પુરાતત્વ
નાવડા ટોલી
નાવડા ટોલી : પ્રાચીન વસાહતોના ટિંબા. મધ્યપ્રદેશના ઇંદોર શહેરથી દક્ષિણે આશરે 70 કિમી. દૂર નર્મદા નદીના બંને કાંઠે માહેશ્વર અને નાવડા ટોલી નામની પ્રાચીન વસાહતોના ટિંબા આવેલા છે. નાવડા ટોલી નામ માટે ભિન્ન ભિન્ન ઉચ્ચારો મુજબ અર્થ થાય છે, પણ નદીમાં નાવ ચલાવનાર ટોલીનું ગામ નાવડા ટોલી હોય તે યથાર્થ…
વધુ વાંચો >નિચક્ષુ
નિચક્ષુ : નિચક્ષુ એ કુરુવંશ રાજા જનમેજયના વંશજ અને અધિસીમ કૃષ્ણના પુત્ર અને હસ્તિનાપુરના રાજા. નિચક્ષુના સમયમાં હસ્તિનાપુર ઉપર ગંગા નદીનાં પૂર ફરી વળતાં પૌરવ વંશના એ પ્રાચીન નગરને છોડીને નવી રાજધાની વત્સ દેશની કૌશામ્બી નગરીમાં રાખવામાં આવી હતી એવો ઉલ્લેખ છે. નિચક્ષુની વંશાવળી : નિચક્ષુના 8 પુત્રોનાં નામ પુરાણોમાં…
વધુ વાંચો >નિષધ
નિષધ : એક પ્રાચીન જનપદ. નિષધ એ દેશનું નામ છે. મધ્યદેશ કુરુપંચાલ તરીકે ઓળખાયો. એની દક્ષિણમાં નિષધ દેશ આવેલો હતો. નિષધના રાજાઓ શક્તિશાળી અને મહાબળવાન હતા. શતપથ બ્રાહ્મણના ઉલ્લેખ મુજબ નિષધનો રાજા નલ હતો. મહાભારતના વનપર્વ તથા પુરાણોમાં તેના ઉલ્લેખો મળે છે. ‘ભગવદ્ગોમંડલ’ પ્રમાણે નિષધ એ ચંબલ નદીની પૂર્વે આવેલો…
વધુ વાંચો >નીલકંઠ મહાદેવ મંદિર (સૂણક)
નીલકંઠ મહાદેવ મંદિર (સૂણક) : ઉત્તર ગુજરાતમાં ઊંઝાથી 10 કિમી. દૂર આવેલ સૂણક ગામમાં આવેલું અગિયારમી સદીનું સોલંકીકાલીન શિવમંદિર. આ મંદિર પૂર્વાભિમુખ છે. આ મંદિરના ગર્ભગૃહ, મંડપ અને તેની આગળના ભાગમાં આવેલી શૃંગારચોકી એમ ત્રણ ભાગો છે. આખું મંદિર લંબચોરસ આકારનું છે. તેની પીઠના કુંભા પર દેવ-દેવીઓનાં શિલ્પોથી મંડિત ગવાક્ષોની…
વધુ વાંચો >નુરાઘે
નુરાઘે : ઇટાલીના સાર્ડિનિયા ટાપુ પર આવેલી પ્રાગૈતિહાસિક પથ્થરની ઇમારતો. આ ઇમારતો ઈસુ પૂર્વે 1900થી ઈસુ પૂર્વે 730 સુધીમાં ચણાઈ હતી. તેનું તળદર્શન વર્તુળાકાર હોય છે તથા તેમાં પથ્થરના ઉપરના થરો ક્રમશ: અંદરની તરફ નીકળતા રાખી ઉપર ગુંબજ બનાવાયો હોય. વર્તુળાકારની ઇમારતો સ્કૉટલૅન્ડ તથા આયર્લૅન્ડ, ઉપરાંત ભૂમધ્ય સાગરમાં આવેલા ઇટાલીના…
વધુ વાંચો >નેવારી સંવત
નેવારી સંવત : જુઓ, સંવત
વધુ વાંચો >પરગણાતી સન
પરગણાતી સન : જુઓ, સંવત.
વધુ વાંચો >પંડ્યા અમૃત વસંત
પંડ્યા, અમૃત વસંત ( જ. 28 સપ્ટેમ્બર 1917, જામનગર; અ. 28 જુલાઈ 1975, વલ્લભવિદ્યાનગર) : ગુજરાતના એક સમર્થ પુરાતત્વવિદ, ભૂસ્તરશાસ્ત્રી અને સંશોધક. ઔપચારિક પ્રશિક્ષણ વિના જ કેવળ વિષયમાં ઊંડી રુચિને કારણે પોતે જે કાર્ય કર્યું તેનાથી રાષ્ટ્રીય કક્ષાએ તેમને વિદ્વાન તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ. મધ્યમ વર્ગમાં ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિમાં તેમનો…
વધુ વાંચો >પુડુવૈપ્પુ સંવત
પુડુવૈપ્પુ સંવત : જુઓ સંવત
વધુ વાંચો >પુરંજન
પુરંજન : શ્રીમદભાગવત્ અનુસાર પાંચાલ દેશનો પ્રતાપી રાજા. આ રાજાએ એક વાર પશુ બલિ યજ્ઞમાં અનેક પશુઓનો બલિ આપ્યો હતો. પાછળથી આ ઘોર કર્મ માટે એને અત્યંત ગ્લાનિ થઈ. એ એના પ્રાયશ્ચિત માટે ચિંતિત હતો. નારદજીએ એને ખબર કહ્યા કે જે જે પશુઓનો તેં હોમ કર્યો છે એ બધાં તારા…
વધુ વાંચો >