…
વધુ વાંચો >ઝાયલિંગર, એન્ટન
ઝાયલિંગર, એન્ટન (Zeillinger, Anton) (જ. 20 મે 1945, રિડ ઈમ ઇન્ક્રીસ, ઑસ્ટ્રિયા) : ગૂંચવાયેલા ફોટૉન (entangled photon) પરના પ્રયોગો માટે, જેને કારણે બેલ અસમાનતાનું ઉલ્લંઘન પુરવાર થયું તથા ક્વૉન્ટમ માહિતી વિજ્ઞાનના પ્રારંભ માટે 2022નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર સંયુક્ત રીતે એન્ટન ઝાયલિંગર, આસ્પેક્ટ એલન તથા જ્હૉન ક્લૉસરને…
વધુ વાંચો >ટેલર જૉસેફ હૂટન
ટેલર, જૉસેફ હૂટન (જુનિયર) [Taylor, Joseph Hooton (Jr.)] (જ. 29 માર્ચ 1941, ફિલાડેલ્ફિયા, યુ. એસ. એ.) : એક નવા પ્રકારના પલ્સારની શોધ કે જેને કારણે ગુરુત્વાકર્ષણના અભ્યાસની નવી શક્યતાઓનાં દ્વાર ખૂલ્યાં – તે માટે 1993નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર સંયુક્ત રીતે જૉસેફ ટેલર તથા રસેલ હલ્સને પ્રાપ્ત થયો…
વધુ વાંચો >ટેલર રિચર્ડ
ટેલર, રિચર્ડ ઈ (Taylor, Richard E) (જ. 2 નવેમ્બર 1929, આલ્બર્ટા, કૅનેડા; અ. 22 ફેબ્રુઆરી 2018, કૅલિફૉર્નિયા, યુ. એસ. એ.) : ઉચ્ચ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રૉનના પ્રોટૉન તથા ન્યૂટ્રૉન વડે થતા અપ્રત્યાસ્થ પ્રકીર્ણન(inelastic scattering)ના મહત્વના સંશોધન માટે 1990નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. ક્વાર્ક સિદ્ધાંત અથવા પ્રતિકૃતિના વિકાસ માટે આ સંશોધન…
વધુ વાંચો >