પુરાતત્વ

મૅરિયેટ, ઑગસ્ટ

મૅરિયેટ, ઑગસ્ટ (જ. 11 ફેબ્રુઆરી 1821; અ. 19 જાન્યુઆરી 1881) : ઇજિપ્તવિદ્યાના ફ્રેન્ચ નિષ્ણાત. કૅરો ખાતેના નૅશનલ મ્યુઝિયમની સ્થાપના(1859)ના આદ્ય પ્રણેતા. 1840ના દાયકા દરમિયાન તેમણે વૉલૉવ કૉલેજ ખાતે શિક્ષણ મેળવ્યું અને ત્યાં જ અધ્યાપન કર્યું; એ કામગીરી દરમિયાન જ તેમને ઇજિપ્તવિદ્યામાં ઊંડો રસ જાગ્યો. તેમણે જાતે જ ચિત્રલિપિ (hieroglyph) શીખી…

વધુ વાંચો >

મેલૉન, મૅક્સ (સર) (ઍડગર લ્યુસિયન)

મેલૉન, મૅક્સ (સર) (ઍડગર લ્યુસિયન) (જ. 6 મે 1904, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 19 ઑગસ્ટ 1978, ઑક્સફર્ડ શાયર, યુ.કે.) : બ્રિટનના પુરાતત્ત્વવિજ્ઞાની. તેમણે ઑક્સફર્ડ ખાતે પ્રશિષ્ટ સાહિત્યનો અભ્યાસ કર્યો; 1925થી ’31 દરમિયાન તેઓ મેસોપોટેનિયન સંસ્કૃતિના પ્રાચીન અવશેષોનો અભ્યાસ કરવા માટે ઇરાકમાં ઉર ખાતે લિયૉનાદ વૂલ્ઝી પાસે તાલીમાર્થી તરીકે રહ્યા. ત્યાં જ…

વધુ વાંચો >

મેસ વર્ડી નૅશનલ પાર્ક

મેસ વર્ડી નૅશનલ પાર્ક : અન્સાઝી ઇન્ડિયન પ્રજાનાં પ્રાગ્-ઐતિહાસિક સમયનાં કરાડ(cliff)–વસવાટો તથા ખુલ્લાં ગામ કે નગરો(pueblo)નું મુખ્ય ઉત્ખનન-સ્થળ. તે નૈર્ઋત્ય કૉલોરાડોમાં ડુરાંગોથી આશરે 45 કિમી. દૂર 210 ચોરસ કિમી.માં પથરાયેલ રાષ્ટ્રીય પાર્ક બન્યું છે. સીધાં ચઢાણવાળી ખડક-દીવાલો અને સપાટ ટોચ(mesas)થી રચાયેલી તેની ખાસ ભૂ-રચનાના આધારે, આ પાર્કનું નામ ગ્રીન ટેબલ…

વધુ વાંચો >

મોન્તેત, પિયેરે

મોન્તેત, પિયેરે (Montet, Pierre) (જ. 27 જૂન,1885, વીલ ફ્રાન્સ-સુર-સોન; અ. 19 જૂન 1966) : ફ્રેંચ પુરાતત્વવિદ. યુનિવર્સિટી ઑવ્ સ્ટ્રૅસબર્ગ ખાતે ઇજિપ્તવિદ્યાના પ્રાધ્યાપક તરીકે ઈ. સ. 1919–1948 સુધી અને ત્યારબાદ પૅરિસની ‘કૉલેજ દ ફ્રાન્સિસ’માં 1948–1956 સુધી કાર્યભાર સંભાળ્યો. આ સમયગાળામાં 1921–1924માં સૌપ્રથમ પદ્ધતિસરનું ઉત્ખનનકાર્ય બિબ્લોસ (અર્વાચીન જુબયાલ, લેબેનોન) ખાતે કર્યું. આ…

વધુ વાંચો >

મૉર્ગન, જેક્વિસ જીન મરી દ

મૉર્ગન, જેક્વિસ જીન મરી દ (જ. 3 જૂન, 1857; અ. 14 જૂન, 1924) : ફ્રેન્ચ પુરાતત્વવિદ. તેઓ ફ્રાન્સના પુરાતત્વવિભાગમાં 1892થી ડિરેક્ટર જનરલ તરીકે જોડાયેલા. તેમણે પુરાતત્વ વિભાગના વડા તરીકે ઇજિપ્તમાં નાઇલ નદીના પટમાં કર્નાક અને ઓઝમોસ ખાતે ઉત્ખનન કરીને પુરાવશેષોની શોધ કરી હતી. તેમણે પુશ્ત-ઇ-કુહ (Pusht-i-kuh) વિસ્તાર અને મેસોપોટેમિયામાં ફરીફરીને…

વધુ વાંચો >

મોહેં-જો-દડો

મોહેં-જો-દડો : સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું નગર. તે પાકિસ્તાનના સિંધ પ્રાંતના લારખાના જિલ્લામાં સિંધુ નદીના પશ્ચિમ કાંઠે આવેલું છે. મોહેં-જો-દડોનો અર્થ ‘મૃતદેહોનું નગર’ થાય છે. ઈ. સ. 1922માં રેલવે માટેનું ખોદકામ કરતાં ત્યાંથી સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ મળી આવ્યા. અંગ્રેજ પુરાતત્વવિદ સર જૉન માર્શલ અને એમના ભારતીય સાથીઓ…

વધુ વાંચો >

યંગ, ટૉમસ

યંગ, ટૉમસ (જ. 13 જૂન 1773, મિલ્વરટન [સમરસેક્સ]; અ. 10 મે 1829, લંડન) : અંગ્રેજ વૈજ્ઞાનિક, ભૌતિકશાસ્ત્રી, વૈદકશાસ્ત્રી, દાક્તર, મિસર-વિદ્યાના પુરાતત્વવિદ, અનેક ભાષાઓના જાણકાર. તેઓ મિલ્વરટનના પ્રસિદ્ધ ક્વેકર કુટુંબમાં જન્મ્યા હતા. 14 વર્ષની નાની વયે લૅટિન, ગ્રીક, ફ્રેંચ, ઇટાલિયન, હીબ્રુ, ફારસી અને અરબી ભાષાઓ શીખ્યા હતા. ઈ. સ. 1792માં  બાર્થોલૉમ્યૂ…

વધુ વાંચો >

યુગ

યુગ : જુઓ કાલગણના (પુરાતત્વ)

વધુ વાંચો >

યુધિષ્ઠિર સંવત

યુધિષ્ઠિર સંવત : જુઓ સંવત

વધુ વાંચો >

યેદીન, પિગેલ

યેદીન, પિગેલ (જ. 21 માર્ચ 1917, જેરૂસલેમ; અ. 1984) : ઇઝરાયલના પુરાતત્વવિજ્ઞાની અને લશ્કરી આગેવાન. 1949થી ’52 દરમિયાન ઇઝરાયલના સંરક્ષણ સેનાદળના જનરલ સ્ટાફના વડા તરીકે કાર્યભાર સંભાળ્યો. ત્યારબાદ હીબ્રુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી 1945માં એમ.એ. અને 1955માં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. 1959માં ત્યાં જ પુરાતત્વ-વિજ્ઞાનના પ્રોફેસર તરીકે નિમાયા. ઇઝરાયલમાં તેમણે કેટલાંક ઉત્ખનન-સંશોધન કાર્યો પાર…

વધુ વાંચો >