પુરાતત્વ
ગંભીરપુરા (સ્તૂપચિત્રો)
ગંભીરપુરા (સ્તૂપચિત્રો) : ગુજરાતમાં બૌદ્ધ ધર્મ-પ્રસારના સ્પષ્ટ સંકેતરૂપ ચોથી–પાંચમી સદીનાં ચિત્રો. પુરાવસ્તુની ર્દષ્ટિએ આજનો ઈડર તાલુકો ઘણો સમૃદ્ધ છે. ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાએ અહીંથી કેટલાંક ગુફાચિત્રો શોધી કાઢ્યાં હતાં; જેમાં સાંપાવાડા, લાલોડા અને ઈડરનાં શૈલાશ્રય ચિત્રો ધ્યાનાર્હ છે. ગંભીરપુરામાંની ગુફા નંબર 14, 15, 16 અને 18માંથી ભીંતો ઉપરથી સ્તૂપોનાં સાત…
વધુ વાંચો >ગુજરાત (ઇતિહાસ)
ગુજરાત ઇતિહાસ પ્રાગ્–ઇતિહાસ અને આદ્ય–ઇતિહાસ સંસ્કૃતિના ઉગમકાળથી માનવ લેખનકલા જાણતો નહોતો ને પ્રયોજાતો નહોતો. સંસ્કૃતિનાં હજારો વર્ષોનો વૃત્તાંત અ-લિખિત રહ્યો છે. એ કાલની સંસ્કૃતિને જાણવા માટે અન્ય સમકાલીન સાધનોનો આધાર લેવો પડે છે. આથી સંસ્કૃતિના આ પ્રાગ-અક્ષરજ્ઞાન કે નિર્-અક્ષરજ્ઞાન કાલને ‘પ્રાગ-ઐતિહાસિક કાલ’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ-ઐતિહાસિક સંસ્કૃતિનો સમય પટ…
વધુ વાંચો >ગોપનું મંદિર
ગોપનું મંદિર : ગુજરાતનું સૌથી જૂનું બાંધેલું મંદિર. જામનગર જિલ્લામાં ભાણવડ પાસે જૂના કે ઝીણાવાટી ગોપમાં આ મંદિર આવેલું છે. તેના અવશિષ્ટ ભાગોમાં નીચે ખાંચાઓવાળો પડથાર, તેની પર જગતી જેવી જુદા જુદા થરોવાળી રચનાની ઉપર આશરે 3.22 મીટર ચોરસનું ગર્ભગૃહ છે. આ ગર્ભગૃહની ભીંતો નીચેથી સીધી છે. તેમાં આશરે 3.31…
વધુ વાંચો >ચંદ્રાવતી
ચંદ્રાવતી : આબુરોડ સ્ટેશનની દક્ષિણે આશરે પાંચેક કિલોમીટર પર આબુના પરમારોની રાજધાની. તેના ભગ્નાવશેષો આશરે એક ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા છે. તેના વ્યવસ્થિત રસ્તા તથા વૈષ્ણવ, શૈવ, શાક્ત અને જૈન મંદિરો, મહોલ્લા, મહેલાતોના અવશેષો જોડિયાં તળાવ તથા ચંદ્રાવતી નદીની વચ્ચેના ભાગમાં ફેલાયેલા છે. તેમાંના ઘણા આશરે આઠમી-નવમી સદીથી પછીના; પરંતુ…
વધુ વાંચો >ચાન્હુ-દડો
ચાન્હુ-દડો : સિંધ(પાકિસ્તાન)ના નવાબશાહ જિલ્લામાં સિંધુ નદીને પૂર્વકાંઠે અને મોહેં-જો-દડોની દક્ષિણે 125 કિમી. દૂર આવેલું પુરાતત્ત્વીય સ્થળ. અહીં 1935માં ડૉ. મૅકેની આગેવાની નીચે ખોદકામ કરવામાં આવ્યું હતું. આ ઉત્ખનનમાંથી એક પુરાતન નગરના 5 થર મળી આવ્યા. આમાં સહુથી નીચેના 3 થર હડપ્પીય સભ્યતાનું ઉત્તરકાલીન સ્વરૂપ ધરાવે છે. તેનો સમય ઈ.…
વધુ વાંચો >ચેદિ સંવત
ચેદિ સંવત : જુઓ સંવત (કલચુરિચેદિ સંવત)
વધુ વાંચો >જેમ્સ, પ્રિન્સેપ
જેમ્સ, પ્રિન્સેપ (જ. 20 ઑગસ્ટ 1799, ઇંગ્લૅન્ડ; અ. 22 એપ્રિલ 1840, ભારત) : ભારતીય પુરાતત્વવિદ્યાના અને અભિલેખવિદ્યાના આંગ્લ અભ્યાસી. ભારતમાં 1819માં 20 વર્ષની વયે કૉલકાતાની સરકારી ટંકશાળમાં મદદનીશ ધાતુશુદ્ધિ પરીક્ષક (assay master) તરીકે જોડાયા. બીજે વર્ષે બઢતી પામીને વારાણસી ગયા. ત્યાં 1820થી 1830 સુધી કામ કર્યું. ત્યાંથી કૉલકાતા બદલી થતાં…
વધુ વાંચો >જોર્વે
જોર્વે : મહારાષ્ટ્રમાં અહમદનગર જિલ્લામાં સંગમનેરથી 8 કિમી. દૂર પ્રવરા નદીના કાંઠે આવેલું તામ્રપાષાણ-યુગના અવશેષોવાળું સ્થળ. તે અનુહડપ્પીય સંસ્કૃતિના અંકોડા મેળવવા માટે ઉપયોગી છે. અગિયારમી સદીના કેટલાક શિલાલેખોમાં તેનું ‘જઉર’ ગામ એવું નામ મળે છે. 1950-51માં ખોદકામ કરતાં તાંબાના કાટખૂણાઓ, ચોરસ ચપટી કુહાડી, ગોળ પથ્થરોને ફોડીને બનાવેલાં નાનાં સેંકડો હથિયારો,…
વધુ વાંચો >ટીંબરવા
ટીંબરવા : વડોદરા જિલ્લાનું પ્રાગૈતિહાસિક અવશેષો ધરાવતું ગામ. તે તાલુકામથક સિનોરથી 15 કિમી. દૂર આવેલું છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાતતત્વ-વિભાગે આ ગામ નજીકના સ્થળનું ઉત્ખનન કરેલ છે. આ સ્થળેથી ઈ. સ. પૂ. 500 આસપાસના સમયના ઉત્તર ભારતની ગંગાની ખીણના પંજાબથી બંગાળ અને ઉત્તર મહારાષ્ટ્ર સુધીના વિસ્તારમાંથી કાળાં કે પોલાદ…
વધુ વાંચો >ટેરા કોટા(માટીનાં પકવેલાં શિલ્પો)
ટેરા કોટા (માટીનાં પકવેલાં શિલ્પો) : માટીના પકવેલા શિલ્પના વિવિધ ઘાટ. પલાળેલી માટી ગૂંદીને તેમાંથી હાથ, ચાકડો અને બીબાની મદદથી ઠામવાસણ, રમકડાં વગેરેને પકાવીને તૈયાર કરાય તે પકવેલી માટીનાં રમકડાંઘાટ તે ટેરાકોટા. ભારતમાં ‘ટેરાકોટા’(સં. धाराकूट)ની પરંપરા આશરે પાંચેક હજાર વર્ષ જેટલી પ્રાચીન છે. ટેરાકોટા નદીકાંઠાની સંસ્કૃતિ, નદીનો દોઆબ અને જ્યાં રસળતી…
વધુ વાંચો >