પી. એ. ભાલાણી

કીટકનિયંત્રણ

કીટકનિયંત્રણ કીટકનિયંત્રણ એટલે ખેતીના પાકને અને માનવસ્વાસ્થ્યને નુકસાન કરનાર કીટકોનો નાશ કરવા તેમજ તેમને અંકુશમાં રાખવાના ઉપાયો. કીટકો એટલે પ્રાણીસૃષ્ટિના સૌથી મોટા વર્ગના પ્રાણીઓનો સમૂહ. જાતિ, સંખ્યા, અનુકૂલન તેમજ પ્રસરણની ર્દષ્ટિએ કીટકો સૌથી સફળ પ્રાણીઓ પુરવાર થયેલાં છે. પૃથ્વી પર વસતાં પ્રાણીઓમાં 65 % કીટકો હોય છે. આજે કીટકશાસ્ત્ર-નિષ્ણાતો 10,00,000થી…

વધુ વાંચો >

કૂદકૂદિયાં

કૂદકૂદિયાં : શેરડી, જુવાર, મકાઈ અને ઘઉં જેવા પાકને નુકસાન પહોંચાડતી ચૂસિયા જીવાત. આ ચૂસિયાનો સમાવેશ વર્ગ કીટક, શ્રેણી અર્ધપક્ષ(hemiptera)ના લોફોપિડી કુળમાં કરવામાં આવે છે. ભારતમાં શેરડીનું વાવેતર કરતા બધા પ્રદેશોમાં કૂદકૂદિયાંનો ઉપદ્રવ જોવા મળે છે. દક્ષિણ ગુજરાતમાં આ જીવાતને હવામાન અનુકૂળ હોવાથી ત્યાં તેનો ઉપદ્રવ વધારે હોય છે. પુખ્ત…

વધુ વાંચો >

કોબીજ

કોબીજ : દ્વિદળી વર્ગમાં આવેલા બ્રેસિકેસી (ક્રુસિફેરી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Brassica oleracea Linn var. capitata Linn. f. (હિં. બંદ-ગોબી, પટાગોભી; બં. બંધકાપી, કોપી; ગુ. કોબીજ; મ. કોબી; ક. યેલેકોસુ; મલા. મુટ્ટાકોસે; તા. મુટ્ટાઈકોસે; તે. આલુગોબી, કેબેજ; અં. કૅબેજ) છે. કોબીજ વર્ગના પાકોમાં કોબીજ, કૉલીફ્લાવર અને નોલકોલ અગત્યના…

વધુ વાંચો >

ખપેડી

ખપેડી : પાકને નુકસાન કરતી જીવાત. સરળપક્ષ (orthoptera) શ્રેણીના એક્રિડિડી કુળનો કીટક. તેનાં બચ્ચાં મધ્યમ કાળાશ પડતાં, શરીરે ખરબચડાં અને ભિન્ન ભિન્ન ટપકાંવાળાં હોય છે. તે ઘઉં, બાજરી, તલ, શણ, જુવાર, મકાઈ, મગફળી, કપાસ, તમાકુ, નાઇઝર, શાકભાજી, અફીણ, ચણા, તૈલી પાક અને ગળી જેવા પાકોને નુકસાન કરે છે. તેનો ઉપદ્રવ…

વધુ વાંચો >

ગાભમારાની ઇયળ

ગાભમારાની ઇયળ : છોડમાં દાખલ થઈ ગર્ભ કોરી ખાઈને ખેતીપાકમાં નુકસાન કરતી ઇયળની કેટલીક જાતો. ગાભમારાની ઇયળ જુદા જુદા નામથી ઓળખાય છે. આ ઇયળોની અસર હેઠળ ગાભમારો પેદા થાય છે. (1) એમેલોપ્સેરા ડિપ્રેસેલ્લા : રોમપક્ષ (lepidoptera) શ્રેણીના પાયરેલીડી કુળની આ જીવાતનો ઉપદ્રવ દક્ષિણ ગુજરાતમાં શેરડીનું વાવેતર કરતા વિસ્તારમાં જોવા મળે…

વધુ વાંચો >

ગાંઠિયા માખી

ગાંઠિયા માખી : તલના પાકમાં ઉપદ્રવ કરતી દ્વિપક્ષ (diptera) શ્રેણીના સેસિડોમાયડી કુળની એક જીવાત ગૉલ ફલાય (Asphondylia sesami). તલનો પાક જ્યારે ફૂલ અવસ્થાએ આવે ત્યારે આ જીવાતના નુકસાનથી ફૂલમાંથી ડોડવા બેસવાને બદલે ગાંઠિયા (ગૉલ્સ) થઈ જાય છે. આ કીટકની પુખ્ત અવસ્થા ફિક્કા પીળાશ પડતા રંગની અને પગ વગરની હોય છે.…

વધુ વાંચો >

ગેંડો (કીટક)

ગેંડો (કીટક) : નારિયેળી, સોપારી, ખજૂર તેમજ તાડની જાતનાં તમામ વૃક્ષો ઉપર ઉપદ્રવ ઉપજાવતી જીવાત. કોઈક વખત શેરડી, અનનાસ, કેળ અને કેતકી ઉપર પણ આનો ઉપદ્રવ નોંધાયો છે. ગેંડા કીટકનો સમાવેશ કીટક વર્ગની શ્રેણી કોલિઓપ્ટેરા(ઢાલિયા)ના Scarabacidae કુળમાં થાય છે. અંગ્રેજી નામ Rhinoceros beetle. શાસ્ત્રીય નામ Oryctys rhinoceros. પુખ્ત કીટક કાળા…

વધુ વાંચો >